Wednesday, October 28, 2026
HomeGeneralદાહોદઃ એમ્બ્યૂલન્સમાંથી દર્દીની જગ્યાએ એવું મળ્યું કે પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

દાહોદઃ એમ્બ્યૂલન્સમાંથી દર્દીની જગ્યાએ એવું મળ્યું કે પોલીસ પણ માથું ખંજવાળવા લાગી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. દાહોદઃ ગુજરાતમાં દારૂબંધી અમલમાં તો છે છતાં પણ બુટલેગરો વર્ષે કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠાલવીને કમાણી કરી રહ્યા છે. ત્યારે હવે ન્યૂયર પહેલા ગુજરાતમાં દારૂ ધુસાડવા માટે બુટલેગર અવનવા કિમયા અજમાવતા હોય છે. તેમ છતાં કેટલીક વખત પોલીસની નજરથી બચી શકતા નથી. આવો જ એક કિસ્સો દાહોદમાંથી સામે આવ્યો છે. સામાન્ય રીતે એમ્બ્યૂલન્સમાં દર્દી જોવા મળતા હોય છે પરંતુ દાહોદમાં પોલીસને એમ્બ્યૂલન્સમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલો ગુજરાતનો દાહોદ જિલ્લામાં લીમડી પોલીસ મથકના પોલીસ સબ ઈન્સપેક્ટર સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન તેમને માહિતી મળી હતી કે, એમ્બ્યૂલન્સમાં દારૂનો જથ્થો લઈને પસાર થવાની છે. માહિતીના આધારે ઝાલોદના સુથારવાસ ખાતેથી એક ખાનગી એમ્બ્યુલન્સને રોકીને તપાસ કરતા 59 હજારની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એમ્બ્યુલન્સ સહિત 7 લાખ 59 હજારની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરી એકની ધરપકડ કરી છે જ્યારે, અન્ય બે ફરાર બુટલેગરની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

ગુજરાતમાં મોટા ભાગે દારૂ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદેથી ધુસાડવામાં આવતો હોય છે. જેના અનેક કિસ્સા અગાઉ પ્રકાશમાં આવી ચૂક્યા છે. ડિસેમ્બર વર્ષનો અંતિમ મહિનો હોય છે, તેવામાં ન્યૂયરની ઉજવણી પહેલા બુટલેગરો વધુમાં વધુ દારૂ ધુસાડવાનો પ્રયત્ન કરતા હોય છે. ગુજરાતની બોર્ડર પર પોલીસનું સધન ચેકિંગના કારણે પ્યાસીઓની પ્યાસ બુજાવવા માટે બુટલેગરો અવનવા પ્રયત્ન કરતા હોય છે. કોઈ કલ્પના પણ ન કરી હોય તે પ્રકારે એમ્બ્યૂલન્સમાં દારૂની હેરા ફેરીનો કિસ્સો પ્રકાસમાં આવ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular