નવજીવન ન્યૂઝ વડોદરા: વડોદરામાં મોડી રાત્રે બે બાઇક વચ્ચે અકસ્માત થતાં મામલો બીચક્યો હતો. અકસ્માત બાદ બે જુથ સામ-સામે આવી જતાં કોમી છમકલું થયું થયું હતું. હિંસામાં પથ્થરમારો થતાં અનેક લોકો ઘાયલ પણ થયા હતા. તો બીજી બાજુ મંદિરમાં પણ નુકશાન થયું છે. છેલ્લા 8 દિવસમાં ગુજરાતમાં આ પ્રકારની હિંસાની ત્રીજી ઘટના સામે આવી છે.
વડોદરાના રાવપુરા ટાવર પાસે મોડી રાત્રે 11.30એ બે બાઇક સામસામે અથડાયા હતા. અકસ્માત બાદ બને બચચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ મોટી સંખ્યામાં ટોળાં ઉમટી આવ્યા હતા. બને જુથ વચ્ચે હિંસા ફાટી નીકળ્યા હતી. આ દરમિયાન અમદાવાદી પોળ નજીક આવેલા સરદાર ભુવનના ખાંચા પાસે સામ-સામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ પથ્થરમારામાં 8 લોકો ઘાયલ થયા હતા. ટોળાઓએ એક ધાર્મિક સ્થળ પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં કોઠી પોળની સાંઈબાબાની મૂર્તિને તૂટી ગઈ હતી. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ પથ્થરમારો કરનાર અમારા વિસ્તારના ન હતા કોઇ અજાણ્યા માણસો જ હતા.
જોકે બનાવની જાણ થતાં પોલીસે વણસી ઉઠેલી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવી પેટ્રોલિંગ શરૂ કરી દીધું હતું. ઉપરાંત શહેર પોલીસ કમિશ્નર ડો. શમસેરસિંગ પણ મોડી રાતે સ્થળ પર પહોંચ્યાં હતા. રાવપુરાના મેઈન બજાર, ઢીકાટા વિસ્તારમાં પોલીસે સુરક્ષા વધારી દીધી છે. હાલ સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારીને પેટ્રોલિંગ સઘન કરવામાં આવ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











