Sunday, June 7, 2026
HomeBusinessક્રૂડ ઓઇલમાં પુરવઠા અછત નિર્માણ થશે અને ભાવ વધુ વધશે

ક્રૂડ ઓઇલમાં પુરવઠા અછત નિર્માણ થશે અને ભાવ વધુ વધશે

- Advertisement -

ભાવિ ફંડામેનટલ્સ જોતાં ૨૦૨૩માં ક્રૂડ ઓઇલના વાર્ષિક સરેરાશ ભાવ ૮૦ ડોલર રહેવાનો અંદાજ

ભારતમાં ચોમાસાને કારણે વાહનોનું હલનચલન ઘટી જતાં જૂનમાં ફ્યૂઅલની માંગ ૩.૭ ટકા ઘટી

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ) : ગત સપ્તાહે રશિયા સહિતના ઓપેક પ્લસ દેશોએ ઉત્પાદન કાપનો નિર્ણય લીધો એ ફન્ડામેન્ટલ્સ પર સવાર થઈને ક્રૂડ ઓઇલના (Crude Oil) ભાવે ઉછાળો માર્યો, જે સતત બીજા સપ્તાહની તેજી હતી. આઈસીઇ બ્રેન્ટ ક્રૂડ ઓઇલ સપ્ટેમ્બર વાયદો ૨.૧૫ ટકા વધી શુક્રવારે ૭૮.૩૦ ડોલર બંધ રહ્યો હતો. ડબલ્યુટીઆઈ ઓગસ્ટ વાયદો ૨.૯ ટકા વધી ૭૩.૮૬ ડોલર સેટલ થયો હતો. આ બંને વાયદા એક જ સપ્તાહમાં સરેરાશ પાંચ ટકા, અનુક્રમે ૧ મે અને ૨૪ પછીની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા.

ઓઇલ ટ્રેડરો માની રહ્યા છે કે અમેરિકા સહિત અન્ય દેશો જો વ્યાજદરમાં વૃધ્ધિ કરશે તો આર્થિક પ્રવૃત્તિ ધીમી પડશે અને ક્રૂડ ઓઇલની માંગ ઘટશે, પણ આ ભય કરતાં ઉત્પાદન કાપ અને પુરવઠા અછતનો ડર અને ટેકનિકલ બાઈંગ, ભાવને ઉપર જવામાં મદદ કરશે. સાઉદી અરેબિયાએ જુલાઇ માટે ઉત્પાદન કાપ વિસ્તારીને દૈનિક ૧૦ લાખ બેરલ કરવા સાથે તેને ઓગસ્ટમાં પણ ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. અમેરિકાના એનર્જી ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશન (ઇઆઈએ)એ તેના સાપ્તાહિક પેટ્રોલિયમ સ્ટેટસ અહેવાલમાં કહ્યું હતું કે સતત ત્રીજા સપ્તાહે ક્રૂડ ઓઇલનો સ્ટોક ઘટ્યો હતો, ગેસોલીનનો સ્ટોક પણ સંકડાયો હતો.

- Advertisement -

રશિયન ઊર્જા મંત્રાલયે કહ્યું હતું કે અમે અગાઉ સ્વૈચ્છિક ઉત્પાદન કાપ નક્કી કર્યો હતો, તેના કરતાં વધુ દૈનિક પાંચ લાખ બેરલ કાપ મૂકીને, જહાજી ટેન્કરમાં ચઢાવીને બજારમાં મોકલવાનું નક્કી કર્યું છે. આને લીધે જાગતિક બજારમાં પુરવઠા અછત નિર્માણ થશે અને ભાવ વધુ વધશે. આમ તો રશિયાએ આવો સ્વૈછિક ઉત્પાદન કાપ અગાઉથી જ નક્કી કરી નાખ્યો હતો, હવે આ કાપ ડિસેમ્બર ૨૦૨૪ સુધી લંબાવવનું નક્કી કર્યું છે.

આ મહિનાના અંતે યોજાનારી અમેરિકન ફેડરલ રિઝર્વની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ફરી વધારો કરવામાં આવે છે કે નહીં તેના પર તમામ કોમોડિટી બજારોનું ધ્યાન કેન્દ્રિત થશે. બીએમઆઈ એ એક નોંધમાં કહ્યું હતું કે ઓપેક પ્લસ દેશોએ એક તરફ ઉત્પાદન કાપ મૂક્યો છે, ત્યારે ત્રીજા ત્રિમાસિકમાં ક્રૂડ ઓઇલની મોસમી માંગ વધશે. જે સ્ટોકને નીચે લઈ જવામાં અને ભાવને ઉપર લઈ જવામાં મદદરૂપ થશે. તેમણે કહ્યું હતું કે વર્તમાન અને ભાવિ ફંડામેનટલ્સ જોતાં ૨૦૨૩માં ક્રૂડ ઓઇલના વાર્ષિક સરેરાશ ભાવ ૮૦ ડોલર રહેવાનો અંદાજ છે.

સૂત્રો કહે છે કે રશિયા દ્વારા ભારતને અપાતું વર્તમાન ડિસ્કાઉન્ટ સંકળાઈને ૪ ડોલર રહ્યું છે, યુક્રેન વોર સાથે જ ભારતને રશિયા તરફથી મોટું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ હતું. પણ રશિયાથી ભારત આવતા જહાજોના નૂર ઘટયા છે, તે બાબત હજુ સ્પષ્ટતા નથી થઈ. રશિયાએ આવા નૂરમાં કોઇ રાહત આપી છે કે નહીં તેની પણ જાણ નથી. પશ્ચિમના દેશો તરફથી નિર્ધારિત કરવામાં આવેલા પ્રતિબંધિત ભાવ ૬૦ ડોલર ધોરણે જ રશિયા ભારતીય રિફાઇનરીને ઓઇલ સપ્લાય કરે છે. આ તરફ ભારતમાં ચોમાસાને કારણે વાહનોનું હલનચલન ઘટી જતાં જૂનમાં ફ્યૂઅલની માંગ ૩.૭ ટકા ઘટી હતી. ભારતનો ફ્યુઅલ વપરાશ જૂનમાં, મેના ૨૦૦.૬ લાખ ટનથી ઘટીને ૧૯૩.૧ લાખ ટન થયો હતો.

- Advertisement -

ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ ઓનડાના એનાલિસ્ટે બજારના વિવરણ દરમિયાન ટ્રેડરોને એવો સવાલ કર્યો હતો કે બે મહિનાથી ભાવ ધીમી ગતિએ અથડાયા પછી હવે તેજી તરફનો રાહ પકડી લીધો છે? આના જવાબમાં તેમણે કહ્યું હતું કે ગત સપ્તાહે જે ભાવ વધારો જોવા મળ્યો તે, મજબૂત આંન્તપ્રવાહના આધાર પર જોવાયો છે, અને હવે બજાર આ મોમેન્ટમ ટૂંકાગાળા માટે જાળવી રાખશે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular