Wednesday, June 24, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ નરાધમ પિતાએ લજવ્યો સબંધ, દિકરીને નશો કરાવી ગુજારતો દુષ્કર્મ

અમદાવાદઃ નરાધમ પિતાએ લજવ્યો સબંધ, દિકરીને નશો કરાવી ગુજારતો દુષ્કર્મ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ કહેવાય છે કે બાપ માટે દીકરી વ્હાલનો દરિયો હોય છે. પરંતુ અમદાવાદમાં આ કહેવતથી વિપરીત કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં સાવકા બાપે દિકરીને નજર બગાડીને હવસનો શિકાર બનાવી છે. 16 વર્ષની દિકરી પર સાવકા પિતાએ અનેકવાર બળાત્કાર ગુજારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. હાલ પોલીસે હેવાન પિતાની ધરપકડ કરીને કાયદાનો પાઠ ભણાવ્યો છે.

બાપ દિકરીના સંબંધ પવિત્ર માનવામાં આવતા હોય છે પરંતુ આ ધોર કળયુગમાં પીતાએ દિકરીને વ્હાલ કરવાની જગ્યાએ હવસનો શિકાર બનાવી હતી. આ વાત છે અમદાવાદના વટવા વિસ્તારની કે જ્યાં 16 વર્ષની દિકરી પર સાવકા પિતાએ અનેકવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. વટવા વિસ્તારમાં રહેતા અને પ્રિન્ટિંગનું કામ કરતા એક સાવકા પિતા તેની 16 વર્ષીય દિકરીને કેફી પદાર્થ પિવડાવીને દુષ્કર્મ આચરતો હતો. જોકે ઘટનાની જાણ દિકરીએ માતાને કરતા માતાએ વટવા પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

- Advertisement -

માતાની ફરિયાદના આધારે વટવા પોલીસે નરાધમ પિતાની ધરપકડ કરી હતી. પોલીસે સગીર દિકરીનું કાઉન્સિલ કરતા પોતાના હેવાન પિતાની કરતૂતોનો પોલીસને જણાવી હતી. સાવકા પિતાએ પુત્રી સાથે અમદાવાદના વિવિધ વિસ્તારો સહિત રાજસ્થાનમાં પણ ફરવા લઈ જવાના બહાને દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. સાથે જ પીડિતાનો આક્ષેપ છે કે, પિતા તેનો વિડીયો બનાવી બ્લેકમેઈલીંગ પણ કરતો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular