નવજીવન ન્યૂઝ. રાજસ્થાન: Rajasthan Election 2023: રાજસ્થાનમાં આજે સવારે 7 વાગ્યાથી વિધાનસભાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજસ્થાનના દિગ્ગજ નેતાઓ અશોક ગેહલોત, સચિન પાયલોટ, પૂર્વ CM વસુંધરા રાજે તથા અનેક નેતાઓનું ભાવિ EVMમાં કેદ થઈ થઈ જશે. આમ તો 1993થી રાજસ્થાનમાં કોઈ પક્ષની સરકાર એક કરતાં વધુ વખત ચૂંટાઈ આવી નથી. દર પાંચ વર્ષે સરકાર બદલવાની પરંપરા રાજસ્થાનમાં ચાલી આવે છે, ત્યારે રાજસ્થાન વિધાનસભાની કુલ 200 બેઠકો છે પણ આ વખત 199 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આજે વહેલી સવારથી જ મતદારોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેમના પુત્ર વૈભવ ગેહલોત પણ મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનમાં 199 બેઠાઓ પર મતદાન શરૂ થઈ ગયું છે ત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને તેમના પુત્ર વૈભવ ગેહલોત પણ મતદાન માટે પહોંચ્યા હતા. મતદાન કરી બહાર આવેલા વૈભવ ગેહલોત કોંગ્રેસના વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, રાજસ્થાનમાં ફરી કોંગ્રેસની સરકાર આવી રહી છે. રાજસ્થાનના રિવાજો બદલાશે. જેના કારણે ભાજપ નર્વસ છે. વૈભવ ગેહલોત વધુમાં કહ્યું કે, ભાજપને ખબર પડી ગઈ છે કે, રાજસ્થાન ભાજપના હાથમાંથી સરકી ગયું છે.
રાજસ્થાનમાં શરૂ થયેલા મતદાનમાં 199 બેઠક પર 1863 જેટલા ઉમેદવારો મેદાનમાં છે અને રાજસ્થાનના 5 કરોડ કરતાં વધુ લોકો રાજસ્થાનનું ભાવિ નક્કી કરવા સજ્જ બન્યા છે, ત્યારે મતદાન મથકો પર 1,70,000 જેટલા સુરક્ષા કર્મચારીઓને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796