Wednesday, February 18, 2026
HomeSeriesDeewal SeriesDCPએ બાઈક રોકી ટ્રાફિક કોન્સ્ટેબલને પુછ્યુ સાબ લો ગાર્ડન જાના હે. કોન્સ્ટેબલે...

DCPએ બાઈક રોકી ટ્રાફિક કોન્સ્ટેબલને પુછ્યુ સાબ લો ગાર્ડન જાના હે. કોન્સ્ટેબલે ઇશારો કરી રસ્તો બતાવ્યો

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-28 દિવાલ): ડીસીપી એચ. કે. સિન્હા DCP HK Sinha પાલડી Paldi ચાર રસ્તા વટાવી જલામરામ મંદિર તરફ જઈ રહ્યા હતા. આજે પોતે મોટર સાયકલ Bike ચલાવી રહ્યા હતા તેના કારણે તેનો રોમાંચ જ કંઈક જુદો હતો. હજી 12મું ધોરણ પાસ કર્યા પછી પહેલી વખત પપ્પાએ બાઈક આપી હોય તેવુ લાગી રહ્યુ હતું. જો કે ક્યારેક વચ્ચે અચાનક કોઈ આવી જાય ત્યારે તેમને લાગતુ કે તેમનો ડ્રાઈવર કઈ રીતે આવા ટ્રાફિકમાં કાર ચલાવતો હશે? ડીસીપી DCP જલારામ મંદિરનું રેલવે ક્રોસિંગ ક્રોસ કરી સીધા નિકળ્યા, તેમણ આજુબાજુના રસ્તાઓ અને મકાનો જોઈ ખાતરી કરી કે રસ્તા લો ગાર્ડન Law Garden તરફ જ જઈ રહ્યો છે ને, છતાં મનમાં શંકા થઈ રહી હતી. સરકારી ગાડીમાં તો ડ્રાઈવરને બધા જ રસ્તાની ખબર હતી, તેને માત્ર જગ્યાનું નામ આપો અને બસ ગાડી ત્યાં જ ઉભી રહેતી હતી. જલારામ મંદિર પછીના ચાર રસ્તા ઉપર ટ્રાફિક પોલીસવાળા તો ઉભો હતા પણ ટ્રાફિક લાલ-લીલી લાઈટ જોયા વગર પોતાની ઈચ્છા પ્રમાણે જઈ રહ્યો હતો.



સવારના 8 વાગ્યાથી નોકરી ઉપર ચઢેલો ટ્રાફિક કોન્સ્ટેબલ Traffic constable પણ પોતાની હાજરી પોઈન્ટ ઉપર છે તેવુ બતાડવા માટે 4 રસ્તા પાસે ખુણા પર શેરડીના સંચાવાળાની ખુરશી ઉપર બેસી રહ્યો હતો. તેને જોતા ડીસીપી DCP એ ટ્રાફિક કોન્સ્ટેબલ પાસે જઈ બાઈકની બ્રેક મારી પુછ્યુ સાબ લો ગાર્ડન જાના હૈ, કોન્સ્ટેબલે હાથનો ઈશારો કરી સીધા જાવ, ફરી ડીસીપી DCP સીધા જવા લાગ્યા. ફરી એક ચાર રસ્તા આવ્યા જ્યા ખુણામાં લખ્યુ હતુ રવિશંકર મહારાજ ગેલેરી Ravishankar Maharaj Gallery, એકાદ બે વખત ડીસીપી DCP એ ડોકી ફેરવી રસ્તાની ખાતરી કરી તેમને લાગ્યુ કે બરાબર કદાચ લો ગાર્ડન Law Garden આવી ગયુ છે પણ 100 મીટર આગળ જતા એક બગીચો દેખાયો, હાશ આવી ગયા, તેથી તેઓ થોડાક આગળ ગયા ત્યા તેમના ડાબા હાથે જીએલએસ લો કોલેજ GLS Law College નું બિલ્ડિંગ અને બોર્ડ જોયુ. તેની સાથે બ્રેક કરી બાઈક સાઈડમાં લીધુ અને બાઈક ઉપર બેઠા બેઠા આગળ પાછળ, ડાબે જમણે બધે જોયુ પણ રીઝવાન Rizwan ક્યાંય દેખાયો નહીં.

ડીસીપી DCP બાઈક પરથી ઉતર્યા અને બાઈક Bike સ્ટેન્ડ કરવા લાગ્યા પણ પહેલા તો સ્ટેન્ડ ક્યા છે તે જ દેખાતુ ન હતુ, જો કે પછી સ્ટેન્ડ મળી ગયુ, આવુ બધુ લાંબા સમયથી થઈ રહ્યુ હતું અને આટલા માનસિક દબાણ વચ્ચે પણ તેમને પોતાની ઉપર હસવુ આવતુ હતું. બાઈક Bike સ્ટેન્ડ કરી તે સીટ ઉપર બેસવા ગયા ત્યારે તેમણે જોયુ તો આજુબાજુ ઘણા કોલેજ College ના છોકરા છોકરી મસ્તી કરી રહ્યા હતા. તેમને લાગ્યુ કે આ જિંદગી કેટલી સારી છે. સીટ ઉપર બેસી તેમણે શર્ટના ઉપરના ખીસ્સામાં રહેલો ફોન કાઢ્યો અને રીઝવાન Rizwan ને જોડ્યો એક રીંગ 2 રીંગ 3 રીંગ અને રીંગ જતી રહી, રીઝવાન Rizwan ફોન કેમ ઉપાડતો નથી. કંઈક લોચો તો નથી પડ્યો તેવા વિચાર આવવા લાગ્યા, આખી રીંગ પુરી થઈ ગઈ. ડીસીપી DCP વિચાર કરવા લાગ્યા જિંદગીમાં પોલીસ Police માં આવ્યા પછી પહેલી વખત બાઈક ઉપર નિકળ્યો અને આજે જ આ પહેલુ કામ પણ થશે નહીં, પણ ત્યાં જ ડીસીપી DCP ના ફોન ઉપર રીંગ આવી તેમણે સ્ક્રીન ઉપર જોયુ તો રીઝવાન Rizwan જ હતો.



ડીસીપી DCP ફોન ઉપાડતા પુછ્યુ અરે ભાઈ રીઝવાન Rizwan કહો, અરે મે ભી લો ગાર્ડન Law Garden હી ખડા હું, પછી પોતાની આસપાસ જોઈ કહ્યુ દેખો મે કોલેજ કે બહાર ખડા હું, મેરી બગલ મેં એક સેન્ડવીચ કા લારી હૈ, ક્યા નામ ઉસકા બોલી તેમણે લારીના બોર્ડ ઉપર નામ વાંચવાનો પ્રયાસ કર્યો, પછી કહ્યુ કર્ણાવતી કચ્છી દાબેલી Karnavati Kutchi Dabeli લીખા હૈ. અને તેમણે ફોન મુક્યો. બીજી જ મિનિટે રીઝાવાન Rizwan દોડતો આવ્યો, તે પણ ડીસીપી DCP ની રાહ જોઈ રહ્યો હતો. પણ રીઝવાને Rizwan બાઈકની સીટ ઉપર બેઠેલા ડીસીપી DCP ને જોતા તે બોલ્યો. ઓ સાબ યહ ક્યા, કહી તે હસવા લાગ્યો. તે માની શકતો ન્હોતો કે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના ડીસીપી DCP એકલા અને તે પણ બાઈક ઉપર આવે. ડીસીપી DCP પણ હસી પડ્યા, ડીસીપી DCP એ કહ્યુ રીઝવાન Rizwan તુ ક્રાઈમ બ્રાન્ચ Crime Branchઆના નહીં ચાહતા, હા તુઝે સબ જાનતે ભી, ઔર આજકલ તો તેરી જમાતવાલે કાફી લોગો કો હમ લેકે આતે હૈ, ઈસીલીય મેં હી ચલા આયા. રીઝવાન Rizwan બાઈક સામે જોઈ રહ્યો હતો. ડીસીપી સિન્હા DCP Sinha એ કહ્યુ મેરે કોન્સ્ટેબલ કા હૈ, લેકીન આજ બાઈક ચલાને કા બડા મઝા આયા. પછી તરત યાદ આવ્યુ તેમ કહ્યુ ચલ બતા ક્યા બાત હૈ, રીઝવા Rizwan ને વાત શરૂ કરતા દીવાલને અડી આવેલી ચ્હાની લારી તરફ ઈશારો કરતા કહ્યુ સાબ એકાદ ચાઈ ભી હો જાય. ડીસીપી DCP એ હા પાડી, તે બાઈક ઉપરથી ઉતરી કિટલી તરફ ચાલતા ગયા. રીઝવાન Rizwan દોડતો ગયો અને લારીની આસપાસ પડેલા નાની સાઈઝના પીપડા જેને રોડ સાઈડ બેઠક તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો તે લઈ આવ્યો.

- Advertisement -

એક તેણે બેસવા માટે ડીસીપી DCP ને આપ્યુ અને બીજા ઉપર પોતે બેસતા પહેલા તેણે ચ્હાની લારીવાળાને બે કટીંગનો ઈશારો કર્યો, તે થોડો ડીસીપી DCP તરફ આગળ વધ્યો, આજુબાજુ જોયુ અને પછી કહ્યુ સાબ આપને જો કામ દીયા થા, વો આસાન નહીં હૈ. ડીસીપી DCP ને ખબર હતી કે તમામ બાતમીદાર પોતાનું મહત્વ વધારવા માટે આ પ્રકારે જ વાતની શરૂઆત કરે. જો કે આ વખતે રીઝવાન Rizwan જે કહી રહ્યો હતો તે વાત પણ સાચી હતી. બોમ્બ બ્લાસ્ટની એક પણ નાની માહિતી મહત્વની સાબિત થવાની હતી. રીઝવાન Rizwan ડીસીપી DCP નો બાતમીદાર Informant હતો, ઘણી વખત તેણે દારૂ-જુગાર જેવી માહિતી ડીસીપી DCP ને આપી હતી. જો કે ડીસીપી DCP ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં આવ્યા ત્યારે તેમને દારૂ-જુગારના અડ્ડાઓ ઉપર રેડ પાડતી વખતે બહુ થ્રીલ મળતી હતી પણ પછી સમજાયુ કે દારૂ-જુગાર Alcohol-gambling ના અડ્ડા ઉપર તો સામાન્ય હેડ કોન્સ્ટેબલ પણ રેડ કરી શકે તેમા કંઈ બહાદુરી પણ નથી.



જેસીપી વિવેક ગૌડ JCP Vivek Gowd કહેતા કે દારૂ-જુગાર તો રામાયણ-મહાભારત કાલ સે ચલતા આયા હૈ, આપ ઉસે રોક નહીં શકતે, હા હમે ઉસે ચલને નહીં દેના હૈ, લેકીન પોલીસીંગ કા મતલબ સીર્ફ પ્રોહિબીશન ગેમલીંગ નહીં હૈ. જેસીપી JCP ની વાત પછી ડીસીપી DCP એ દારૂ-જુગારની રેડમાં જવાનું બંધ કી દીધુ હતુ, જો કે બાતમીદાર Informant તરીકે દર મહિને રીઝવાન Rizwan નાની મોટી રકમ ડીસીપી DCP પાસેથી લઈ જતો હતો. ડીસીપી DCP એ રીઝવાન Rizwan જેવા 4-5 બાતમીદારોને આ કામ સોંપ્યુ હતું. રીઝવા Rizwan ને વાત શરૂ કરી ત્યારે ચ્હા આપવા ટેણીયો આવ્યો એટલે ડીસીપી DCp એ રીઝવાનRizwan ના ઘુંટણ ઉપર હાથ મુકી તેને વાત કરતા રોકયો. પ્લાસ્ટીકના કપમાં ચ્હા આવી, ચ્હા પણ ચરણામૃત જેટલી જ હતી, ડીસીપી DCP એ પહેલા ચ્હાના કપ સામે જોયુ અને એક ચુસકી મારી જમીન ઉપર ચ્હાનો કપ મુક્યો. રીઝવાને Rizwan વાતની શરૂઆત કરી ત્યારે ડીસીપી DCP એ પોતાનો મોબાઈલ ફોન Mobile Phone કાઢ્યો અને કોઈને મેસેજ કરવાની શરૂઆત કરી, રીઝવાની Rizwan વાત ચાલુ કરી અને ડીસીપી DCP ના મેસેજ ચાલુ હતું., જો કે ડીસીપી DCP ના કાન તો રીઝવાન Rizwan ની વાત જ સાંભળી રહ્યા. ડીસીપી DCP એ મેસેજમાં લખ્યુ આજ સુબહ જો હુવા ઉસકે લીયે સોરી, અડધી મિનીટ પછી વળતો મેસેજ આવ્યો કોઈ બાત નહીં, આપ ચિંતા મત કરના મેં ઉસે હોસ્પિટલ Hospital લેકે ગઈ થી, અબ અચ્છા હૈ, બુખાર ઉતર ગયા, આપ કામ પે ધ્યાન દો મે અખબાર મેં આપકી ફોટો દેખના ચાહતી હું, ડીસીપી DCP એ લખ્યુ love u, સામેથી તરત જવાબ આવ્યુ 2..3..4 મેસેજ વાંચી ડીસીપી DCP હસ્યા અને ફોન ખીસ્સામાં મુકી તેમણે રીઝવાન Rizwan સામે જોયુ.

(ક્રમશ:)

PART – 27 | ગૌડ માની રહ્યા હતા કે કાર ચોર સુધી પહોચી જઇ તો આતંકિ સુધી પણ પહોચી જવાય

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular