Thursday, April 24, 2025
HomeSeriesDeewal SeriesDCP સિન્હાએ ચાંદ ને CCTV ફુટેઝ બતાવ્યા અને તેના ચહેરા ઉપરનું નુર...

DCP સિન્હાએ ચાંદ ને CCTV ફુટેઝ બતાવ્યા અને તેના ચહેરા ઉપરનું નુર ઉડી ગયુ

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-51 દીવાલ) : રાતના સાડા 12 થઈ રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં સન્નાટો હતો. મોટાભાગના ઈન્સપેક્ટર્સ અને તેમના સ્ટાફને ઘરે જતા રહેવાની ડીસીપી DCP એ સુચના આપી હતી. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની બહાર SRP ના જવાનો પોતાની શિફ્ટ પ્રમાણે નોકરી ઉપર હાજર હતા. ડીસીપી સિન્હા DCP Sinha ની ઓફિસની બહાર તેમનો કમાન્ડો, વાયરલેસ ઓપરેટર અને ડ્રાઈવર ગપ્પા મારી રહ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં નાઈટ ડ્યુટી સ્ટાફ સિવાય કોઈ ન્હોતુ પણ ડીસીપી DCP સિન્હા અને ઈન્સપેક્ટર જાડેજા Jadeja હજી કંઈક કામ કરી રહ્યા હતા. જાડેજા Jadeja ડીસીપી DCP ની ચેમ્બરમાંથી બહાર નિકળ્યા અને કમાન્ડોને કહ્યુ લોકઅપમાંથી ચાંદ Chand ને લઈ આવવાનું કહો, કમાન્ડો દોડતો લોકઅપ Lockup તરફ ગયો, ત્યા રહેલા કોન્સ્ટેબલોને પણ ઉંઘ આવવાની શરૂઆત થઈ હતી. તેમની આંખો પણ મિંચાઈ જતી હતી, જયારે તેમની આંખ ખુલે ત્યારે ચાંદ Chand ઉભો છે કે નહીં અને તેની આંખો ખુલ્લી છે કે તે જોઈ લેતા હતા.



કમાન્ડોએ તેમને સુચના આપી કે ડીસીપી DCP સાહેબ પાસે ચાંદ Chand ને લઈ આવો. પોલીસવાળા ચાંદ Chand ને લઈ ડીસીપી DCP ની ચેમ્બરમાં દાખલ થયા. ડીસીપી સિન્હા DCP Sinha ઉભા ઉભા સિગરેટ Cigarettes પી રહ્યા હતા. ચાંદ Chand ને જોતા સિન્હા Sinha ના ચહેરા ઉપર એક લુચ્ચુ હાસ્ય આવ્યુ, ચાંદ Chand આવીને ઉભો રહ્યો, સિન્હા Sinha એ આંખના ઈશારે પોલીસવાળોને બહાર જવાની સુચના આપી. પોલીસવાળા બહાર જતા રહ્યા, ચાંદ Chand ટેબલની સામે એકલો જ ઉભો હતો. જાડેજા Jadeja ખુરશીમાં બેઠા હતા, તે ઉંઘુ ફરી ચાંદ Chand ને જોઈ રહ્યા હતા, ડીસીપી DCP એ ઉભા ઉભા એસ્ટ્રેમાં સિગરેટ Cigarettes ઓલવી, તે ચાંદ Chand ની પાસે આવ્યા, તેમણે તેની જાંગ પાસે હાથ લાવી જાંગને જોરથી દબાવી. ચાંદ Chand ના મોઢામાંથી ચીસ નિકળી. સિન્હા Sinha એ પુછ્યુ દર્દ હોતા હૈ? ચાંદે Chand માથુ હલાવી હા પાડી. સિન્હા Sinha એ ચાંદ Chand ની આસપાસ ગોળ ફર્યા અને તેના ચહેરાની સામે આવી પુછ્યુ ચાંદ Chand જો જાનતે હો વહ અભી બતાદો, તુમ્હે ભી પરેશાન હોતી હોગી ઔર હમે ભી પરેશાન કરતે હો. ચાંદ Chand ની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા, ડીસીપી DCP તેની સામે જોવા લાગ્યા, પણ કંઈ બોલ્યા નહીં. ચાંદે Chand પોતાના શર્ટની બાયથી આંખો સાફ કરતા કહ્યુ સર સચ બોલ રહા હું મે કુછ જાનતા હી નહીં તો ક્યા બતાઉ, ડીસીપી DCP એ જાડેજા Jadeja સામે જોયુ અને કહ્યુ જાડેજા Jadeja આનો ચહેરો જોઈ કોઈ પણ થાપ ખાઈ જાય, ફેસવેલ્યુ પ્રમાણે તો આપણે આને છોડી દેવો જોઈએ, સારો એક્ટર છે.

ડીસીપી સિન્હા DCP Sinha પોતાની ખુરશીમાં જઈ બેઠા, ચાંદ Chand સામે જોયુ, પછી કહ્યુ ચલ તુ કુછ નહીં જાનતા હૈ, માન લેતા હું, લેકીન હમ ક્યા ક્યા જાનતે હૈ, વો તુમ્હે બતાદે, તુમ્હે લગતા હૈ હમ તુમ્હારે બારે મેં કુછ નહીં જાનતે. ચાંદ Chand કંઈ બોલ્યો નહીં, તેના પગ દુખી રહ્યા હતા માટે તે થોડી થોડી વારે શરીરનું વજન એક પગ ઉપરથી બીજા પગ ઉપર છોડી રહ્યો હતા. ડીસીપી DCP એ તેના પગ સામે જોયુ અને કહ્યુ પૈરો મેં દર્દ હોતા હૈના.. ચાંદે Chand માથુ હલાવી હા પાડી. ડીસીપી DCP એ કહ્યુ એક કામ કરો નીચે બેઠ જાઓ, ચાંદ Chand મુંઝાઈ ગયો. સિન્હા Sinha એ ફરી કહ્યુ કોઈ બાત નહીં બેઠ જાઓ, ચાંદ Chand જમીન ઉપર પલાઠીવાળી બેઠો. ડીસીપી DCP હસ્યા અને કહ્યુ ચાંદ Chand અબ હમ તુમ્હે એક અચ્છી ફિલ્મ દિખાતે હૈ, ફિલ્મ દેખને કે બાદ તુમ બતાના કૈસી રહી ફિલ્મ.. જાડેજા Jadeja હજી ચાંદ Chand સામે જોઈ રહ્યા હતા તે ચાંદ Chand ના હાવભાવ જોઈ રહ્યા હતા. ડીસીપી DCP એ પોતાનું પીસી ચાલુ કર્યુ અને તેનું મોનીટર ચાંદ Chand સ્ક્રીન જોઈ શકે તેવી રીતે ફેરવ્યુ.



ડીસીપી DCP એ સ્ટાર્ટ આપી, તે પોતાની ખુરશીમાંથી ઉઠી સામેની તરફ આવી ગયા. ચાંદ Chand સ્ક્રીન સામે જોવા લાગ્યો, તેના ચહેરા ઉપરનું નુર ઉડવા લાગ્યુ, તેનો ચહેરો જોઈ ડીસીપી DCP અને જાડેજા Jadeja એકબીજા સામે જોઈ હસી રહ્યા હતા. ચાંદ Chand જે જોઈ રહ્યો હતો તે જુહાપુરા Juhapura અંબર ટાવર Amber Tower ની મસ્જિદ બહાર લાગેલા CCTVના ફુટેજ Footage હતા, જેમાં ચાંદ Chand અને પરવેઝ Pervez મસ્જિદમાં સાથે જતા સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા. અડધો કલાક પછી પરવેઝ Pervez અને ચાંદ Chand સાથે બહાર નિકળે છે અને ત્યાં પરવેઝ Pervez ને ગળે મળી તેનાથી છુટો પડે છે. ડીસીપી DCP ની સિન્હા Sinha ની એરકંડીશન ઓફિસમાં ચાંદ Chand ને રીતસર પરસેવો થવા લાગ્યો હતો. ફુટેજ પુરા થતાં ડીસીપી DCP એ એક ખુરશી ખેંચી અને ચાંદ Chand ની બાજુમાં ખુરશી નાખી બેઠા. તેમણે ચાંદ Chand ના ખભે હાથ મુકતા કહ્યુ ચાંદ Chand બતાઓ ફિલ્મ કૈસી થી, ચાંદ Chand જમીન તરફ જોવા લાગ્યો. પરવેઝે Pervez જે નિવેદન આપ્યુ હતું તે સાચુ હતું ચાંદ Chand સીમકાર્ડ લેવા પરવેઝ Pervez ની દુકાને ગયો હતો અને ત્યાંથી તેઓ નમાઝ પઢવા પણ સાથે ગયા હતા. ચાંદ Chand નું કહેવુ હતું કે પરવેઝ Pervez ની કોઈ ગેરસમજ થાય છે કારણ તે તો અમદાવાદ Ahmedabad ક્યારેય આવ્યો જ નથી.

- Advertisement -

ડીસીપી DCP ચાંદ Chand ના માથાના વાળ પકડી હલાવી નાખતા કહ્યુ તુમ કભી અમદાવાદ Ahmedabad નહી આયા થા અને ચાંદ Chand ના ચહેરા ઉપર એક તમાચો ઠોકી દેતા કહ્યુ સાલે ક્યારે ગરીબો કો માર તે હો ઈસ્લામ કે નામ પે.. ચાંદ Chand ધ્રસુકે ધ્રસકે રડવા લાગ્યો. ડીસીપી DCP ઉભા થઈ સિગરેટ Cigarettes લઈ બારીમાં ગયા અને સીગરેટ Cigarettes પીવા લાગ્યા, તે ખુબ ગુસ્સામાં હતા. અડધી સિગરેટ Cigarettes પુરી થઈ એટલે તેમણે જાડેજા Jadeja ને ચાંદ Chand તરફ ઈશારો કરતા કહ્યુ જાડેજા Jadeja તમે પેલા સાથે વાત કરો મારા હાથે તેનુ મર્ડર થઈ જશે. જાડેજા Jadeja એ પોતાની ખુરશી ચાંદ Chand પાસે લીધી અને પુછ્યુ તુને વીડિયો Video દેખા, અબ બતાઓ તુમ અમદાવાદ Ahmedabad કબ આયે થે? ચાંદ Chand પાસે હવે સાચુ બોલવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો, તેણે માંડીને વાત શરૂ કરતા કહ્યુ મેં યુનુસ Yunus કે સાથે 2 મહિને પહેલા અમદાવાદ Ahmedabad આયે થે, હમ પહેલીબાર મેજર સાબ કો અમદાવાદ મેં મીલે, મેજર શબ્દ કાને પડતા ડીસીપી DCP એ તરત ચાંદ Chand સામે જોયુ.



ચાંદ Chand સમજી ગયો કે મેજર શબ્દ આ બધા માટે અજાણ્યો છે, ચાંદે Chand ફોડ પાડતા કહ્યુ હમ મહંમદભાઈ Muhamadbhai કો મેજર બોલતે હૈ, હમ એક સપ્તાહ શહર મેં રહે થે, હમ હમારે કામ મેં અમદાવાદ Ahmedabad કે ગુજરાતી છોકરો કે લેના ચાહતે થૈ, લેકીન કોઈ ઢંગકા છોકરા હમે નહીં મીલા જો કામ કરને કો તૈયાર હો, વો હમે પસંદ નહીં આયે, હમે અમદાવાદ Ahmedabad મે નસીરૂદ્દીન Naseeruddin સાહબને ઘુમાયા થા, ઉનકો યહા લોગ ઈજ્જત સે દેખતે હૈ, નસીરૂદ્દીન Naseeruddin સાહબને બતાયા કી યહા કી હર ચીજ કા ઈંતઝામ વો કર દેગેં, એક હપ્તે કે બાદ હમ હૈદરાબાદ Hyderabad ચલે ગયે ઔર મેજર ઔર યુનુસ ભોપાલ Bhopal ચલે ગયે. મેજરને બતાયા થા કી ગુજરાત કે લડકો કે સાથ હમે કામ નહીં કરના હૈ. ગુજરાતી કમજોર હોતે હે, 2002 કે દંગો મેં ઈતની માર ખાને કે બાદ ભી વો લડને કો તૈયાર નહીં હુવે. મેજરને કહા આદમીઓ કા ઈંતઝામ વો કર દેગે, અબ દુસરા હુકમ હોગા તબ તુ અમદાવાદ Ahmedabad આ જાના, બ્લાસ્ટ Blast કે એક હપ્તે પહેલે મેજર કા ફોન આયા ઔર કહા હૈદરાબાદ Hyderabad કા દાનીશ Danis નામ કા એક લડકા હૈ, ઉસકે સાથ તુમ અમદાવાદ આ જાઓ, ઔર મેં દાનીશ Danis કે સાથે અમદાવાદ Ahmedabad આ ગયા, મેં દાનીશ Danis કો પહેલે મીલા નહીં થાં, લેકીન યહાં આને કે બાદ પતા ચલા કી દાનીશ Danis પહેલે કોઈ કામ કે સીલસીલે અમદાવાદ આતા જાતા થાં, વો નસીરૂદ્દીન Naseeruddin સાહબ તો અચ્છી તરહ જાનતા હૈ.

(ક્રમશ:)

PART – 50 | PI જાડેજા ચેમ્બર આવ્યા અને સિન્હા સામે પેન ડ્રાઇવ મુક્તા કહ્યુ સર મસ્ઝિદના CCTV ટીવી ફુટેઝ છે

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular