Tuesday, June 30, 2026
HomeGeneralઅરવલ્લી: ઘર આગળ કાર મુકવાના સામાન્ય ઝગડામાં બે યુવકોએ ઝપાઝપી કરી બંદૂક...

અરવલ્લી: ઘર આગળ કાર મુકવાના સામાન્ય ઝગડામાં બે યુવકોએ ઝપાઝપી કરી બંદૂક તાણી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અરવલ્લી : અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા દહેગામડા ગામે એક વ્યક્તિના ઘર આગળ અહીં પ્રસંગમાં આવેલા લોકોએ દરવાજા બહાર ગાડીઓ પાર્ક કરી દેતા ગાડીઓ હટાવવાનું કહેતા પ્રસંગ લઈ બેઠેલા પરિવારે ઝગડો કરી બીભસ્ત ગાળો બોલી તેની સાથે ઝપાઝપી કરી બે યુવકોએ ઉશ્કેરાઈ જઈ બંદૂક તાણતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ મામલો થાળે પાડ્યો હતો. તેમજ અગાઉ જમીન અને રસ્તા અંગેની અદાવત રાખી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભોગ બનનાર ફફડી ઉઠેલા યુવકે શામળાજી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.



- Advertisement -

દહેગામડાના અશ્વિનભાઈ ચીમનભાઈ પટેલના ઘર આગળ દરવાજાને અડીને નટુભાઈ નારાયણ ભાઈ પટેલના સામાજિક પ્રસંગમાં આવેલા લોકોએ ગાડીઓ પાર્ક કરી દેતા અને બીજા દિવસ સુધી ન હટાવતા નટુભાઈ પટેલને દરવાજા આગળ પાર્ક કરેલી ગાડીઓ હટાવવા કહ્યું હતું. આ દરમિયાન નટુભાઈ પટેલ ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી બબાલ કરતા તેમના ઉપરણામાં તેમનો પરિવાર દોડી આવ્યો હતો. તેના પુત્ર અંકુર પટેલ અને તેના પરિવારના અન્ય એક નિકુલ અશોક પટેલે તેમની પાસે રહેલી રિવોલ્વર કાઢી ધમકી આપી અન્ય લોકોએ લાકડીઓ સાથે ધસી આવી હંગામો કરતા તેમજ અગાઉ રસ્તા અને જમીન બાબતે થયેલ ઝગડાની અદાવતમાં ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા અશ્વીન પટેલના પિતા અને આજુબાજુના લોકોએ મામલો શાંત પાડ્યો હતો. બે બે યુવકોએ બંદૂક તણાતાં અશ્વિન પટેલ પારેવાની માફક ફફડી ઉઠ્યા હતા. હુમલા અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા શામળાજી પોલીસે ૭ શખ્સો સામે ઇપીકો કલમ-૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬ (૨) તથા આર્મ્સ એક્ટ અને જીપી એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

કોની કોની સામે ફરિયાદ નોંધાઈ વાંચો આરોપીઓના નામ

૧) નટુ નારાયણભાઈ પટેલ
૨) અંકુર નટુભાઈ પટેલ
૩) વાડી નારાયણભાઈ પટેલ
૪) અશોક નારાયણભાઈ પટેલ
૫) નિકુલ અશોકભાઈ પટેલ
૬) જેકી અશોકભાઈ પટેલ
૭) બંસી નારાયણભાઈ પટેલ (તમામ રહે, દહેગામડા-ભિલોડા)

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular