નવજીવન ન્યૂઝ.સુરતઃ મહારાષ્ટ્રના નારાજ ધારાસભ્યો સાથે મંત્રી એકનાથ શિંદે ગુજરાતની સુરત ખાતે આવેલી મેરિડિયન હોટલ પર આવ્યા છે. જેને લઈને રાજકારણ ગરમાયું છે. શિંદે સાથે બેઠક કરવા માટે ઉદ્ધવ ઠાકરે સરકારના માનીતા નેતા રવીન્દ્ર પાઠક અને મિલિંદ નાર્વેકર તુરંત સુરતમાં આવી પહોંચ્યા હતા. તેમણે લગભગ 1 થી દોઢ કલાક સુધી સુરતની હોટલમાં એકનાથ શિંદે જુથ સાથે બેઠક કરી હતી. જેમાં ત્રણ મોટી શરતો શિંદે જુથ દ્વારા મુકવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આજના આખો દિવસ ચાલેલા રાજકીય સંગ્રામ વચ્ચે એકનાથ શિંદેનું પ્રથમ વખત નિવેદન સામે આવ્યું છે તેમાં તેમણે ભાજપ સાથે ગઠબંધન થશે તો શિવસેના તૂટશે નહીં, તેવા સંકેતો આપ્યા છે. તેમણે કહ્યું કે મારી શિવસેના છોડવાની કોઈ ઈચ્છા નથી કે મુખ્યમંત્રી બનવાનો મારો કોઈ પ્લાન પણ નથી, બસ શિવસેનાએ અઘાડી ગઠબંધન સાથે છેડો ફાડી ભાજપ સાથે સરકાર બનાવવી પડશે. આગળની રણનિતિ બહુ જલ્દી જાહેર કરશે તેમ કહી તેમણે પોતાની સાથે 35 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો હતો.
મિલિંદ નર્વેકર અને રવીન્દ્ર પાઠક એકનાથ શિંદેના ખાસ મિત્રો પણ છે જેને કારણે તેમને સુરત મોકલવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. દરમિયાન સંજય રાઉતે કહ્યું કે એકનાથ શિંદે સાથે મારી વાત થઈ ગઈ છે. તોડજોડ પાછળ ભાજપનો હાથ હોવો જોઈએ તેવો તેમણે આરોપ પણ લગાવ્યો છે. ઈડીની કાર્યવાહીના ડરથી એકનાથે આ પગલું ભર્યું હોવાનું રાઉતનું કહેવું છે. એક ધારાસભ્ય મુંબઈ પાછા આવવાના પ્રયત્ન કરી રહ્યા છે તેમની સાથે ચાર અન્ય ધારાસભ્ય પણ મહારાષ્ટ્ર આવવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ ગુજરાત પોલીસે તેમને જકી રાખ્યા છે, મહારાષ્ટ્ર પોલીસને જો ગુજરાત જવાની તક આપવામાં આવે તો તમામ ધારાસભ્યો પાછા આવે તેમ છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











