* યુક્રેન યુદ્ધ આજે જ સમાપ્ત થાય તો પણ અનાજનો ફુગાવો આગામી ત્રણ વર્ષ સહન કરવાનો રહેશે.
* ફુગાવા સામેના રક્ષણ માટે સટ્ટોડિયા તેમની મૂડી અનાજ, ક્રૂડ ઓઇલ અને અન્ય કોમોડીટિમાં ઠાલવી રહ્યા છે.
* ફુગાવા સામેના રક્ષણ માટે સટ્ટોડિયા તેમની મૂડી અનાજ, ક્રૂડ ઓઇલ અને અન્ય કોમોડીટિમાં ઠાલવી રહ્યા છે.
* ભારત, બ્રાઝિલ, રશિયા અને યુક્રેને સૌથી વધુ મકાઇ વાવેતર વિસ્તાર વધાર્યો.
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): યુક્રેન કટોકટી, અમેરિકન પથાર (સપાટ જમીન)માં દુષ્કાળ જેવી સ્થિતિ અને જગતભરમાં અનાજ પુરવઠાની ચિંતાઓ વચ્ચે સીબીઓટી મે વાયદો મકાઈ અગાઉના તમામ વિક્રમ આંબી ગયો છે, ગત સપ્તાહમાં ભાવ ૨.૮ ટકા વધ્યા હતા. ફુગાવા સામેના હેજ (રક્ષણ) માટે સટ્ટોડિયા તેમની તમામ તાકાત અને મૂડી અનાજ, ક્રૂડ ઓઇલ અને અન્ય કોમોડીટિમાં ઠાલવી રહ્યા છે. શિકાગો મકાઇ વાયદો ગત સપ્તાહે ૮ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૧૬ કિલો) પાર કર્યા બાદ ૭.૯૩ ડોલરે બંધ રહ્યો હતો.
આર્જેન્ટિનામાં ટ્રક હડતાળ સમાપ્ત કરવાની વાટાઘાટો ગત સપ્તાહે નિષ્ફળ ગયા પછી, મકાઇ અને સોયાબીનની નિકાસ લણણીની મોસમમાં ખોરંભે પડવાનો ભય, વાયદાને ટેકારૂપ બન્યો છે. કૃષિ એનાલીસ્ટો કહે છે કે ખેડૂતોને સતત ઊંચા ભાવ મળતા હોઇ ૨૦૨૦થી વાવેતર વધારતા આવ્યા છે. છેલ્લા બે વર્ષમાં ૧૩ પ્રાથમિક અનાજ વાવેતર મકાઈનો હિસ્સો વધુ ૭૦૦ લાખ ટન જેટલો વધ્યો છે. તમામ કોમોડિટીના ભાવનું વર્તમાન વલણ જોતાં કહી શકાય કે માકાઈના ભાવ બુશેલ દીઠ ૧૨ ડોલરની ઊંચાઈ જોઈ શકે છે.
તેમનું કહેવું છે કે ભારત, બ્રાઝિલ, રશિયા અને યુક્રેને સૌથી વધુ મકાઇ વાવેતર વિસ્તાર વધાર્યો છે. જો યુક્રેન યુદ્ધ આજે જ સમાપ્ત થાય તો પણ અનાજનો ફુગાવો આપણને આગામી ત્રણ વર્ષ સહન કરવાનો રહેશે, જે આપણાં માટે કઠણાઇ હશે. જો તમે તમામ ફંડામેન્ટલ્સ જુઓ તો બજારમાં નફાબુકિંગ આવશે, પણ તે લાંબુ નહીં ટકે. પ્રાઇસ ફ્યુચર્સ ગ્રુપ કહે છે કે આપણે જે કઈ સોદા કર્યા તે નવા નવા સપોર્ટ ચકાસવા માટે જ હતા. પણ હવે ચિંતા એ વાતની છે કે અમેરિકન મિડવેસ્ટ રાજ્યોમાં મકાઇ વાવણી ખૂબ ધીમી ચાલી રહી છે.
અમેરિકન કૃષિ મંત્રાલય કહે છે કે ૧૦ એપ્રિલ સુધી માત્ર બે ટકા વાવણી જ થઈ શકી છે, જે પાંચ વર્ષની સરેરાશ ૩ ટકા કરતાં ઓછી છે. વર્તમાન સપ્તાહના અંતે પણ વાવણી ૪ ટકા સુધીજ થવાનું અનુમાન છે. આ તરફ ઈજીપ્તમાં સ્થિત યુક્રેન એમ્બસી કહે છે કે ઈજિપ્ત તરફ રવાના થનાર મકાઇના ચાર જહાજોને રશિયાએ આંતર્યા છે. ઈજીપ્તમાં રમજાન મહિનામાં લાખો લોકોને પૂરા પાડવાના અનાજ માટેની ૨૭,૦૦૦ ટન મકાઈની એક સ્ટીમર રોકી પાડવામાં આવી છે.
સતત વધતી માંગ અને ભાવ જોઈને જગતના પ્રથમ નંબરના સપ્લાયર બ્રાઝિલએ ૨૦૨૨-૨૩માં મકાઇ અને ઘઉને વધુ જમીન ફાળવવાની યોજના બનાવી છે, શક્ય છે કે મકાઈનો વાવેતર વિસ્તાર ૧૦ લાખ હેક્ટર વધીને ૨૨૫ લાખ હેકટર થશે. બ્રાઝિલની સરકારી એજનસી કોનાબએ મકાઇ ઉત્પાદન અંદાજ ૧૧૫૬ લાખ ટન મૂક્યો. આર્જેન્ટિનામાં બરફ વર્ષા વહેલી થઈ જતાં ૨૦૨૧-૨૨ના પાકમાં પોલની સંભાવના છે. ભારતમાં ૨૦૨૧-૨૨ (જુલાઇ-જૂન)માં મકાઇ ઉત્પાદન ગતવર્ષના ૩૧૬.૫ લાખ ટનથી વધીને ૩૨૪.૨ લાખ ટન અનુમાનિત છે.
અમેરિકન ગ્રેન કાઉન્સિલના તાજા અનુમાન મુજબ આખા વિશ્વમાં મકાઇ ઉત્પાદન ૧૨,૧૦૪.૫ લાખ આવશે, બ્રાઝિલમાં વધીને ૧૧૬૦ લાખ ટન, યુરોપિયન યુનિયન ૭૦૫ લાખ ટન, ઈન્ડોનેશિયા અને પાકિસ્તાનમાં પણ વધારાનું અનુમાન છે. વૈશ્વિક વર્ષાન્ત સ્ટોક માર્ચ મહિનાના અનુમાન કરતા ૪૫ લાખ ટન વધીને ૩૦૫૫ લાખ ટન મુકાયો છે. અમેરિકામાં એકર દીઠ ઉત્પાદકતા ૪.૪૯ ટન અંદાજ સાથે કૂલ ઉત્પાદન ૩૮૩૯.૨૧ લાખ ટન મૂકવામાં આવ્યું છે. આમ કૂલ પુરવઠો ૪૧૫૯.૨૫ લાખ ટન અને નિકાસ ૬૩૫ લાખ ટન મૂકીને, વર્ષાન્ત સ્ટોક ૩૬૫.૭૬ લાખ ટન મૂકવામાં આવ્યો હતો. યૂરોપમાં ખાસ કરીને જર્મની, રોમાનિયા, અને ચેક રિપબ્લિકમાં ઉત્પાદન વધવાની શક્યતા છે.
(અસ્વીકાર સુચના: www.commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











