નવજીવન ન્યૂઝ. દેવભૂમિ દ્વારકા: છેલ્લા ઘણા સમયથી દરિયાકિનારાથી ચરસ, ગાંજા સહિતની ગેરકાયદેસર વસ્તુઓ પકડાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. આ પ્રકારે પાકિસ્તાન જેવા દેશો ભારતમાં માદક પદાર્થો કોઈને કોઈ રીતે ઘુસાડી રહ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા (devbhumi dwarka) જીલ્લાના ઓખા દરિયામાથી (Okha Sea) ઈરાની બોટ (Irani Boat) સાથે ત્રણ ઈરાની વ્યક્તિઓ સાથે બે ભારતીય શકમંદોની ધરપકડ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, દેવભૂમિ દ્વારકાના ઓખા પાસેના દરિયામાંથી ત્રણ શકમંદ ઈરાનીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્રણ ઈરાની વ્યક્તિઓ પાસે એક ઈરાની બોટ પણ ઝડપી લેવામાં આવી છે. મોડી રાત્રે બોટ સાથે ઈરાનીઓને ઓખા ખાતે લાવવામાં આવ્યા હતા. પકડાયેલા ત્રણેય ઈરાની આરોપીઓ પાસેથી સેટેલાઈટ ફોન, માદક પદાર્થ, 2,50,000 જેટલી ઈરાની કરન્સી, લેપટોપ, સીમકાર્ડ જેવી વસ્તુઓ મળી આવી છે. આરોપીઓ પાસેથી સેટેલાઈટ ફોનને લઈ વિવિધ એજન્સીઓ તપાસમાં જોતરાઈ છે.
એલસીબી, એસઓજી, મરીન પોલીસ તથા સુરક્ષા એજન્સીઓએ મામલાને લઈ તપસ હાથ ધરી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ જીલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાલ તપાસ એજન્સીઓ દ્વારા ઈરાની આરોપીઓ જાશેમ સ.ફ અલી ઇશાક બલુચી અને અમીરહુશેન અલી શાહકરમ બલુચી ઓખાના દરિયામાં કેમ આવ્યા છે, તેઓ શું કરવા જઈ રહ્યા હતા તથા તેમની સાથે રહેલા ભારતીય શકમંદો સાથે પરિચય કેવી રીતે થયો, ભારતીય શકમંદો સાથે શું કરવાનું આયોજન હતું તે અંગેની તપાસ એજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796