નવજીવન ન્યૂઝ.અમદાવાદ: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાતના રાજકારણના તળાવમાં એક મોટો પથ્થર ફેંકતા રાજકીય તરંગો ઉછળી છે. તેમણે ભાજપના મંત્રી બચુ ખાબડ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા પર રૂ. 400 કરોડના કથિત કૌભાંડનો ગંભીર આરોપ મૂક્યો છે. ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો છે કે, બંને નેતાઓએ જલારામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સી દ્વારા ટ્રાઇબલ વિસ્તારોમાં મટીરિયલ સપ્લાયના નામે મોટા પાયે કૌભાંડ કર્યું છે.
વસાવાએ વીડિયો નિવેદન આપીને કહ્યું કે વર્ષ 2020 થી 2023 વચ્ચે બચુ ખાબડ પ્રભારી મંત્રી હતા ત્યારે જલારામ એન્ટરપ્રાઇઝ દ્વારા નર્મદા સહિતના વિવિધ જિલ્લાઓમાં કામ વગર જ કરોડો રૂપિયાની પેમેન્ટ લેવાયા હતા. આ અંગે મળેલી માહિતી મુજબ અનેક ગામોમાં રેતી કે કપચી પૂરી પાડ્યા વિના અને GST વગરના બિલો વિના સરકારી પેમેન્ટ કરવામાં આવ્યું છે. આ મુદ્દે અમે પુરાવા લઈને બેઠા છીએ.
ચૈતર વસાવાએ કહ્યું કે, “અમારું માનવું છે કે આ એજન્સી પાછળ બચુ ખાબડ અને હીરા જોટવાની ભાગીદારી છે. સરકારે રેકોર્ડમાંથી તપાસ કરાય અને તટસ્થ તપાસ થાય તો રૂ. 400 કરોડથી વધુના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થઇ શકે છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે અગાઉ પણ આ અંગે પોલીસ અધિક્ષક પાસે ફરિયાદ કરવામાં આવી હતી અને સરપંચોના સહકારથી આવેદનપત્ર પણ અપાયું હતું. પરંતુ મોટા નેતાઓના દબાણને કારણે માત્ર અધિકારીઓના નિવેદનો લઈને મામલો દબાવી દેવામાં આવ્યો હતો.
ચૈતર વસાવાએ ગુજરાત સરકારને માંગ કરી છે કે:
– હીરા જોટવાની તમામ એજન્સીઓની કામગીરીની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે.
– ટ્રાઇબલ વિસ્તારોમાં થયેલા કામોનું નિરીક્ષણ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે.
અંતે ચૈતર વસાવાએ આરોપ મૂક્યો કે કોંગ્રેસ નેતા હીરા જોટવા ટ્રાઇબલ વિસ્તારોના પબ્લિક ફંડનો ઉપયોગ કરીને પાર્ટી ચલાવી રહ્યા છે અને આ સમગ્ર કૌભાંડમાં રાજકીય અને વ્યવસાયિક ભાગીદારી છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








