Friday, June 26, 2026
HomeGujaratમાત્ર ઈંડા-નોનવેજ વેચતા હોવાને કારણે કોઈ લારી હટાવવામાં નહીં આવેઃ સી આર...

માત્ર ઈંડા-નોનવેજ વેચતા હોવાને કારણે કોઈ લારી હટાવવામાં નહીં આવેઃ સી આર પાટીલ

- Advertisement -

પ્રશાંત દયાળ નવજીવન: ઈંડા અને નોનવેજ વેચતી લારીઓને હટાવી લેવાના મામલે વિવાદ આગળ વધતા સોમવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરેલી સ્પષ્ટતા બાદ મંગળવારના રોજ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ સ્પષ્ટતા કરી ઈંડા અને નોનવેજ વેચતા હોવાને કારણે કોઈ લારીને હટાવવાની કોઈ યોજના નથી.

રાજકોટ કોર્પોરેશન દ્વારા ઈંડા નોનવેજની લારીઓ હટાવવાનો આદેશ કર્યા બાદ વિવિધ કોર્પોરેશન દ્વારા આ પ્રકારનો આદેશ આપ્યો હતો, આ ચાલી રહ્યુ હતું તે દરમિયાન મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદ્દી પણ નિવેદન કરતા આખી ઘટના સરકારને ઈશારે થઈ રહી હોવાનું માનવામાં આવી રહ્યુ હતું, જયારે અગામી વર્ષે વિધાનસભાની ચુંટણી આવી રહી છે, ત્યારે ઈરાદાપુર્વક આવી ચર્ચા શરૂ કરાવવામાં આવી છે તેવો આરોપ ભાજપ ઉપર લાગતી સોમવારના રોજ મુખ્યમંત્રીએ સમગ્ર વિવાદને ઠંડો પાડવા સ્પષ્ટતા કરી હતી કે કોણે શુ ખાવુ તે વ્યકિતગત નિર્ણય છે.



દરમિયાન મંગળવારે પત્રકારો સાથેની વાતચીતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મુખ્યમંત્રીના સુરમાં પોતાનો સુર પુરાવતા જણાવ્યુ હતું કે માત્ર ઈંડા અને નોનવેજ વેચતા હોવાને કારણે લારી હટાવવામાં નહીં આવે અને સરકારનું કોઈ આવુ આયોજન પણ નથી, આ ઉપરાંત એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યુ હતું રાજકોટ ભાજપમાં કોઈ જુથવાદ નથી અને જુથવાદ હશે તો તેને પાર્ટી સાંખી લેશે નહીં આ ઉપરાંત મંત્રીઓને પણ સુચના આપવામાં આવી છે કે વિવાદીત નિવેદનથી તેઓ પોતાને દુર રાખે

- Advertisement -

પાટીલે ગુજરાતમાં પકડાઈ રહેલા ડ્રગના મુદ્દે ગુજરાતના ડીજીપી અને ગૃહરાજય મંત્રી હર્ષ સંઘવીની કામગીરી બીરદાવી હતી, આ ઉપરાંત તેમણે ધર્માતરણના મુદ્દે કાયદો કાયદાનું કામ કરશે તેમ તેમણે જણાવ્યુ હતું.

તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular