નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: 23 ઓગસ્ટના રોજ ભારતના ચંદ્રયાન-3 દ્વારા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરવામાં આવ્યું છે. દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ કરનારો ભારત વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. સાથે જ ભારતે અવકાશ ક્ષેત્રે ઐતિહાસિક સોપાન સર કર્યું છે. રશિયાનું લુના-25 લેન્ડિંગ પહેલા જ ક્રેશ થઈ તૂટી પડ્યું હતું. જે દર્શાવે છે કે, ઈસરોના (ISRO) વૈજ્ઞાનિકો દ્વારા કેટલી સૂક્ષ્મદર્શીતા દ્વારા ચંદ્રયાન-3 મિશન માટે તનતોડ મહેનત કરી હશે. ચંદ્રયાન-3 દ્વારા પોતાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ચંદ્રયાન-3 (Chandrayaan-3)નું રોવર પ્રજ્ઞાન (Pragyan Rover) અત્યાર સુધીમાં ચંદ્રની સપાટી પર 100 મીટર ચાલ્યું છે. વિક્રમ લેન્ડર અને રોવર બંનેની સ્થિતિ બિલકુલ સારી છે. ઈસરોના વડા એસ. સોમનાથે આદિત્ય L1ના સફળ લોંચિંગ બાદ કહ્યું કે, રોવર પ્રજ્ઞાન દ્વારા વિક્રમ લેન્ડરનો એક ફોટો લેવામાં આવ્યો છે. રોવર પ્રજ્ઞાને રસ્તામાં ખાડો આવતા પોતાનો રસ્તો બદલી નાખ્યો હતો અને સફળતાપૂર્વક આગળ પ્રક્ષેપણ કર્યું હતું. પ્રજ્ઞાન રોવર નેવિગેશન કેમેરા (NavCam)થી ફોટા લઈ રહ્યું છે. આ કેમેરા લેબોરેટરી ફોર ઇલેક્ટ્રો-ઓપ્ટિક્સ સિસ્ટમ્સ (LEOS) દ્વારા બનાવવામાં આવ્યો છે.
રોવરનું મુખ્ય લક્ષ્ય ચંદ્ર એક દિવસ પૂર્ણ કરે ત્યાં સુધી 500 મીટર આગળ વધવાનું છે. રોવર પ્રતિ સેકન્ડ એક સેન્ટિમીટરની ગતિએ આગળ વધી રહ્યું છે. રોવર ચંદ્રની સપાટી પર 5થી 6 દિવસ કામ કરશે તથા જ્યાં સુધી સૂર્યમાંથી ઉર્જા મળતી રહેશે, ત્યાં સુધી કેમેરા ચંદ્રની સપાટી અને વિક્રમના ફોટોગ્રાફ્સ લેતા રહેશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








