Thursday, April 16, 2026
HomeGujaratદાહોદ પોલીસે હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ કર્યો, બાળકોને કિડનેપ કરીને ભીખ મગાવતા દંપતીને...

દાહોદ પોલીસે હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ કર્યો, બાળકોને કિડનેપ કરીને ભીખ મગાવતા દંપતીને ઝડપી પાડ્યા

- Advertisement -

નવજવન ન્યૂઝ. દાહોદ: Dahod News: દાહોદ પોલીસે આજે હ્યુમન ટ્રાફિકિંગમાં (child trafficking) સંડોવાયેલા એક દંપતિને ઝડપી પાડ્યું છે. અન્ય રાજ્યમાંથી બાળકોના અપહરણ કરનારી ટોળકીનો દાહોદ પોલીસે (Dahod Police) પર્દોફાશ કર્યો છે. આ ટોળકી બીજા રાજ્યોમાંથી નાના બાળકોનું અપહરણ કરી દાહોદમાં રોડ પર ભીખ મગાવતા હતા. જોકે દાહોદ પોલીસે હ્યુમન ટ્રાફિકિંગનો પર્દાફાશ કરતા રાજસ્થાન તેમજ દિલ્હીથી અપહરણ થયેલા ત્રણ બાળકોને આંતરરાજ્ય ગેંગના ચંગુલમાંથી છોડાવ્યા હતા. આ મામલે પોલીસે આંતરરાજ્ય બાળ તસ્કરી કરતી ગેંગના દંપતીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો મુજબ, દાહોદ પોલીસ વડાએ ગુમ અને અપહરણ થયેલા બાળકોને શોધી નાખવાની સુચના આપી હતી. આ સુચનાના અંનુંસધાને દાહોદ બી- ડિવીઝન પોલીસ ઈન્સપેક્ટર એ. એન. ગઢવી અને તેમની ટીમના લોકો સતત ચેકીંગ કરી રહી હતી. તેવામાં હેડ કોન્સટેબલ અયુબભાઈ સિમોનભાઈને બાતમી મળી હતી કે, થોડા સમય અગાઉ રાજસ્થાનથી એક બાળકીનું અપહરણ થયું હતું, જે મેસેજ સાશિયલ મિડીયાના માધ્યમથી વાઈરલ પણ થયો હતો. તે બાળક સાથે બે અજાણ્યા વ્યક્તિ રેલ્વે સ્ટેશન પાસે ભીખ મગાવે છે. માહિતીની ખરાઈ કરી પોલાસે બાળ તસ્કરી કરતી ગેંગના શંકાસ્પદ લાગતા પુરુષ-મહિલા સહીત બે સાગરીતોની ધરપકડ કરી વધુ પુછપરછ માટે પોલીલ સ્ટેશન લાવતા હ્યુમન ટ્રાફિકિંગનો ભાંડો ફુટ્યો હતો.

- Advertisement -

આ બાબતે દાહોદ પોલાસે જણાવ્યું હતું કે, આરોપીનું નામ નરેન્દ્રસિંઘ રાવત છે, જે મૂળ રાજસ્થાનનો રહેવાસી છે અને તેની પત્ની ગીતા ઉર્ફે નસીમા મુજિબુર રહેમાન છે. જે ત્રણ વર્ષની બાળકી છે, તેમની પાસેથી મળી આવેલા બાળકો પૈકી એક નોર્થ ઇસ્ટ-નેપાળ બાજુની હોવાનું સામે આવ્યું છે. આશરે અઢી વર્ષ પહેલાં તેને દિલ્હીથી ઉઠાવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યાર બાદ એક બાળકને રાજસ્થાનના કોઈ ગામમાંથી કિડનેપ કરવામાં આવ્યો હતો. તેના માતા-પિતાના નામ મળી ગયા છે. જ્યારે અન્ય એક બાળકીને પણ રાજસ્થાનમાંથી જ કિડનેપ કરવામાં આવી છે. તેના પણ CCTV હાથ લાગ્યા છે. હાલ આ તમામ મામલે આગળની તપાસ ચાલુ છે.

વધુમાં દાહોદ SP રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આંતરરાજ્ય બાળ તસ્કરીનો ધણા સમયથી મામલો ધ્યાને આવ્યો છે. પોલીસને માહીતી મળી હતી કે, દાહોદમાં કેટલાક શંકાસ્પદ લોકો ફરી રહ્યા છે, જે બાળકોને કિડનેપ કરી ભીખ મગાવે છે. આ ગેંગ આંતરરાજ્યમાં કામ કરે છે. તેથી અમે જિલ્લાની તમામ ટીમને એલર્ટ રહેવા સુચના આપી હતી. આ કાર્યવાહી દરમિયાન દાહોદની બી-ડિવિઝનની ટીમે શંકાસ્પદ લાગતા પુરુષ-મહિલા સહિત ત્રણ બાળકોને ઝડપી પાડ્યા હતા. ત્યાર બાદ તેમને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.

દંપતી પાસેથી મળી આવેલા ત્રણ બાળકો પૈકી બે બાળકોના માતા-પિતાની જાણકારી પોલીસને મળી જતાં તેઓનો સંપર્ક કરીને જાણ કરવામાં આવી છે. જ્યારે ત્રીજી બાળકી નોર્થ ઈસ્ટમાંથી અથવા નેપાળની હોવાની આશંકાના કારણે પોલીસે તપાસનો દોર લંબાવ્યો હતો. અગાઉ આ દંપતી રતલામમાંથી એક બાળક સાથે ઝડપાયા હતા. ત્યારે બાળકને ચાઈલ્ડ વેલ્ફેરને સોંપવામાં આવ્યો હતો. પરંતું દંપતિએ બનાવટી દસ્તાવેજ બનાવીને બાળકને છોડાવી લીધું હતું. આ ગેંગ બાળકોનું અપહરણ કરી તેમની પાસે ભીખ મગાવે છે અને સતત અન્ય જિલ્લાઓમાં ફરતી રહે છે. આ બંને આરોપી બાળકો સાથે દાહોદથી અમદાવાદ માટે રવાના થવાના હતા, ત્યારે તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ દંપતિએ અગાઉ કોઈ બાળકને કિડનેપ કરીને આ ભીખ મગાવા જેવી પ્રવૃતિ કરી છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular