Monday, January 20, 2025
HomeGujaratમહેસાણામાં સસ્તા અનાજના સંચાલકો પર પુરવઠા વિભાગની આકરી કાર્યવાહી

મહેસાણામાં સસ્તા અનાજના સંચાલકો પર પુરવઠા વિભાગની આકરી કાર્યવાહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. મહેસાણા: Mehsana News: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગરીબો માટે ચાલતી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ માફિયાઓ દ્વારા ગેરરીતિ (Malpractice) કરવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. થોડા સમય પહેલા પંચમહાલમાં પણ આ ઘટના સામે આવી હતી. આ આનાજ માફિયા ગ્રાહકોને અનાજમાં ઓછું વજન આપી છેતરતાં હોય છે. તેવામાં મહેસાણા (Mehsana) પુરવઠા વિભાગ ફરી એક વખત સક્રીય થઈ સસ્તા અનાજની દુકાન સંચાલકો સામે આકરા તેવર અપનાવ્યા છે. જેમાં એક સાથે 13 સસ્તા અનાજ સંચાલકો પર કાર્યવાહી કરી છે.

મળતી માહીતી અનુસાર, મહેસાણા જીલ્લામાં ઘણા સમયથી સરકાર જે ગરીબોને રાહત દરે તેમજ મફત સસ્તા અનાજની દુકાનમાંથી ખાંડ, તેલ અને ચણા સહીત અન્ય સામ્રગી આપે છે. તેમાં સંચાલકો ઓછો જથ્થો આપતો હોવાની બૂમ ઉઠી હતી. તેવામાં પુરવઠા વિભાગ હરકતમાં આવ્યું હતું. થોડા સમય પહેલા પણ વિજાપુરમાં સસ્તા અનાજ સંચાલકે અનાજમાં ગેરરીતિ કરી હોવાની ધટના પ્રકાશમાં આવી હતી. તેમજ તેની વિરુદ્ધ કાર્યવાહી પણ થઈ હતી. તેવામાં ફરી એક વખત મહેસાણા જીલ્લામાં સસ્તા અનાજ સંચાલકોની ઓછો જથ્થો આપવો તેમજ અનિયમિતતા સહીતના ગેરરીતી જીલ્લા પુરનઠા વિભાગના સામે આવી છે. જેમાં 12 દુકાન સંચાલકોનો પરવાનો ત્રણ મહીના રદ કર્યો છે. જ્યારે વિસનગરમાંથી શંકાસ્પદ રીતે સરકારી અનાજ વેચતા ઝડપાયેલા સંચાલકનો પરવાનો કાયમી ઘોરણે રદ કરી દેવાનો પુરવઠા વિભાગે આકરો નિર્ણય લેતા અનાજ માફિયામાં સન્નાટો પ્રસરી ગયો છે.

- Advertisement -

કેટલાક મહીનાથી કથિત સરકારી સસ્તા અનાજના જથ્થાનો કાળો કારોબાર કેટલાક સંચાલકો કરી રહ્યા હોવાની બુમ પુરવઠા વિભાગ પાસે પહોંચી હતી. આ મામલે પુરવઠા અધિકારી અબ્દુલ મડારીએ તપાસ કરતાં ગેરરીતી આચરનારા મહેસાણા જીલ્લાના દેલાવડનગર, શાહપુર વડ, બાબીપુરા, કામલી-1 અને 2, શીંહી, દાસજ, દગાવાડીયા, ભાન્ડુ, કડા, ઘાઘરે તથા કડીના કરણનગર સહીત 12 દુકાનધારકોના પરવાનાને ત્રણ મહીના માટે રદ કરી દેવામાં આવ્યા છે. જ્યારે વિસનગરના પુદગામની સસ્તા અનાજ દુકાન ઘારકનો પરવાનો કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યો છે. આકરી કાર્યવાહીને પગલે ગરીબોના હકના અનાજનો કાળો કારોબાર કરતાં સંચાલકોમાં ચિંતા વ્યાપી છે. તેમજ આવનારા સમયમાં બીજા સસ્તા અનાજના સંચાલકો વિરુદ્ધ રેડ કરી કાર્યવાહી થાય તો નવાઈ નહીં.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular