Sunday, April 19, 2026
HomeBusinessશિકાગો મકાઈ વાયદો જુલાઈ ૨૦૨૩ની ઊંચાઈએથી ધડામ

શિકાગો મકાઈ વાયદો જુલાઈ ૨૦૨૩ની ઊંચાઈએથી ધડામ

- Advertisement -

મની મેનેજરોએ તેમના તેજીના ઓળિયા વધારીને એપ્રિલ ૨૦૨૨ની ઉંચાઈએ પહોચાડી દીધા હતા

અમેરિકન ખેડૂતોએ ગતવર્ષની તુલનાએ આ વર્ષે મોટાપાયે મકાઈને જમીન ફાળવી

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં મકાઈ (Corn) પાક માટે હવામાન સુધારા તરફી રહ્યાના અહેવાલે સાથે કેનેડા અને મેક્સિકોની આયાત પર ટ્રમ્પ ટેરીફ્ના ભય વચ્ચે શિકાગો મકાઈ વાયદો સતત ત્રીજા સત્રમાં ઘટી ત્રણ સપ્તાહના તળિયે બેસી ગયો હતો. અમેરિકન પ્રમુખે કહ્યું કે આગામી સપ્તાહથી જકાત લાગુ કરી દેવાનું નક્કી છે. ૧૮ ફેબ્રુઆરીએ સીબીઓટી (CBOT)મકાઈ મે વાયદો ૫.૧૭ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૮ કિલો), જુલાઈ ૨૦૨૩ની ઉંચાઈએ બોલાયો હતો. અલબત્ત, તે ગત સપ્તાહે ઘટીને ૩ ફેબ્રુઆરીની બોટમ ૪.૮૮ ડોલર બનાવી ગુરુવારે ૪.૯૪ ડોલર મુકાયો હતો.

મની મેનેજરોએ શિકાગો મકાઈ વાયદા અને ઓપશનમાં તેમના તેજીના ઓળિયા વધારીને એપ્રિલ ૨૦૨૨ની ઉંચાઈએ પહોચાડી દીધા છે. મકાઈમાં તેજીના ઓળિયાથી વિપરીત તેમણે ઘઉંમાં મંદીની (વેચાણ) પોઝીશન જાળવી રાખી છે. અમેરિકન મકાઈ નિકાસ માંગ મક્કમ છે, સ્થાનિક ઇથેનોલ ઉત્પાદન અનેક સપ્તાહોની ઉંચાઈએ પહોચ્યું છે. મકાઈના મોટા ગ્રાહક દેશ મેક્સિકો સાથે વેપાર વિવાદ છે તેના પર હાલ કોઈ માથાકૂટ નથી થઇ રહી.

- Advertisement -

વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશને ગતવર્ષની તુલનાએ ૨૦૨૪-૨૫ના વૈશ્વિક મકાઈ સ્ટોકમાં ઘટાડાની આગાહી કરી છે. અલબત્ત, મકાઈ વપરાશ વધવાની ચેતવણી ઉચ્ચારી છે. જો ચીનને બાદ કરીએ તો જાગતિક મકાઈ સ્ટોક ટુ યુઝ રેશિયો ૨૯ વર્ષના તળિયે પહોચશે. તાજેતરના વરસાદ છતાં આર્જેન્ટીનામાં મકાઈ અને સોયાબીન પાકની સ્થિતિ નબળી બતાવાઈ રહી છે. આગામી સપ્તાહોમાં હવામાન સુકું રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. બ્રાઝીલમાં પણ તાજેતરના વર્ષો કરતા વાવેતર ધીમું ચાલી રહ્યું છે, તેથી એવું લાગે છે કે પાછળથી ઉતારા (યીલ્ડ) ઘટાડાનું જોખમ વધી શકે છે. ડબલ્યુટીઓ એ ૨૦૨૪-૨૫મા ચીનની મકાઈ આયાત ૮૦ લાખ ટન અંદાજી છે.

ફાયનાન્સીયલ સર્વિસીસ મારેક્સ્ના કૃષિ વ્યૂહ રચનાકાર કહે છે કે અમેરિકન કોમોડીટી ફ્યુચર્સ ટ્રેડીંગ કમીશનનાં સાપ્તાહિક કામીટમેન્ટ રીપોર્ટ મુજબ, તેજીવાળા ગમ્મે ત્યારે લેણમાંથી હળવા થઇ જવાની સ્થિતિમાં જણાય છે. અમને લાગી રહ્યું છે કે મેનેજ્ડ મની ફંડોએ હજુ સુધી મોટાપાયે લેણ પકડી રાખ્યું છે, તેમની તેજીની હવા ગમ્મે ત્યારે નીકળી જવાની છે. અમેરિકન ખેડૂતોએ ગતવર્ષની તુલનાએ, આ વર્ષે મોટાપાયે મકાઈને જમીન ફાળવી છે, પણ તે કેટલી વધુ છે? આ પ્રશ્ન પુછાઈ રહ્યો છે.

૩૧ માર્ચે રજુ થનારા અમેરિકન વાવેતરના આંકડા શું આવે છે, તે જોવા બજાર આતુર થઈને બેઠી છે. આ સપ્તાહે કરવામાં આવેલા એક સર્વેમાં એનાલિસ્ટોએ ૨૦૨૫નુ સરેરાશ મકાઈ વાવેતર ૯૩૬ લાખ એકર અને સોયાબીનનું ૮૪૪ લાખ એકર થયાનો વરતારો બતાવે છે, જે ગતવર્ષની તુલનાએ અનુક્રને ૩.૩ ટકા વધુ અને ૩ ટકા ઓછું માનવામાં આવે છે. પણ અમેરિકન કૃષિ મંત્રાલય ૨૦૨૫-૨૬ના વાવેતર આંકડા, વાર્ષિક આઉત્લુંક ફોરમમાં રજુ કરશે, તે ફેબ્રુઆરીનો વાવેતર અંદાજ વધુ સાવધાની પૂર્વક આપે તો પણ, તે ૧૨ વર્ષમાં સૌથી વધુ ૯૫૦ લાખ એકર હશે.

- Advertisement -

આર્જેન્ટીનાની એજન્સી રોજારીયો ગ્રેન એક્સચેન્જનો અહેવાલ કહે છે કે મકાઈ પાક ગરમ અને સુકા હવામાનનો સામનો કરી રહ્યો હતો. પણ હવે વાવેતર વિસ્તારમાં વરસાદ પડી જતા રાહતની લાગણી અનુભવાય છે. આગામી સપ્તાહના વધુ દિવસ વરસાદ ચાલુ રહેશે, જે દુષ્કાળગ્રસ્ત મકાઈ પાક માટે ટર્નીંગ પોઈન્ટ સાબિત થશે. બજારમાં અત્યારે અમેરિકન ટેરીફ્ના ભયનું વાતાવરણ સર્જાયું છે.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular