નવજીવન ન્યૂઝ.રાજકોટઃ ગુજરાત પોલીસના ઘણા પોલીસ અધિકારીઓ વર્ષે દહાડે બદલીઓ પામતા હોય છે પરંતુ કેટલાક જ અધિકારીઓની છબી અને કામગીરી એવી હોય છે જે લોક માનસમાં ખરા અર્થમાં જગ્યા કરી જાય છે. આવા જ એક પોલીસ અધિકારીની બદલીનો ઓર્ડર થયો અને ધોરાજી તાલુકાના પાટણવાવ ગામના લોકોનું મહેરામણ તેમને વાજતે ગાજતે વિદાય આપવા પહોંચી ગયું.

ધોરાજીના પાટણવાવના પોલીસ સ્ટેશનના પીએસ આઈ વાય બી રાણાને બદલીનો ઓર્ડર થયો હતો. તેઓ પોતાની અહીંની કામગીરી દરમિયાન પોતાના સ્ટાફ અને લોકોના હૃદયમાં જગ્યા બનાવી ચુક્યા હતા. જેનું પરિણામ જ્યારે તેમની વિદાય થઈ ત્યારે જોવા મળ્યું હતું. લોકો તો રડ્યા જ પરંતુ પીએસઆઈ રાણા પણ પોતાના આંસુઓને રોકી શક્યા નહીં. લોકોએ તેમને ખરા અર્થમાં દિલોના રાણા જેવી વિદાય આપી હતી. અહીં અહેવાલના અંતે તે વિદાયના કેટલાક વીડિયો રજુ કરાયા છે આપ જાતે જ જુઓ…
પીએસઆઈ વાય બી રાણા લોકોના દિલોમાં એક રાણાની જેમ વસી ગયા હતા. લોકોએ તેમની વિદાય વખતે ઢોલ વગાડાવડાવ્યા, પોલીસની કારનો શણગાર કર્યો, રૂપિયાની નોટો ઉડાવી અને એથી પણ મોંઘા પોતાના ભાવ આંસુ સાથે રજુ કર્યા અને પીએસઆઈ પોતે પણ ભાવુંક થઈ ગયા. ગામના લોકોએ તેમને પ્રેમ આપ્યો, ગામના વડીલોએ તેમને આશિષ આપ્યા, અહીં વિવિધ જાતિ જ્ઞાતિ અને ધર્મના લોકો તેમને વિદાય આપવા પહોંચ્યા હતા.


![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












