Tuesday, June 23, 2026
HomeGeneralકોરોના કહેર: હાઇકોર્ટએ કર્યો નિર્ણય, સોમવારથી નહીં થાય ફિઝિકલ હિયરિંગ

કોરોના કહેર: હાઇકોર્ટએ કર્યો નિર્ણય, સોમવારથી નહીં થાય ફિઝિકલ હિયરિંગ

- Advertisement -

નવજીવન. અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતાં ગુજરાત હાઇકોર્ટને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. સોમવારથી ગુજરાત હાઇકોર્ટમાં ફિઝિકલ હિયરિંગ બંધ કરવામાં આવ્યું છે. જો કે હવે વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરવામાં આવશે. સાથે જ વકીલોની ચેમ્બર પણ બંધ રાખવામાં આવશે.

ગુજરાતમાં કોરોના વધતાં આગામી બે દિવસ સુધી હાઇકોર્ટ હરિસરનું સેનિટાઇઝેશન કરવામાં આવશે. કેસના ફાઇલિંગ માટે 10 કાઉન્ટર શરૂ કરવામાં આવશે. બે દિવસ પહેલા ગુજરાત હાઇકોર્ટમાં પ્રવેશ માટે ગેટ નંબર 5 સિવાય તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઉપરાંત માત્ર વકીલોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો.

- Advertisement -

અગાઉ મહામારીના કારણે 17 મહિના સુધી હાઇકોર્ટમાં વર્ચ્યુઅલ હિયરિંગ ચાલ્યું હતું અને ગત 17 ઓગસ્ટથી ફિઝિકલ હિયરિંગની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી કરવા માટે ચીફ જસ્ટિસને રજૂઆત કરવામાં આવી હતી. આગામી ત્રણ અઠવાડીયા સુધી કોર્ટની કાર્યવાહી વર્ચ્યુઅલ કરવા એસોસિએશને રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ વિસ્તૃત માર્ગદર્શિકા આજે જાહેર કરશે.





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular