Saturday, May 2, 2026
HomeGeneralઆ પ્રોફેસર સાચવે છે પંચાયત: ડો.અંકિતા પટેલ કે જેમણે સરપંચ બનતા પહેલા...

આ પ્રોફેસર સાચવે છે પંચાયત: ડો.અંકિતા પટેલ કે જેમણે સરપંચ બનતા પહેલા ગામની પાણીની સમસ્યા ઉકેલી દીધી

- Advertisement -

દિલીપ ચાવડા (નવજીવન ન્યૂઝ.સુરત): ગ્રામ્ય મહિલા સરપંચ માટે સરપંચ એટલે “સર પંચ નહીં પણ નીચેથી ઊંચે સુધીનું કામ કરે તે સરપંચ” આવી વ્યાખ્યા આપતા ડો. અંકિતાબેન પટેલ કે જેઓ ઓલપાડ તાલુકાના છેવાડાના નાના ગામના સરપંચ છે, જેમણે સરપંચ બનતા પહેલા જ ગ્રામજનોની પીવાના પાણીની સમસ્યાને સાહસે ઉકેલી લોક ચાહના મળેવી, સરપંચ પ્રોફેસર હવે પંચાયતનો વહિવટ કરતા થયા.

- Advertisement -



ઓલપાડનું તાલુકા મથકથી 18 કિલોમીટરના અંતરે આવેલું અને 1200 ની વસ્તી ધરાવતું મલગામા ગામ કે જ્યાંની ગ્રામ પંચાયતમાં વહીવટ કરતા આવેલા પદાહિકારીઓને પાપે ગ્રામજનો લોક ઉપયોગી અને મહત્વની પાયાની સુવિધાના અભાવે પારાવાર મુશ્કેલી વેઠતા આવ્યા હતા. ગ્રામજનો લોક ઉપયોગી અને વિકાસના કામોથી વંચિત રહેવાનું ગામના યુવક કે જે વર્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ મહારાષ્ટ્રના પ્રોડક્ટ મેનેજર હોય તેમને ધ્યાને આવતા તેમણે ગામમાં શિક્ષિત અને જાગૃત સરપંચ ચૂંટાઈ આવે તેવો વિચાર આવતા તેમના ગામમાં સરપંચની ચૂંટણીમાં મહિલા સરંચની બેઠક આવતા તેઓ એ ખુદ પોતાની પત્ની ડો. અંકિતા મહેશભાઈ પટેલ કે જેઓ અંગ્રેજી સાહિત્યમાં મહિલાઓના મનો વિજ્ઞાનના વિષયમાં પી.એચડી થયા છે અને હાલ જેઓ સુરતની ટી.આર.બી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે તેમને ઉતારવાનો નિર્ણય કર્યો.

- Advertisement -

ત્યારે મલગામા ગામમાં સરપંચની ચૂંટણી હતી, ચૂંટણીના થોડા દિવસ પહેલા ગામમા પીવાના પાણીની સમસ્યા ઉભી થઈ હતી. ગામમા પીવાનું પાણી સુરત તાપી નદીથી વરિયાવ જુઠ યોજના થકી આવતું હતુ. કોઈક તકનિકી ખરાબીને લઈને ચાર દિવસથી પાણી ન આવતા ગ્રામજનો મોટી મુશ્કેલીમાં હતા ત્યારે તે વખતના સરપંચે ગ્રામજનોની સમસ્યા ઉકેલવાની વાતે પોતાની જવાબદારીથી હાથ ઊંચા કરી લીધા હતા. ત્યારે આ વાતની જાણ ડો.અંકિતાબેનને થતા તેમણે પતિ મહેશભાઈ પટેલ સાથે મળી ગામના યુવાનોના સહકારે તાબદતોડ મોડી રાત સુધી મહેનત કરી પીવાના પાણી માટે ટેન્કરની સુવિધા થકી ગામમાં પાણી લાવી લોકોના ઘરે ઘરે પાણી પહોંચાડી સરપંચ બનતા પહેલા જ ગ્રામજનોની સમસ્યા ઉકેલતા ગ્રામજનોમાં તેઓ એક મસીહા સાબિત થયા.


- Advertisement -

અંતે ગ્રામજનોનો આગ્રહ અને તેમની લાગણીને માન આપી ગ્રામપંચાયતની ચૂંટણીમાં સરપંચ તરીકે પોતાની દાવેદારી નોંધાવી, સ્વભાવિક રીતે તેઓ બહુમતીએ વિજેતા થયા. મલગામા ગામના ઇતિહાસમાં પ્રથમ વખત શિક્ષિત મહિલા સરપંચ તરીકે ચૂંટાઈ આવતા ગ્રામજનોને પણ તેમની સમસ્યાનો ઉકેલ આવવા સાથે ગામનો સાચો વિકાસ થવાની આશા જાગી.

ડો.અંકિતાબેન પટેલ એ પંચાયતનો સરપંચ તરીકે ચાર્જ સંભાળતા ગામની મુલાકાત લીધી અને તેમના ધ્યાને આવ્યું કે નજીકના ગામમાં કાર્યરત એક કંપની સુરત તાપી નદીથી પાઈપલાઈન થકી પાણી લઈ જતી હોય તે પાઇપલાઇનમાં લીકેજ છે, જેમાંથી મોટાપાયે પાણીનો વ્યય થતો હોય છે. જે પાણી ગ્રામજનો માટે ઉપયોગી બનાવવા નજીકમાં એક તળાવ બનાવી તેમાં પાણીનો સંગ્રહ કરી વેસ્ટ જતું પાણી ગ્રામજનો માટે ઉપયોગી બનાવ્યું હતુ.




સુરતથી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ ફરજ બજાવતા અંકિતાબેન પટેલ એ વહેલી સવારે કોલેજ પર નોકરીએ જઈને બપોરે ઘરે આવી તેમના 5 વર્ષના દીકરાને જમાડી રોજ 1 થી પાંચ એટલે ચાર કલાક જેટલો પંચાયતમાં સમય આપી ગામના વિકાસના અને પંચાયતને લગતા કામો કરે છે. સુરત જિલ્લાની વાત કરીએ તો અંકિતાબેન પટેલ એ આહિના એકમાત્ર સૌથી વધુ શિક્ષિત સરપંચ હોય જેઓ પ્રોફેસરથી કોલેજ અને હવે પંચાયત સાચવી રહ્યા છે.

ગામમાં આરોગ્ય લક્ષી સુવિધા કાર્યરત કરવા કરવા જી રહી છું : ડો. અંકિતા પટેલ

મલગામા ગામમાં પાણીની સમસ્યા સાથે બીજી મહત્વની સમસ્યા એ કે આજદિન સુધી આરોગ્ય લક્ષી કોઈપણ પ્રકારની સુવિધા ન હોય ગ્રામજનોએ બીમાર થતા બીજા ગામમાં અથવા સુરત શહરેમાં સારવાર લેવા જવું પડે છે. ત્યારે ગામમાં આરોગ્ય લક્ષી સુવિધા ઉભી કરવા સુરત શહેરના એક ડોકટરે તૈયારી બતાવતા ગામમાં હંગામી ક્લિનિકની સુવિધા થકી નજીકના દિવસમાં આ સમસ્યાનો પણ ઉકેલ આવી જશે. તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular