નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં ભારતીય સેનાએ સૈનિકો (Indian Army soldiers) માટે પ્રથમ 3-ડી પ્રિન્ટેડ હાઉસિંગ (3D Printed House Dwelling Unit) બનાવ્યું છે. શહેરના કેન્ટમાં બનેલા આ નિવાસનું બુધવારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતીય સૈનિકો માટે આ પ્રથમ 3D પ્રિન્ટેડ આવાસ છે. આ ઘર એક માળનું છે.
સેનાએ ગુરુવારે કહ્યું કે, આ ટેકનિકમાં 3ડી પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે કોમ્પ્યુટરાઈઝ્ડ ત્રિ-પરિમાણીય ડિઝાઇન પર આધારિત છે. આ નિવાસમાં ખાસ તૈયાર કરેલી ડિઝાઇન મુજબ ખાસ પ્રકારના કોંક્રિટમાંથી લેયર-બાય-લેયર મુજબ 3D સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યા છે. આ અનોખું ઘર મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસ Military Engineering Services (MES) દ્વારા બનાવવામાં આવ્યું છે.

ભારતીય સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેનું નિર્માણ MICOB પ્રાઈવેટ લિમિટેડના સહયોગથી કરવામાં આવ્યું છે. તે નવીનતમ 3D રૈપીડ બાંધકામ તકનીકનો ઉપયોગ કરે છે. 3D પ્રિન્ટેડ હાઉસિંગ સૈન્ય કર્મચારીઓ માટે આવાસની વધતી જતી માંગને ઝડપથી પૂરી કરશે. તે આધુનિક સમયમાં ઝડપી બાંધકામનું પ્રતીક છે. આ બાંધકામ ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ને પણ વેગ આપશે અને અભિયાન પ્રત્યે સેનાની પ્રતિબદ્ધતાનો પુરાવો પણ છે.
સેનાના જણાવ્યા અનુસાર 71 સ્ક્વેર મીટર એટલે કે લગભગ 765 સ્ક્વેર ફીટમાં આ ઘરનું નિર્માણ માત્ર 12 અઠવાડિયામાં પુરુ કરવામાં આવ્યું હતું. આ મકાનમાં એક ગેરેજ પણ બનાવવામાં આવ્યું છે. મકાનના બાંધકામમાં 3D પ્રિન્ટેડ ફાઉન્ડેશન, દિવાલ અને સ્લેબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમદાવાદ સ્થિત આર્મીના ગોલ્ડન કટાર ડિવિઝને બાંધકામની પહેલ કરી છે. ભવિષ્યમાં આવા અનેક મકાનો બનાવવામાં આવશે.
Tag: 3D Printed House Dwelling Unit at Ahmedabad Cantt
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








