Thursday, September 3, 2026
HomeNationalનક્સલી હુમલામાં CRPFના ત્રણ જવાન શહીદ, ઘાત લગાવીને કર્યો હુમલો

નક્સલી હુમલામાં CRPFના ત્રણ જવાન શહીદ, ઘાત લગાવીને કર્યો હુમલો

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ઓડિશાઃ ઓડિશાના નોવાપાડા જિલ્લા (Nauapada District)માં મંગળવારે એક સુરક્ષા ચોકી પર નક્સલીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો. હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF)ના ત્રણ જવાનો શહીદ થયા હતા. અધિકારીઓએ આ જાણકારી આપતા કહ્યું કે શહીદોમાં બે આસિસ્ટન્ટ સબ ઈંસ્પેક્ટર અને એક જવાન શામેલ છે.



અધિકારીઓએ શરૂઆતી ઈનપુટના હવાલેથી કહ્યું હતું કે નક્સલીઓએ રસ્તાને ખોલવાના કામમાં લાગેલા દળ પર ઈમ્પ્રોવાઈઝ્ડ અને ક્રૂડ બેરલ ગ્રેનેડ લોન્ચરથી હુમલો કર્યો હતો. એક વેબસાઈટ કાસંગા ટીવીના અહેવાલ મુજબ શહીદોની ઓળખ થવા પ્રમાણે તેમાં એએસઆઈ શિશુપાલ સિંહ, સિબ લાલ અને કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર કુમારનો સમાવેશ થાય છે. આ ઘટનામાં સાત અન્ય જવાનો ઘાયલ પણ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ પછી તંત્રએ હુમલો કરનારાઓ સામે તપાસ શરૂ કરી દીધી છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular