Saturday, March 15, 2025
HomeGujaratSuratસંચાલકોએ 7 કર્મચારીઓ ગુમ થવાની વાત છુપાવી ? સચિન GIDCમાં એથર કેમિકલ...

સંચાલકોએ 7 કર્મચારીઓ ગુમ થવાની વાત છુપાવી ? સચિન GIDCમાં એથર કેમિકલ કપનીમાં બ્લાસ્ટથી 7 કર્મચારીઓ ભડથું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરત: ગઈકાલે સુરતના GIDCમાં આવેલી એથર કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. એથર કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 20થી વધુ લોકો દાઝી ગયા હોવાની માહિતી મળી હતી, પણ હવે એથર કંપનીમાં લાગેલી ભીષણ આગમાં ગુમ થયેલા 7 કર્મચારીઓના મૃતદેહ મળી આવવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતની સચિન GIDCમાં એથર કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. કંપનીમાં લાગેલી ભીષણ આગમાં 20થી વધુ લોકો દાઝી ગયા હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી, તેવી વાત વહેતી થઈ હતી. પણ રાત્રે 2 વાગ્યાની આસપાસ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો અને આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું. એથર કંપનીના સાત કર્મચારીઓ પણ ગુમ થયા હતા અને જ્યારે બીજી વાર બ્લાસ્ટથી આગે વિકરાળ રૂપ ધારા કર્યું ત્યારે ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ભીષણ આગને લઈ અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી, ત્યારે આગમાંથી કંપનીમાં 7 ગુમ કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા હતા. આગની આ ભીષણ ઘટનામાં દાઝી ગયેલા 20થી વધુ કર્મચારીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

સુરતના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર બસંત પારેખે જણાવ્યું હતું કે, સચિન GIDC ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ એક મોટી ટાંકીમાં રાખવામાં આવેલા જ્વલનશીલ કેમિકલના લીકેજને કારણે વિસ્ફોટ થયો હતો, ત્યારબાદ ફેક્ટરીમાં આગ લાગી હતી. તેમણે કહ્યું, “ઓછામાં ઓછા 24 કામદારો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે.” તેમણે આગળ કહ્યું કે ઘટના સમયે ફેક્ટરીમાં કેટલા કામદારો હતા તે તાત્કાલિક સ્પષ્ટ થયું નથી.

ઘટનાને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. કંપનીના જે 7 કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા છે તે વાત કંપનીના સંચાલકોએ છુપાવી હોય તેવી આશંકા પણ સેવાઈ રહી છે. ભીષણ આગની ઘણાને લઈ સચિન GIDC પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ જ ઘટના અંગેની વધારે માહિતી સામે આવી શકે છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular