નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ Bhavnagar Dummy Case: ગુજરાતમાં ડમીકાંડનો (Dummy Kand) પર્દાફાશ થયાં બાદ તેની તપાસ SITને સોંપવામાં આવી હતી. ડમીકાંડ અને તેમાંથી સામે આવેલા તોડકાંડમાં (Todkand) SIT તપાસનો ધમધમાટ શરૂ કરતાં રોજ નવા ફળગાં ફુટી રહ્યા છે. ત્યારે તોડકાંડ મામલે ગઈકાલ સાંજે વધુ પાંચ આરોપીઓને SITએ ઝડપી પાડ્યા છે. અગાઉ બુધવારે પણ SITની ટીમે ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. અત્યાર સુધીમાં ડમીકાંડમાં કુલ 32 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
ડમીકાંડમાં ભાવનગર પોલીસ (Bhavnagar Police) રોજબરોજ નવા ખુલાસા કરી રહી છે. ત્યારે ભાવનગર પોલીસને વધુ એક સફળતા મળી છે. ડમીકાંડમાં સંડોવાયેલા વધુ પાંચ આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. જેમાં ગોપાલભાઇ સ/ઓફ વેણીશંકરભાઇ મુળશંકરભાઇ લાધવા, નોકરી MPHW ઝીંઝુડા પી.એસ.સી. તા.સાવર કુંડલા જિ.અમરેલી, ઇકબાલભાઇ સ/ઓફ અલીભાઇ આદમભાઇ લોંડીયા નોકરી MPHW મોટીઆંબરોલ તા.પાલી જેતપુર જિ.છોટાઉદેપુર, હનીફભાઇ સ/ઓફ અલીભાઇ આદમભાઇ લોંડીયા નોકરી MPHW પીપદી પી.એસ.સી.સેન્ટર તા.કંવાટ જિ.છોટાઉદેપુર, સોલંકી પ્રવિણભાઇ અરજણભાઇ જાતે કોળી ઉ.વ.૨૫ ધંધો.ખેતી રહે.વાડી વિસ્તાર કાળેલા ગામ કુંભણ તા.મહુવા, ગોહિલ ઇન્દ્રજીતસિંહ અનોપસિંહ ધંધો ખેતી રહે.ભંડારીયા તા.જી.ભાવનગરનો સમાવેશ થાય છે.
ભાવનગર પોલીસે ઝડપેલા પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓ મલ્ટી પર્પસ હેલ્થ વર્કસ તરીકે ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે આરોપીઓ ખેતીકામ સાથે સંકાયેલા છે. પોલીસે અત્યાર સુધીમાં ડમીકાંડમાં 52 વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે. ડમીકાંડમાં અગાઉ પોલીસે 27 આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે વધુ પાંચ આરોપીને ઝડપી પાડવામાં આવતા ડમીકાંડમાં આરોપીની સંખ્યા 32 પર પહોંચી છે. ત્યારે હવે જોવાનું રહ્યું ડમીકાંડમાં આરોપીઓનો આંકડો કેટલે આવીને અટકે છે.
TAG : Dummy Kand Bhavnagar Today News, Bhavnagar Dummy Candidate Case, Bhavnagar Police
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








