નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: દેશમાં હવે થોડા સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. રાજકીય પક્ષો પણ ચૂંટણીની તૈયારીમાં જોડાયા છે, ત્યારે ચૂંટણીપંચે પણ ચૂંટણીને લગતી તૈયારીઓ કરી રહ્યું છે. ઘણા બધા મતદારો એવા છે કે, પોતાના ચૂંટણીકાર્ડમાં ભૂલો હોવાના કારણે મતદાનથી વંચિત રહે છે. જેના કારણે મતદાનની ટકાવારી પણ ઘટે છે, ત્યારે રાજ્ય ચૂંટણીપંચે ચૂંટણીકાર્ડમાં સુધારા વધારા કરવા માટે મતદારયાદી સુધારણા કાર્યકમ નક્કી કરવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા લોકસભાની ચૂંટણી માટે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 હાથ ધરવામાં આવ્યો છે. સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 તારીખ ૨૬ નવેમ્બર રવિવારના દિવસે રાજ્યના તમામ મતદાન મથકો પર સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીમાં મતદાર કાર્ડમાં નાના મોટા સુધારા કરી શકાશે. જેમ કે નામ તથા સરનામા વગેરેમાં આધાર પુરાવા સાથે સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.
વધુમાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા 1 જાન્યુઆરી 2024 ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોને મતદારયાદીમાં નામ નોંધાવવા પણ અપીલ કરવામાં આવશે. જેનાથી આગામી લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો મતદાન કરી શકે. ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી દ્વારા તમામ મતદારોને મતદારયાદીમાં પોતાનું નામ ચકાસી લેવા તથા તથા પાત્રતા ધરાવતા તમામ મતદારોને મતદારયાદીમાં નામ નોંધાવવા અપીલ કરવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








