નવજીવન ન્યૂઝ. છોટાઉદેપુરઃ છોટાઉદેપુરમાં (Chhota Udaipur) એક એમ્બ્યુલન્સ ડ્રાઈવરના કારણે નવજાત બાળકનો જીવ બચી ગયો છે. વરસાદી માહોલના કારણે ઠેર-ઠેર પાણી ભરાયું હતું અને રસ્તા પર વૃક્ષો ધરાશાહી થયા હતા. જેથી એમ્બ્યુલન્સના ડ્રાઈવરે નવજાતનો જીવ બચાવવા માટે નદીના પટ્ટમાં એમ્બ્યુલન્સ હાકીને સમયસર નવજાતને હોસ્પિટલ પહોંચાડીને જીવ બચાવ્યો હતો. જો સમયસર બાળક હોસ્પિટલ ન પહોંચ્યુ હોત તો કદાચ તેને જીવ ગુમાવવો પડ્યો હોત.
પ્રાપ્ત વિગત અનુસાર, છોટાઉદેપુરના બોડેલીમાં (Bodeli) જબુગામ આરોગ્ય કેન્દ્રમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળકને જન્મબાદ શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાનું તબીબના ધ્યાને આવ્યું હતું. જેથી બાળકને અન્ય હોસ્પિટલમાં રિફર કરવાની જરૂર હતી. પરંતું આ સમયે છોટાઉદેપુરમાં વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો હતો. ભારે પવનના કારણે હાઈવે પર ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા.
બીજી બાજુ બાળકને હોસ્પિટલમાં રિફર કરવું પણ ખૂબ જરૂરી હતું. તેવામાં એમ્બ્યુલન્સના ડ્રાઈવરે પોતાની કોઠા સુઝ વાપરીને હાઈવેના બદલે નદીના પટ્ટમાં એમ્બ્યુલન્સ હાંકીને સમય વેડફ્યા વગર બાળકને બોડેલીની હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. હોસ્પિટલમાં અગાઉથી બાળકની જાણકારી આપી દેવામાં આવતા તબીબો પણ સ્ટેન્ડબાય રહ્યા હતા. બાળક હોસ્પિટલ પહોંચતાની સાથે જ તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું અને બાળકને બચાવી લેવામાં આવ્યું છે. હોસ્પિટલના તબીબ પણ માની રહ્યા છે કે, ડ્રાઈવરના કારણે આજે બાળકને નવજીવન મળ્યું છે. જો બાળકને હોસ્પિટલ લાવવામાં થોડું મોડું થયું હોત તો કદાચ સ્થિતિ અલગ હોત. આમ આ કિસ્સામાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સુરેશ દેસાઈ ખરા અર્થમાં બાળક માટે દેવદૂત સાબિત થયા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








