Thursday, April 16, 2026
HomeGeneralઆકાશમાં દેખાયેલા અગન ગોળાનું રહસ્ય ખુલ્યુ, જાણો વૈજ્ઞાનિકોએ શુ જણાવ્યું

આકાશમાં દેખાયેલા અગન ગોળાનું રહસ્ય ખુલ્યુ, જાણો વૈજ્ઞાનિકોએ શુ જણાવ્યું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: ગુજરતના અનેક વિસ્તારમાં શનિવારે રાત્રે અવકાશમાં અચાનક અગન ગોળા જેવા દ્રશ્ય દેખાયુ હતુ. મુખ્યત્વે કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તાર, તેમજ મધ્ય ગુજરાતમાં વડદોરા અને દક્ષિણ ગુજરતના અનેક વિસ્તારમાં ચમકતા અગન ગોળા જેવુ દેખાતા લોકોમાં જાત-જાતની ચર્ચા શરુ થઈ હતી. પંરતુ વૈજ્ઞાનિકોના અનુસાર ન તો કોઈ તુટતો તારો હતો ન તો કોઈ ઉલ્કાપિંડ.

ગુજરાતના અનેક વિસ્તારોમાં શનિવારે રાત્રે આકાશમાં એક અગન ગોળો દેખાયો હતો. જેને લઈને ઠેર ઠેર લોકો ભેગા થઈ ગયા હતા અને તેને લઈને લોકોમાં કુતુહલ જાગ્યું હતું કે આખરે આ શું છે. બનાવ બાદ ગ્રામ્ય વિસ્તારનાં લોકોમાં ડર, શ્રદ્ધા અને કુતુહલ મિશ્રિત લાગણીઓ પ્રસરી હતી. આખરે આકાશમાં આ શું હતું તે સ્પષ્ટ થઇ ચુક્યું નથી.

- Advertisement -



અમેરિકન વૈજ્ઞાનિક જોનાથન મેક ડોવેલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આકાશમાં જે અગન ગોળો દેખાયો હતો તે ચીનનું એક રોકેટ હતું. આ રોકેટનું નામ ચેન્ગ ઝેંગ 3 B હતું, તેનો સીરિયલ નંબર Y77 હતો, રોકેટ ફેબ્રુઆરી 2021 માં લોન્ચ કરવામાં આવ્યું હતું. જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી ગયું હોય તેવી શક્યતા રહેલી છે. આ બાબતે ચીન દ્વારા કોઇ અધિકારીક ટ્વીટ કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત અન્ય કોઇ અધિકારીક સંસ્થા દ્વારા પણ આ બનાવ અંગે કોઇ સ્વિકાર કરવામાં આવ્યો નથી.

લાડબોરીના ગ્રામજનોના જણાવ્યો અનુસાર, તેમને અચાનક એક ભયાનક અવાજ સંભળાયો હતો, જેથી તેઓ ડરના મારે ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. તે દરમિયાન તેમણે આકાશમાં ચમકદાર આગનો ગોળો જોયો હતો, આગનો આ ગોળો જમીન પર પડ્યો ત્યારે તે ખૂબ જ ગરમ હતો. જ્યારે આ રિંગ આકાશમાં દેખાઈ ત્યારે તે આગની જેમ ચમકી રહી હતી. એટલા માટે ઘણા લોકો તેને ઉલ્કા પિંડ સમજી બેઠા હતા.

- Advertisement -

એક ટ્વીટર યુઝર્સે ટ્વીટ કરીને કહ્યુ છે કે, આ રોકેટનો વધેલો કાટમાળ ધરતી સુધી આવ્યો અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પડ્યો હતો. ટ્વીટર યુઝર્સે આ કાટમાળના ફોટો પણ શેર કર્યા હતા. ટ્વીટ કરેલા ફોટોના જવાબમાં એક યુઝરે કહ્યું કે કાટમાળમાં રહેલી રીંગની સાઈઝ ચાઈનીઝ રોકેટની મુજબ જ છે. રીંગનું માપ અંદાજીત 3 મીટર હોવાનું પણ કહ્યુ હતું.


- Advertisement -





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular