Sunday, July 5, 2026
HomeGeneralપ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે જોડાવા અંગે એક સપ્તાહ બાદ નિર્ણય કરશે

પ્રશાંત કિશોર કોંગ્રેસ સાથે જોડાવા અંગે એક સપ્તાહ બાદ નિર્ણય કરશે

- Advertisement -

નવજીવન નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના નિવાસ 10 જનપથ ખાતે પાર્ટીના નેતાઓ સાથે એક ઈમર્જન્સી બેઠક યોજી હતી. આ બેઠકમાં ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર પણ પહોંચ્યા હતા. કોંગ્રેસે પ્રશાંત કિશોરને પાર્ટીમાં જોડાવાની ઓફર કરી છે. આ સાથે જ તેમણે 2024ની ચૂંટણીને લઈને પાર્ટીને વિગતવાર બ્લૂ પ્રિન્ટ રજૂ કરી હતી.



સૂત્ર અનુસાર કોંગ્રેસે પ્રશાંત કિશોરને સલાહકારની ભૂમિકા ભજવવાને બદલે પાર્ટીમાં જોડાવા અને કામ કરવા કહ્યું છે. પ્રશાંત કિશોરે કોંગ્રેસ પાર્ટીની નબળાઈઓ અને તેને દૂર કરવાના ઉપાયો વિશે પાર્ટી સમક્ષ રજૂઆત કરી છે. પ્રશાંત કિશોરે 2024ની ચૂંટણી માટે સંપૂર્ણ બ્લૂ પ્રિન્ટ રજૂ કરી હતી અને તેમના સૂચનોને ધ્યાનમાં લેવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે, જેથી આ સૂચનો અને દરખાસ્તો પર કેવી રીતે આગળ વધવું તે નક્કી કરી શકાય.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે પ્રશાંત કિશોર, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ આ માહિતી આપી હતી. આગામી ચૂંટણીમાં કોંગ્રેસને ફરી ઊભી કરવા માટે કિશોરે તાજેતરમાં ગાંધી પરિવારના સભ્યો સાથે ફરી વાતચીત શરૂ કરી હતી. આ સાથે 2024ની લોકસભા ચૂંટણીમાં રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવી હતી.



જો કે આ પહેલા કોંગ્રેસ અને પ્રશાંત કિશોરની ટીમ વચ્ચેની વાતચીતમાં ભંગાણ પડ્યું હતું. સૂત્રોએ કોંગ્રેસના નિવેદનથી ભિન્નતા દર્શાવી છે કે વાતચીત ગુજરાતની ચૂંટણી પર કેન્દ્રિત હતી. તેમની ટીમનું કહેવું છે કે પ્રશાંત કિશોર અને કોંગ્રેસ નેતૃત્વ વચ્ચેની વાતચીત 2024ની સામાન્ય ચૂંટણીની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવા પર કેન્દ્રિત હતી. સૂત્રોનું કહેવું છે કે ગુજરાત કે અન્ય કોઈ રાજ્યની ચૂંટણીમાં પીકેની જવાબદારી લોકસભા2024ની ચૂંટણીને લઈને બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી અનુસાર રહેશે. જો કે કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે કિશોરનો તાજેતરનો જોર ગુજરાતની ચૂંટણીમાં કામ કરવાની માત્ર એક વખતની ઓફર છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે યુપી, પંજાબ સહિત તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. યુપીમાં કોંગ્રેસની બે સીટો ઘટી ગઈ છે. જ્યારે ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં સત્તા મેળવવાની તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. પંજાબમાં, આંતરિક ઝઘડા વચ્ચે તેણે ખરાબ રીતે સત્તા ગુમાવી. ત્યાર બાદ કોંગ્રેસમાં આંતરિક સંગઠનાત્મક ચૂંટણી અને ફેરફારોની માંગ ફરી તેજ બની છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular