Monday, August 24, 2026
HomeNationalછત્તીસગઢમાં પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, કોબ્રા બટાલિયનનો જવાન...

છત્તીસગઢમાં પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે નક્સલીઓએ કર્યો IED બ્લાસ્ટ, કોબ્રા બટાલિયનનો જવાન અને મતદાતાઓ ઈજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છત્તીસગઢ: દેશમાં પાંચ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે છત્તીસગઢમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. છત્તીસગઢમાં નક્સલવાદીઓ ચૂંટણીનો બહિષ્કાર કરવાની માગ કરી રહ્યા છે. આમ પણ છાતીસગઢ નક્સલ પ્રભાવિત રાજ્ય છે. અનેકવાર નક્સલવાદીઓ પોતાની માગોને લઈ હુમલાઓ કરતાં રહે છે, ત્યારે છત્તીસગઢના સુકમામાં નક્સલવાદીઓએ IED બ્લાસ્ટ કરતાં BSF જવાન અને મતદાતાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત વિગત અનુસાર, છાતીસગઢમાં વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. ત્યારે નક્સલવાદીઓએ સુકમાના ટોંડામરકા વિસ્તારમાં IED બ્લાસ્ટ કર્યો છે. આ IED બ્લાસ્ટમાં CRPF કોબ્રા બટાલિયનનો એક જવાન ઘાયલ થયો હતો. ઘાયલ જવાન ચૂંટણી ફરજ પર તૈનાત હતો. નક્સલ પ્રભાવિત વિસ્તાર બસ્તર ડિવિઝનમાં નક્સલવાદીઓ હંમેશા ચૂંટણીનો બહિષ્કાર કરતા આવ્યા છે. આ વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં પણ નક્સલવાદીઓએ મોટી માત્રામાં પેમ્ફલેટ ફેંકીને અને તેના નાના-નાના રાઉન્ડ કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવાનું શરૂ કરી દીધું છે, જેથી ગ્રામીણ મતદાતાઓ મતદાન કરવા ન જાય. આ સાથે તેઓ મોટા ગુનાઓ કરીને આતંક ફેલાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. આમ છતાં લોકશાહીના આ મહાન પર્વમાં ભાગ લેવા માટે મતદારો સંપૂર્ણ જાગૃત છે અને મતદાન કર્મચારીઓ પણ પોતાનો જીવ દાવ પર લગાવીને મતદાન મથકો પર પહોંચી રહ્યા છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગત સોમવારે કાંકેરમાં પણ નક્સલવાદીઓએ વિસ્ફોટ કર્યો હતો. મતદાનના એક દિવસ પહેલા નક્સલવાદીઓએ પખાંજૂર વિસ્તારના છોટાબેટીયા પોલીસ સ્ટેશન હેઠળ રેંગાવાહી ડાંગર ખરીદ કેન્દ્રની નજીક સ્થિત પુલ પર IED બ્લાસ્ટ કર્યો હતો. આ બ્લાસ્ટમાં પણ BSF જવાન ઘાયલ થયો હતો.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular