પ્રશાંત દયાળ (ભાગ-31 દીવાલ): ડીસીપી સિન્હા DCP Sinha ના વોકીટોકી ઉપર આદેશ મળતા એક વાહન એકદમ સાઈડમા જ ઉભુ રહી ગયું. તે વાહન કતારમાંથી બહાર નિકળી ગયુ તે રીર્ઝવ પાર્ટી હતી, તેને મદદ માટે બોલાવવામાં ના આવે ત્યાં સુધી તેમણે અહિયા જ રોકાઈ જવાનું હતું. ડીસીપી સિન્હા DCP Sinha ની કાર પાછળ બાકીના વાહનો જઈ રહ્યા હતા. રેડી ફોર ઓપરેશનને સંદેશો મળતા QRT ટીમના જવાનોની આગળી પોતાની આધુનિક રાયફલની ટ્રીગર ઉપર આવી ગઈ હતી. ડીસીપી સિન્હા DCP Sinha એ પણ પોતાના હાથમાં નાઈન એમએમ પિસ્તોલ 9MM Pistol લઈ લીધી હતી. યાકુબનગર Yakubnagar એટલે એકદમ ગરીબ મુસ્લિમોની વસ્તી હત. 2002ના તોફાનમાં આ મુસ્લિમોની તમામ મિલ્કત સળગી ગઈ હતી. હવે તેમની અંદર પોતાના જુના ઘરમાં જવાની હિમંત રહી ન્હોતી. કારણ તેમના ઘરની ચારેતરફ હિન્દુઓની ગીચ વસ્તી હતી. રીઝવાને Rizwan જ્યારે યાકુબનગર Yakubnagar ની વાત કરી ત્યારે ડીસીપી સિન્હા DCP Sinha ના મગજના એન્ટેના એટલા માટે ઉભા થઈ ગયા હતા કે આતંકીઓએ બોમ્બ બ્લાસ્ટ 2002ના તોફાનનો બદલો લેવા માટે કર્યા હતા અને યાકુબનગર Yakubnagar માં વસતા મુસ્લીમો પણ તોફાનનો ભોગ બનેલા હતા. એક મુસ્લિમ એનજીઓ NOG એ તેમને આ મકાન બનાવી આપ્યા હતા જેના કારણે પ્રબળ સંભાવના હતી કે આ મુસ્લિમોએ આંતકીને મદદ કરી હશે. રીઝવાન Rizwan ની માહિતી પ્રમાણે બ્લાસ્ટ કરવા માટે ગુજરાત બહારથી 6 લોકો આવ્યા હતા પણ તે કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા તેની જાણકારી તેની પાસે ન્હોતી. માત્ર એટલી જ માહિતી હતી કે શાહપુર Shahpur રહેલા ફિરોજભાઈ Firozbhai નું 5 નંબરનું એક મકાન ખાલી હતું, તેમાં આ 6 વ્યક્તિઓ રોકાઈ હતી અને જે દિવસે બ્લાસ્ટ થયા તેની સવારે જ આ 6 અહિયાથી નિકળી ગયા હતા.
ખરેખર આ 6 વ્યક્તિઓને બ્લાસ્ટ સાથે સંબંધ હતો કે નહીં તેની પણ સિન્હા Sinha ને ખબર ન્હોતી. આ એક સંજોગ પણ હોઈ શકે તેમ હતો છતાં રીઝવાન Rizwan ની માહિતી ઉપર એક્ટ કર્યા સિવાય કોઈ રસ્તો પણ ન્હોતો. સતત મહેનત પછી પણ જ્યારે કોઈ માહિતી મળતી ન્હોતી ત્યારે કદાચ આ માહિતી મહત્વની સાબીત થઈ શકે તેમ હતી. રેડી ફોર ઓપરેશનનો મેસેજ મળતા બાકીનો સ્ટાફ પોતાની કારની બારીમાંથી ક્યા આવ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યાં અચાનક ડીસીપી DCP ની કાર થંભી ગઈ અને ઝડપભેર ડીસીપી DCP પિસ્તોલ સાથે નીચે ઉતર્યા તેમને નીચે ઉતરતા જોઈ પાછળના વાહનોમાં રહેલો સ્ટાફ પણ ઝડપભેર હથિયારો સાથે વાહની બહાર આવી ગયો. ડીસીપી DCP ની કાર જ્યાં થંભી તે યાકુબનગર Yakubnagar ની શરૂઆત હતી, પહેલા મકાન પાસે ખાટલો ઢાળી બહાર બેઠેલા વૃધ્ધને ડીસીપી DCP એ પુછ્યુ ચાચા 5 નંબરના મકાન કીધર હૈ, ચાચા ડરી ગયા કારણ બુલેટપ્રુફ જાકીટ Bulletproof jacket પહેલા સિન્હા Sinha ના હાથમાં રહેલી પીસ્તોલ ઉપર તેમની પહેલી નજર પડી હતી, છતાં ચાચાએ હિમંત કરી કહ્યુ સાબ મેરા 1 નંબર હૈ 5 નંબર ઉધર પે હૈ, તેમ કહી તેણે એક ઘર તરફ ઈશારો કર્યો. ત્યાં સુધી ઈન્સપેક્ટર જાડેજા Jadeja અને બાકીનો સ્ટાફ ડીસીપી DCP પાસે આવી ગયો હતો. ચાચાના ઈશારા તરફ ડીસીપી DCP એ જોયુ અને પછી તરત જાડેજા Jadeja સામે જોતા કહ્યુ જાડેજા Jadeja મેં અપને સ્ટાફ કે સાથે આગે બઢતા હુ, તુમ મુઝે કવર દેના.
ડીસીપીએ પોતાની પિસ્તોલ બંન્ને હાથે પકડી અને તે 5 નંબરના ઘર તરફ દોડ્યા. ક્યુઆરટી QRT ના જવાનો પૈકી પાંચ જવાનો ડીસીપી DCP સાથે સામેલ થઈ ગયા અને 1 જ મિનિટમાં 5 નંબરનં મકાન ચારે તરફથી ઘેરાઈ ગયુ. ડીસીપી DCP ઘરમાં પ્રવેશ કરવાના દરવાજા તરફ આગળ વધ્યા અને દરવાજો નોક કરવા જાય ત્યારે જ તેમનું ધ્યાન દરવાજાની બહાર લટકી રહેલા તાળા તરફ ગયુ છતાં તેમણે પિસ્તોલની ટ્રીગલ ઉપર આંગળી રાખી એક મિનિટ વિચાર કર્યો અને તેમની પાછળ કવર આપવા ઉભા રહેવા ઈન્સપેક્ટર જાડેજા Jadeja ને ધીમા અવાજે કહ્યુ કીસી કો પુછો અંદર કોન રહેતા હૈ. જાડેજા Jadeja તરત બાજુના મકાન તરફ ગયા, સિન્હા Sinha છતાં એલર્ટ હતા તેમનુ ધ્યાન દરવાજા સહિત આસપાસ ફર્યા કરતુ હતું. જાડેજા Jadeja કોઈને પુછી તરત પાછા આવ્યા, તેમણે કહ્યુ પડોશી બતાતે હૈ, યહા કોઈ અનજાન લોગ રહેતે થે, લેકીન 4 દિન પહેલે વે ચલે ગયે અબ કોઈ નહીં રહતા. સિન્હા Sinha વિચારમાં પડી ગયા, પણ પડોશીની વાત ઉપર ભરોસો કરીને જતા રહેવુ તેમને યોગ્ય લાગ્યુ નહીં. તેમણે જાડેજાને કહ્યુ જાડેજા Jadeja તાલા તોડ દો, જાડેજાએ સાથે આવેલા એસઆરપી SRP જવાન સામે જોયુ તે સમજી ગયો તેણે 303 રાયફલનો એક કુંદો માર્યો તેની સાથે તાળુ તુટી પડી ગયુ સાવ તકલાદી તાળુ હતું. સિન્હાએ ફરી પીસ્તોલ ઉંચી કરી, પણ દરવાજો ખોલતા તેમા એકદમ અંધારૂ હતું, જાડેજા Jadeja ટોર્ચ ચાલુ કરો કહી તેઓ સીધા પિસ્તોલ આગળની તરફ રાખી ઘરમાં દાખલ થયા.
જાડેજા Jadeja એ એક હાથમાં ટોર્ચ અને બીજા હાથમાં રીવોલ્વર Revolver પકડી રાખી હતી. જાડેજા Jadeja અને સિન્હા Sinha એ ચારે તરફ ઘરમાં જોયુ, ઘર એકદમ નાનુ હતું, એક રૂમ રસોડાનું, જાડેજા Jadeja રસોડા તરફ ગયા પણ ત્યાં પણ કોઈ ન્હોતુ કોઈ સામાન પણ ન્હોતો, માત્ર પાણીયારામાં એક પાણીનું માટલુ હતું અને એક ગ્લાસ હતો. ઘરમાં કોઈ જ મળ્યુ સિન્હા Sinha નીરાશ થઈ ગયા, પણ ત્યારે તેમના બુટના તળીયે કઈક આવ્યુ તેમણે તરત કહ્યુ જાડેજા Jadeja ટોર્ચ દો, સિન્હા Sinha એ હાથમાં ટોર્ચ લીધી અને જમીન ઉપર ટોર્ચનો પ્રકાશ માર્યો. આજુબાજુ તેમણે આખા ઘરના ફ્લોર ઉપર જોયુ, જમીન ઉપર નાની ખિલ્લી, છરા અને વાયરના નાના ટુકડા પડ્યા હતા. સિન્હા Sinha એ નીચા નમી વાયરના કપાયેલા ટુકડાઓ ઉપાડ્યા. તેમણે ટોર્ચના પ્રકાશમાં ધ્યાનથી વાયર સામે જોયુ, જાડેજા Jadeja સમજી શક્યા નહીં, સાહેબ વાયર કેમ જોઈ રહ્યા છે. સિન્હાએ જ્યારે પણ બ્લાસ્ટ થયા હતા તે તમામ સ્થળની ફોરેનસીક ઓફિસર સાથે વિઝિટ કરી હતી, તે બ્લાસ્ટ સ્પોટ ઉપર શુ જોયુ હતું. તે યાદ કરવા લાગ્યા તેમના ચહેરા ઉપર એકદમ ચમક આવી, તેમણે જાડેજા Jadeja ને બેટરીના પ્રકાશમાં વાયર બતાડતા કહ્યુ જાડેજા Jadeja હમ સહી સ્પોટ પે આયે હે, બ્લાસ્ટ મેં યહી વાયર ટાઈમર કે સાથ થા અને ફરી જમીન ઉપર બેટરીનો પ્રકાશ ફેંકતા કહ્યુ દેખો સાયકલ Cycle કે છરે ઔર ખીલ્લીયા ભી હૈ, વો ભી બોમ્બ કે સાથ રખી ગઈ થી. તેઓ એકદમ ઘરની બહાર નિકળ્યા, તેમણે કહ્યુ જાડેજા Jadeja યહ ઘર કો લોક કરવા દો ઔર હમારા ગાર્ડ ભી યહા રખ દો. જાડેજા Jadeja એ સર કહ્યુ, તરત બીજો આદેશ આપતા કહ્યુ મે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch જા રહા હુ, તુમ યહ મકાન કે માલિક ફીરોજ Firoz કો ઢુંઢ લો ઔર કહી સે ભી ઉસકો ઉઠા કે ક્રાઈમ બ્રાન્ચ Crime Branch લે આઓ, જાડેજાને સુચના આપી ત્યાંથી સિન્હા Sinha ક્રાઈમ બ્રાન્ચ Crime Branch જવા નિકળ્યા. યાકુબનગર Yakubnagar ના લોકોના ચહેરા ઉપર ભય વ્યાપી ગયો હતો. આમ પણ તેમને પોલીસ જોઈ ડર લાગતો હતો અને તેમણી આટલી મોટી સંખ્યામાં પોલીસ જોઈ. જો કે તેમને ખબર પડતી ન્હોતી કે પોલીસ કેમ આવી છે. એકાદ માણસે જાડેજાને પુછવાની હિમંત કરી પુછ્યુ કયાં હુવા હૈ સાબ, પણ જાડેજાએ કુછ નહીં કહી ફોડ પાડ્યો નહીં, તેના કારણે કંઈક ગંભીર બન્યુ છે, પણ શુ બન્યુ છે તેની ખબર પડતી ન્હોતી. સિન્હા sinha ની કાર ક્રાઈમ બ્રાન્ચ crime branch તરફ ઝડપથી પાછી ફરી રહી હતી.
(ક્રમશ:)
PART – 30 | ડીસીપીઍ કહ્યુ જાડેજા Jadeja ઇન્ફર્મેશન હે અભી ભી બ્લાસટ ઍક્યુઝ અમદાવાદ મે હો શકતે હે
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.