નવજીવન ન્યૂઝ. મહેસાણા: ગુજરાતમાં હાઇવે અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. કેટલાક બેફામ ગતિએ બેદરકારી પૂર્વક વાહન ચલાવતા વાહનચાલકોને કારણે નિર્દોષોને જીવ ગુમાવવો પડતો હોય છે. વધુ એક ગમખ્વાર અકસ્માતની (Accident) ઘટના અમદાવાદ-મહેસાણા હાઇવે (Ahmedabad-Mehsana Highway) પર સામે આવી છે. બેફામ બનેલા કારચાલકે રોડ ક્રોસ કરી રહેલા 3 જેટલા શ્રમિકોને ટક્કર મારતા શ્રમિકો હવામાં ફંગોળાઈ જમીન પટકાયા હતા. જેના કારણે તેમને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે 3 શ્રમિકોનું કમકમાટીભર્યુ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ કલોલ તાલુકા પોલીસને (Kalol Police) થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ (Mehsana Civil Hospital) મોકલ્યા હતા અને અજાણ્યા કારચલાક સામે અકસ્માત ગુનો નોંધી ફરાર કારચલાકની શોધખોળ હાથધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-મહેસાણ હાઇવે પર છત્રાલ પાસે સવારે 11 વાગ્યાના સુમારે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. છત્રાલ પાસે હાઈવે પરથી બેફામ ગતિએ કાર પસાર થઈ રહી હતી. આ દરમિયાન 3 જેટલા શ્રમિકો રોડ ક્રોસ કરી રહ્યા હતા, કારચાલક કાબૂ ગુમાવતા ત્રણ શ્રમિકોને ફૂટબોલની માફક હવામાં ફંગોળ્યા હતા. શ્રમિકો નીચે પટકાતા ત્રણેયના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. કારચાલક અકસ્માત બાદ કાર મૂકી ભાગી ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા લોકો પણ મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્રણ લોકોના મોત થતા સમ્રગ મામલે કલોલ તાલુકાના પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઈ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્માર્ટમ માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા.
તેમજ અકસ્માત સર્જનાર કાર ડિટેઈન કરી કારચાલક સામે અકસ્માત અંગેનો ગુનો નોંધી કારચાલકની શોધખોળ હાથધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, શ્રમિકો સવારે મજૂરી કામ માટે જઈ રહ્યા હતા ત્યારે રોડ ક્રોસ કરતા દરમિયાન કારે ટક્કર મારી હતી. જેના કારણે ત્રણેય લોકના મૃત્યુ થયા છે. મૃતકો મૂળ મેહસાણાના બુદેલાગામના વતની હોવાની વિગતો મળી રહી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








