Sunday, May 31, 2026
HomeSeriesDeewal Seriesટેલીવીઝન ચેનલોને એક મૅઇલ આવ્યો ત્યાર રહો અને તાકાત હોય તો શોધી...

ટેલીવીઝન ચેનલોને એક મૅઇલ આવ્યો ત્યાર રહો અને તાકાત હોય તો શોધી લેજો

- Advertisement -

પ્રશાંત દયાળ (ભાગ-24 દિવાલ) : ટેલીવીઝન Television ચેનલોને એક મેઈલ મળ્યો, તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમદાવાદ Ahmedabad માં બોમ્બ Bombs ધડાકા અમે કર્યા છે, 2002નો બદલો લીધો છે, હજી પણ બદલો લેતા રહીશું, તાકાત હોય તો શોધી લેજો. આ મેઈલને કારણે પોલીસ સામે મોટો પડકાર ઊભો થયો હતો. પોલીસના સાયબર એકસપર્ટ Cyber ​​Expert ટેલીવીઝન Television ચેનલોને મળેલો મેઈલ કયાંથી જનરેટ થયો છે, તેની તપાસમાં લાગી ગયા હતા. અમદાવાદ Ahmedabad માં બોમ્બ Bombs ફોડનાર પોલીસને ખુલ્લી ધમકી આપી રહ્યા હતા, કારણ તેમને ભરોસો હતો કે પોલીસ તેમના સુધી પહોંચી શકશે નહીં. ગુજરાત Gujarat માં આ પ્રકારને બોમ્બ Bombs ધડાકાની પહેલી ઘટના હતી, જેની વિનાશકતા વધારે હતી. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ની એક ટીમ અને ફોરેનસીક Forensic અધિકારીઓ જયાં પણ બોમ્બ Bombs ફુટયા હતા તે સ્થળે જઈ સેમ્પલ લઈ રહ્યા હતા.



જ્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ Ahmedabad Civil Hospital માં બ્લાસ્ટ થયો તેવો જ બીજો બ્લાસ્ટ મણિનગર એલ જી હોસ્પિટલ LG Hospital ના પાર્કિગમાં મુકવામાં આવેલી કારમાં પણ થયો હતો. આમ જેમણે પણ અમદાવાદ Ahmedabad માં બોમ્બ Bombs ધડાકા કર્યા તેમનું પ્લાનીંગ ખુબ મજબુત હતું, પહેલા તેમણે અમદાવાદ Ahmedabad ના ભરચક 19 વિસ્તારમાં બોમ્બ Bombs ફોડયા હતા, તેમને અમદાવાદ Ahmedabad ની ભુગોળની પણ ખબર હતી કે ઘાયલો કઈ હોસ્પિટલ Hospital માં જશે અને જ્યારે ઘાયલો સરકારી હોસ્પિટલમાં પહોંચે ત્યારે ત્યાં પણ 2 કારમાં બોમ્બ Bombs મુકવામાં આવ્યા હતા. ધીરે ધીરે મરણનો આંક વધી રહ્યો હતો, ઘાયલો એટલી ગંભીર રીતે ઘવાયા હતા કે ડૉકટરો હારી રહ્યા હતા અને મોત જીતી રહ્યુ હતું.

ફોરેનસીક Forensic અધિકારીઓએ ઘટના સ્થળેથી જે સેમ્પલ લીધા હતા, તેમના મત પ્રમાણે બોમ્બમાં એમોનીયમ નાઈટ્રેડ Ammonium nitrate નો ઉપયોગ થયો હતો. આ પહેલા ક્યારેય નાઈટ્રેડનો ઉપર આતંકવાદી Terrorist ઓએ કર્યો ન્હોતો. બોમ્બની સાથે ટાઈમર પણ ફીટ કરવામાંઆવ્યું હતું, જેના કારણે બોમ્બ Bombs મુકનારને કોઈ નુકશાન થાય નહીં. તમામ સ્થળે એક સરખા જ બોમ્બ Bombs હતા, એમોનીઈમ નાઈટ્રેડ Ammonium nitrate માં સ્પાર્ક થાય તો તે ફાટે તે માટે પેનસીલ સેલ અને ટાઈમરનો ઉપયોગ થયો હતો, જ્યારે નાઈટ્રેડમાં બ્લાસ્ટ થાય ત્યારે તેની વિનાશકતા વધારવા માટે તેની સાથે સાયકલમાં બેરીંગ તરીકે ઉપયોગ લેવામાં આવતા છરા અને ખીલ્લીઓ પણ ઠાંસીને ભરવામાં આવી હતી, એટલે જ્યારે બ્લાસ્ટ થાય અને તેની સાથે છરા અને ખીલ્લીઓ ઉડે તે આસપાસના લોકોમાં એવી ઘુસી જાય કે તેમનો જીવ જતો રહે, બીજી એક ખાસ બાબત પોલીસના ધ્યાનમાં આવી કે શહેરમાં જયાં પણ બ્લાસ્ટ Blast થયા, તે બધા સાયકલની કેરીયર અથવા હેન્ડમાં ભરાવેલી થેલીમાં બોમ્બ Bombs મુકવામાં આવ્યો હતો, એટલે પોલીસની એક ટીમ આ સાયકલો કયાંથી ખરીદવામાં આવે તેની તપાસમાં લાગી ગઈ હતી.



પોલીસ ઉપર દબાણ વધી ગયું હતું અને ઈન્ટેલીઝન્સ બ્યુરો IB ની નિષ્ફળતા બહાર આવી હતી. કારણ કે, સ્ટેટ અને સેન્ટ્રલ ઈન્ટેલીઝન્સબ્યુરો IB ને આવું કઈ થઈ શકે તેની ગંધ સુધ્ધા આવી ન્હોતી, પોલીસ માટે કેસ ઉકેલવાનું કામ ઘાસની ગંજીમાં સોય શોધવા જેટલુ મુશ્કેલ હતું. સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓએ મોડી રાતે એક પછી એક ગુના નોંધવાની શરૂઆત કરી હતી, બીજી બાજુ ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં મિટીંગોનો દૌર શરૂ થયો હતો. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના જોઈન્ટ પોલીસ કમિશનર વિવેક ગૌડ JPC Vivek Gowd અને ડેપ્યુટી પોલીસ કમિશનર એચ કે સિન્હા DCP HK Sinha એ પોતાના તમામ પોલીસ અધિકારીઓને બોલાવી કેસનું બ્રીફીંગ આપવાની શરૂઆત કરી હતી. હજી સુધી ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ના પોલીસ અધિકારીઓનો આ પ્રકારના કેસનો સામનો કરવાનો વખત આવ્યો ન્હોતો જેના કારણે કેવી રીતે અને કઈ દિશામાં કામ કરવુ જોઈએ તેનું માર્ગદર્શન આપવા માટે આ મિટીંગ બોલાવવામાં આવી હતી.

- Advertisement -

ડીસીપી સિન્હા DCP Sinha તમામ બ્લાસ્ટ સ્પોટના ફોરેનસીક Forensic અધિકારીઓની સાથે મુલાકાત લઈ આવ્યા હતા, જેના કારણે ક્યારે શું બન્યુ અને કેવા પ્રકારનો બ્લાસ્ટ હતો, તેની બધી જ જાણકારી તેમની પાસે હતી, રાતના 12 વાગ્યા હતા, જ્યારે મોટા ભાગનું અમદાવાદ Ahmedabad શહેર પોતાની પથારીમાં સુઈ ગયુ હતું, ત્યારે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં મિટીંગ શરૂ થઈ હતી. જેસીપી વિવેક ગૌડ JPC Gowd વધુ ચિંતીત જણાતા હતા, કારણ કે મુખ્યમંત્રી CM ઓફિસમાંથી તેમને હમણાં સુધી 3 વખત ફોન આવી ગયા હતા. મુખ્યમંત્રી જાણવા માગતા હતા કે બોમ્બ Bombs બ્લાસ્ટ કરનાર કોણ હતા, તેની કોઈ જાણકારી મળી છે કે નહીં, પણ ગૌડ Gowd ને ખબર હતી કે આ કઈ ચ્હા મસકાબન ખાવા જેટલુ સહેલુ કામ નથી, જો ક્રાઈમ બ્રાન્ચ Crime Branch ને પહેલાથી બ્લાસ્ટ કરનારના નામની ખબર હોત તો બ્લાસ્ટ કેવી રીતે થયા હોત? જો કે આ પ્રકારના દબાણ સહન કરવાની ગૌડ Gowd ને આદત હતી.



પણ આ મામલો થોડો ગંભીર હતો. તેમના મનમાં હતું કે ખરેખર આ કેસનો ક્રાઈમ બ્રાન્ચ Crime Branch પહોંચી વળશે નહીં. મિટીંગમાં ડીસીપી સિન્હા DCP Sinha એ પહેલા ગૌડ Gowd સર સામે જોયું અને પછી બ્રીફીંગ આપવાની શરૂ કરતા કહ્યું તમામ 19 સ્થળે બોમ્બ Bombs ફુટવાનો સમય એક સરખો એટલે 6.40 વાગ્યાનો છે, જ્યારે બાકીના બે સ્થળે અડધો કલાક પછી એટલે કે 7.10 વાગે બ્લાસ્ટ થયા છે. તમામ જગ્યાએ જે બોમ્બ Bombs ફુટયા તે લાંકડાના બોકસમાં મુકવામાં આવ્યા હતા, જેમાં ટાઈમર હોવાને કારણે બ્લાસ્ટ એક સમયમાં થઈ શકયો છે. 19 સ્થળે બોમ્બ Bombs ફોડવા માટે સાયકલનો ઉપયોગ થયો અને 2 સ્થળે કારનો ઉપયોગ થયો છે. બોમ્બ Bombs માટે જે સ્ફોટકનો ઉપયોગ થયો છે તે એમોનીયમ નાઈટ્રેડ છે. અગાઉ આ પ્રકારના સ્ફોટકનો ઉપયોગ 2 વર્ષ પહેલા મુંબઈની લોકલ ટ્રેનમાં કુકર બોંબમાં થયો હતો. જો કે તે બ્લાસ્ટ કોણ કર્યો હતો તે આજ સુધી મુંબઈ પોલીસ શોધી શકી નથી.

ડીસીપી DCP એ સિન્હા Sinha એ જેસીપી ગૌડ JCP Gowd સામે જોયું અને પછી પોતાના અધિકારીને સંબોધતા કહ્યું આપણા માટે અધરૂ ટાસ્ક છે કારણ મુંબઈ પોલીસ પણ જેને શોધી શકી નથી, તેને આપણે શોધવાના છે. ગૌડ Gowd સાંભળી રહ્યા હતા, તેમને ડીસીપી DCP નો સુર નિરાશાજનક લાગ્યો, પણ તેઓ કઈ બોલ્યા નહીં. ડીસીપી DCP એ ઈન્સપેકટરની હરોળ તરફ નજર કરતા કહ્યું જાડેજા Jadeja તમે તમારી ટીમ, સાયકલ કયાંથી અને કોણે ખરીદી હતી તેની તપાસમાં લગાવો, પરમાર તમે તપાસ કરો કે લાકડાના બોકસ ક્યાં બન્યા છે, કદાચ તેના આધારે આપણને કોઈ મહત્વની જાણકારી મળે, ચૌધરી Chaudhary તમે એક ટીમ સાથે શહેરની તમામ હોટલો ચેક કરો કદાચ તેઓ હજી અમદાવાદ Ahmedabad માં પણ હોય, આમ ડીસીપી સિન્હા DCP Sinha એ 1 પછી 1 અધિકારીઓને સૂચના આપી જવાબદારી સોંપી રહ્યા હતા.



પણ ગૌડ Gowd નો ચહેરો કહી રહ્યો હતો કે આ બધી કસરત કોઈ પરિણામ આપશે નહીં, જ્યારે ડીસીપી સિન્હા DCP Sinha નું ધ્યાન જેસીપી JCP ના ચહેરા તરફ ગયું ત્યારે તેઓ પણ સમજી ગયા, જેસીપી JCP બીજુ કઈક વિચારી રહ્યા છે. તરત સિન્હા Sinha એ થોડા નીચા નમી બાજુમાં બેઠેલા જેસીપી JCP ને પુછયું સર આપકા કોઈ સુજાવ, ગૌડ Gowd ખુરશીમાં ટેકો લઈ બેઠા હતા તે હવે ટટ્ટાર થયા પોતાની હાથની કોણીઓ ટેબલ ઉપર ગોઠવતા કહ્યું જુઓ સાયકલ કયાંથી આવી હતી કે કદાચ જાણવું મુશ્કેલ છે, પણ કાર કયાંથી આવી તે શોધવું સહેલું છે, કારના એન્જીન અને ચેસીસ નંબરના આધારે પહેલા તેની તપાસ કરો, અને બ્લાસ્ટ સ્પોટની આસપાસના સેલ ટાવરોનો ડેટા ચેક કરો, કદાચ તેમાંથી કોઈ શંકાસ્પદ નંબર મળી જાય, પછી તેમણે પોતાની કાંડા ઘડીયાળ સામે જોતા કહ્યું તમે મિટીંગ ચાલુ રાખો મારે હોમ સેક્રેટરી સાથે મિટીંગ છે. ગૌડ Gowd ઊભા થતાં તમામ અધિકારીઓ સાવધાન પોઝીશનમાં ઉભા થઈ ગયા..

(ક્રમશઃ)

- Advertisement -

PART – 23 | આ પહેલી ઘટના હતી જેમા ડોક્ટર અને નર્સ પણ લોહી લુહાણ થયા હતા



- Advertisement -

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular