Tuesday, August 18, 2026
HomeGujaratઅમદાવાદઃ મુસ્લીમ વિસ્તારમાં ઓવૈસીનો ખેલ પડી ગયો ! AIMIMના સુપ્રીમોએ ચાલતી પકડી

અમદાવાદઃ મુસ્લીમ વિસ્તારમાં ઓવૈસીનો ખેલ પડી ગયો ! AIMIMના સુપ્રીમોએ ચાલતી પકડી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના (Gujarat Elections 2022) બીજા તબક્કાના મતદાન માટે છેલ્લીઘડીનો પ્રચાર હાલ ચાલી રહ્યો છે. આજે સાંજે આ પ્રચાર બંધ કરી દેવામાં આવશે. જોકે છેલ્લીઘડીના પ્રચાર માટે ગઈકાલે AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) પણ મેદાનમાં ઉતર્યા હતા. જોકે શાહપુરમાં તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ ઓવૈસી GO BACKના નારા પણ લાગ્યા હતા.

અમદાવાદમાં મુસ્લિમ વોટ બેંકને રીઝવવા AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસી પ્રચાર કરી રહ્યા છે. ગઈકાલે જમાલપુર-ખાડીયા બેઠકના AIMIMના ઉમેદવાર સાબીર કાબલીવાલા માટે પ્રચાર કરવા અલગ-અલગ વિસ્તારમાં પગપાળા નિકળ્યા હતા. તેમનો કાફલો શાહપુર વિસ્તારમાં હતો તે દરમિયાન ઓવૈસીને કાળા વાવટા બતાવીને વિરોધ કરવામાં આવ્યો હતો, વિરોધીઓએ ઓવૈસી “GO BACK”ના નારા પણ લાગવ્યા હતા.

- Advertisement -

AIMIMના પ્રદેશ અધ્યક્ષ સાબીર કાબલીવાલાના જ મતવિસ્તારમાં AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ કરવામાં આવતા તેમણે ચાલતી પકડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ગોધરામાં પણ AIMIMનો આ જ પ્રકારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેની પાછળનું કારણ ગત વર્ષે યોજાયેલી ગોધરા નગરપાલિકાની ચૂંટણી હોવાનું સામે આવ્યું છે. આ ચૂંટણીમાં AIMIMએ 7 બેઠક જીતી અપક્ષ સાથે ગઠબંધન કરીને ભાજપને સત્તાથી દુર રાખી હતી. AIMIM સમર્થનથી અપક્ષ સંજય સોની નગરપાલિકાના અધ્યક્ષ બન્યા હતા. ગત નવેમ્બરમાં તેમને ભાજપનું સમર્થન મળતાં AIMIM જોડે છેડો ફાડી નાખ્યો હતો. સુરતમાં પણ અગાઉ ઓવૈસીની સભામાં કેટલાક યુવકોએ કાળા વાવટા ફરકાવીને મોદી-મોદીના નારા લગાવ્યા હતા.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular