Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ સરખેજમાંથી ચાઈનીઝ દોરીનુ ગોડાઉન ઝડપાયું, અઢી લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદઃ સરખેજમાંથી ચાઈનીઝ દોરીનુ ગોડાઉન ઝડપાયું, અઢી લાખનો મુદ્દામાલ જપ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ઉત્તરાયણ તહેવાર (Kite Festival)ને હજુ પંદર દિવસ જેટલી વાર છે, પરંતુ અત્યારથી પતંગની દોરીના કારણે રાહદારીઓના ગળા કપાવાની ઘટના સામે આવી રહી છે. ઉત્તરાયણ(Makar Sankranti)ના તહેવાર સમયે અસંખ્ય લોકો અને પક્ષીઓ પતંગની દોરીના કારણે જીવ ગુમાવતા હોય છે. જોકે ઘણા બધા કિસ્સામાં સામે આવ્યું છે કે અકસ્માત ચાઈનીઝ દોરીના કારણે થતાં હોય છે. ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે તેમ છતાં અંદરખાને ક્યાંકને ક્યાંક તેનું વેચાણ થતું હોય છે.

આ વર્ષે ઉત્તરાયણના સમયમાં ચાઈનીઝ દોરીનું વેચાણ ન થાય તે માટે પોલીસ સતર્ક નજર રાખીને બેઠી છે. ત્યારે સરખેજ પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીના મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. સરખેજ પોલીસના કર્મચારી સરખેજના ફતેવાડી પાસે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન માહિતી મળી હતી કે, અબ્દુલગની શેખ નામનો વ્યક્તિ સફવાન પાર્ક મહમદ ફ્લેટ ખાતે નીચે દુકાનમાં બેઠો છે અને તેની પાસે પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનો જથ્થો રાખેલો છે. આ ચાઈનીઝ દોરી રાત્રીના સમયે જુદા-જુદા વેપારીઓને વેચવાની ફીરાકમાં હતો.

- Advertisement -

માહિતીના આધારે સરખેજ પોલીસકર્મીએ સ્થળ પર જઈ તપાસ કરતાં અબ્દુલગની શેખ નામની વ્યક્તિ દુકાનમાંથી મળી આવ્યો હતો. પોલીસે દુકાનની તલાસી લેતા 40 પુઠાના કાર્ટુન અને 4 કાર્ટુન સફેદ પોલીથીનમાં લપેટેલા બોક્સમાંથી મોટી સંખ્યામાં ચાઈનીઝ દોરીના ટેલર મળી આવ્યા હતા. આરોપી પાસેથી કુલ 2520 ચાઈનીઝ દોરીના ટેલર મળ્યા હતા. પોલીસે કુલ 2,54,400 રૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો હતો, સાથે જ આરોપી અબ્દુલગની શેખની ધરપકડ કરી હતી. આરોપીની પુછપરછ કરતાં સામે આવ્યું હતું કે, ઉત્તરાયણનો તહેવાર આવતો હોવાના કારણે વેચાણ કરવા માટે કડીના ભગવાનભાઈ પાસે ચાઈનીઝ દોરી મગાવી હતી. પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular