Saturday, June 3, 2023
HomeGeneralCDS ચોપર ક્રેશ: IAFની કોર્ટ ઓફ ઈન્ક્વાયરી પૂરી, કહ્યું- કેવી રીતે થયું...

CDS ચોપર ક્રેશ: IAFની કોર્ટ ઓફ ઈન્ક્વાયરી પૂરી, કહ્યું- કેવી રીતે થયું હેલિકોપ્ટર દુર્ઘટનાનો શિકાર?

- Advertisement -

નવજીવન. નવી દિલ્હી: દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર Mi-17 V5ના અકસ્માતને લઈને એરફોર્સની કોર્ટ ઓફ ઈન્કવાયરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. જો કે અત્યાર સુધી દુર્ઘટનાના કારણ વિશે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ માનવામાં આવે છે કે તેની પાછળનું મુખ્ય કારણ ખરાબ હવામાન છે.

એર માર્શલ માનવેન્દ્ર સિંહના નેતૃત્વમાં કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે ખરાબ હવામાનના કારણે પાયલટનું ધ્યાન ભટક્યું જેના કારણે આ દુર્ઘટના થઈ. ટેકનિકલ આધારો પર, જ્યારે પાઇલટ અવ્યવસ્થિત થાય છે અથવા પરિસ્થિતિનો સચોટ ખ્યાલ મેળવી શકતો નથી અને હેલિકોપ્ટર અજાણતાં કોઈની સાથે અથડાય છે ત્યારે આવા અકસ્માતો થાય છે.

- Advertisement -

જ્યારે હેલિકોપ્ટર પર પાયલટનો સંપૂર્ણ નિયંત્રણ હોય છે. આવી સ્થિતિને કંટ્રોલ ફ્લાઈટ ઈન્ટુ ટેરેન કહેવામાં આવે છે. આ પ્રકારના ક્રેશ મોટાભાગે ખરાબ હવામાન દરમિયાન થાય છે, જ્યારે પાઈલટ હેલિકોપ્ટરનું લેન્ડિંગ કરે છે. તે દરમિયાન પાયલોટ માટે હેલિકોપ્ટરને નિયંત્રિત કરવું લગભગ અશક્ય બની જાય છે.



તપાસનીશ ટીમે હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી ન હોવાની કે હેલિકોપ્ટરમાં કોઈ ખામી હોવાની કોઈ શક્યતાને નકારી કાઢી હતી. હાલમાં, તપાસ ટીમ તેના અહેવાલની ખાતરી કરવા માટે ખુદ એરફોર્સના કાનૂની વિભાગની સલાહ લઈ રહી છે અને એવી અપેક્ષા છે કે ચારથી પાંચ દિવસમાં આ અહેવાલ વાયુસેનાના વડા એર ચીફ માર્શલ વી.આર.ચૌધરીને સોંપવામાં આવશે.

8 ડિસેમ્બરે સીડીએસ જનરલ બિપિન રાવત તેમની પત્ની મધુલિકા રાવત અને સલાહકાર બ્રિગેડિયર એલએસ લિદ્દર સાથે Mi V-17માં તમિલનાડુના સુલુર એર બેઝથી ઉંટીની પાસે વેલિંગ્ટનમાં ડિફેન્સ સર્વિસ સ્ટાફ કોલેજ જઈ રહ્યા હતા. તે સમયે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જનરલ રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર 14 લોકોના મોત થયા હતા. અધિકૃત તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે, પરંતુ અત્યાર સુધી જે જાણવા મળ્યું છે તેના પરથી લાગે છે કે આ દુર્ઘટના ખરાબ હવામાનના કારણે બની છે.



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular