Friday, April 17, 2026
HomeGeneralકોન્સ્ટેબલ પર ગાડી ચઢાવવાના આરોપમાં વિદ્યાર્થીનેતા યુવરાજસિંહના શરતી જામીન મંજૂર થયા

કોન્સ્ટેબલ પર ગાડી ચઢાવવાના આરોપમાં વિદ્યાર્થીનેતા યુવરાજસિંહના શરતી જામીન મંજૂર થયા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાના જામીન ગાંધીનગર કોર્ટે મંજૂર કર્યા છે. કોર્ટે યુવરાજસિંહને શરતી જામીન આપ્યા છે. જ્યાં સુધી પોલીસ યુવરાજસિંહ સામેની ચાર્જસીટ કોર્ટમાં ફાઇલ ન કરે ત્યાં સુધી ગ્રંધીનગરમાં પ્રવેશ માટે પ્રતિબંધ લગાવ્યો છે



રાજ્યના વિદ્યાસહાયકો સાથે મળીને યુવરાજસિંહ જાડેજા ગાંધીનગર ખાતે આંદોલન કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન યુવરાજ સિંહે અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી અને પોલીસ પર ગાડી ચઢાવી દીધી હતી. જેના લીધી યુવરાજસિંહની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેની અટકાયત કરવામાં આવી હતી. યુવરાજસિંહની 5 એપ્રિલના રોજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે પોલીસ પર ગાડી ચઢાવી દીધી હતી. ઉપરાંત પોલીસ સાથે દુર્વ્યવહાર કર્યો હતો. આ મામલે પોલીસે યુવરાજ સિંહ પર 307 સહિતની કલમો લગાવી હતી.

ગઈકાલે યુવરાજસિંહની જામીન અરજી પર ગાંધીનગર સેસન્શ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી અને આજે કોર્ટ ચુકાદો જાહેર કર્યો છે. યુવરાજસિંહના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, આ કેસમાં 307 લગાવી શકાય નહીં. પોલીસે ખોટો કેસ કર્યો છે જેથી તેમને જામીન આપવા જોઈએ.

- Advertisement -


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

- Advertisement -

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular