Friday, June 5, 2026
HomeNationalમુલાયમસિંહ યાદવનું 82 વર્ષે નિધન

મુલાયમસિંહ યાદવનું 82 વર્ષે નિધન

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ઉત્તર પ્રદેશઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP)ના વડા મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. તેઓ 82 વર્ષના હતા. આજે સવારે 8 થી 8:30 વચ્ચે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સમાજવાદી પાર્ટી વતી ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે. સમાજવાદી પાર્ટીએ અખિલેશ યાદવ વતી લખ્યું, મારા આદરણીય પિતા અને બધાના નેતા હવે નથી.

22 ઓગસ્ટના રોજ મુલાયમ સિંહ યાદવની તબિયત બગડતાં તેમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 1 ઓક્ટોબરની રાત્રે તેમને ICUમાં ખસેડવામાં આવ્યા હતા. મેદાંતાના ડોક્ટર્સની એક પેનલ મુલાયમ સિંહ યાદવની સારવાર કરી રહી હતી.

- Advertisement -

મુલાયમ સિંહ યાદવ પણ 1989માં પહેલીવાર યુપીના મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ 1991માં જનતા દળ તૂટી ગયું. જો કે, 1993 માં, તેમણે ફરીથી યુપીમાં સરકાર બનાવી, આ સરકાર પણ માયાવતી સાથેના ઘર્ષણ વચ્ચે કાર્યકાળ પૂર્ણ કરી શકી નહીં. તેઓ 2003માં ત્રીજી વખત મુખ્યમંત્રી બન્યા અને 2007 સુધી આ પદ પર રહ્યા.

તમને જણાવી દઈએ કે નેતાજીના નામથી પ્રખ્યાત ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ હાલમાં લોકસભામાં મૈનપુરી મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. અગાઉ, સમાજવાદી પાર્ટીના વડાની પત્ની સાધના ગુપ્તાનું આ વર્ષે જુલાઈમાં અવસાન થયું હતું. સાધના ગુપ્તા મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની હતી. તેમની પ્રથમ પત્ની માલતી દેવીનું 2003માં નિધન થયું હતું. માલતી દેવી અખિલેશ યાદવના માતા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular