અમેરિકાનું સોયાબીન વાવેતર ૩.૫ ટકા વધવાનું યુએસડીએનું અનુમાન
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): કોમોડિટી ફંડ અને ટેકનિકલ ટ્રેડરોની વેચવાલી વચ્ચે શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ પર સોયાબીન (Soybean) વાયદો એક મહિનાના તળિયે બેસી ગયો. અમેરિકામાં વાવેતર ઘણા દિવસો સુધી ઢીલમાં પડ્યા પછી, ખેડૂતો મકાઈની કેટલીક જમીન સોયાબિનને ફાળવે છે, તેના પર પણ ટ્રેડરોની નજર રહેશે. દક્ષિણ અમેરિકન દેશોમાં લણણીની પ્રક્રિયા પ્રગતિ પર પણ, તેમની નજર રહેશે. પાનખર ઋતુ વહેલી બેસી જવાની અમેરિકન કૃષિ મંત્રાલયના અનુમાન સાથે સોયાબીન વાવેતર ૩.૫ ટકા વધવાની અને મકાઇ વાવેતર ૪.૯ ટકા ઘટવાની આગાહી કરવામાં આવી છે.
સોયાબીન વાવેતર વધારા સાથે જ અમેરિકામાં આગામી મોસમના આરંભે સ્ટોક ૩૦ ટકા વધીને પાંચ વર્ષની ઊંચાઈએ પહોંચી જશે. અમેરિકન કૃષિ મંત્રાલય કહે છે કે સ્થાનિક બજાર અને નિકાસ બજારમાં માંગ, વધતાં ઉત્પાદન સાથે કદમ નહીં મિલાવી શકે, તેના લીધે પુરાંત સ્ટોક ઐતિહાસિક રીતે છઠ્ઠા નંબરનો ઊંચો હશે. યુએસડીએ તેના આગામી માંગ પુરવઠાના આકડા ૧૨ જૂન રજૂ કરશે, તેની પાઠોપાઠ બ્રાઝિલની કૃષિ એજન્સી કોનાબ ૧૩ જૂન તેના સોયાપાકના અંદાજો રજૂ કરશે. વિશ્વના આ સૌથી મોટા સોયાબીન નિકાસકાર દેશમાં લણણી અગાઉ ભયંકર પૂર આવતા, કેટલોક પાક ધોવાઈ ગયો હતો. શક્ય છે કે આ અહેવાલ શિકાગોમાં ઘટતા ભાવને કઇંક ટેકો આપી શકે.
મંગળવારે આર્જેન્ટિના સરકારે કહ્યું કે જાગતિક બજારમાં ઊંચા ભાવનો લાભ લેવા મે મહિનામાં નિકાસ વેપાર, એપ્રિલની તુલનાએ બમણો થયો હતો. ગુરુવારે એક તબક્કે ઇન્ટ્રાડેમાં સીબીઓટી જુલાઇ વાયદો ૧૧.૭૬ ડોલર પ્રતિ બુશેલ (૨૭.૨૧૮ કિલો) થયો હતો. જે શુક્રવારે વધીને ૧૧.૯૬ ડોલર મુકાયો હતો. ચીનના ડેલિયાં કોમોડિટી એક્સચેન્જ પર જુલાઇ વાયદો ૨૫ યુઆન (૩.૬૨ ડોલર) ઘટીને પ્રતિ ટન ૪૬૪૪ ટન ગુરુવારે બંધ રહ્યો હતો.
બ્રાઝીલના ગ્રીન એક્સપોર્ટ એસોસિયેશને કહ્યું હતું કે વર્ષાનું વર્ષ મે મહિનામાં સોયાબીન નિકાસ ૭.૩ ટકા ઘટી હતી, જે જૂનમાં પણ ઘટવા સંભવ છે. નવા પાકનો નવેમ્બર સીબીઓટી સોયાબીન વાયદો એક મહિનાની વાર્ષિક ઊંચાઈ પર હતો તે પાછલા સતત ૮ ટ્રેડિંગ સત્રથી ઘટી રહ્યો છે, મંદીવાળા સટ્ટોદિયા તેમના મંદીના ઓળીયા સતત વધારી રહ્યા છે.
સામાન્ય રીતે નવા પાકનો નવેમ્બર સોયાબીન વાયદો નવી ઊંચાઈઓ સર કરતો હોય છે, અલબત્ત, આ જ મહિનામાં પાકના વરતારા જોઈને, સટ્ટોદિયા ભાવને તોડી પણ નાખતા હોય છે. પરંતુ આ વર્ષે અમેરિકન ખેડૂતોને ૨૦ ટકા સોયાબીન વાવણી કરવાની બાકી છે, ત્યાં જ નવેમ્બર વાયદના તાજેતરના વર્ષોના વલણને ધ્યાનમાં લઈએ તો, આ વખતે દૂર ડિલીવરીનો આ વાયદો વહેલો ઘટવા લાગ્યો છે. વર્તમાન ભાવ ઘટવાના વલણને જોઈએ તો જુલાઇ વાયદાનું નીચા ભાવનું લક્ષ્યાંક ૧૧.૫૦ ડોલર રહેશે. જો મંદિવાળા આ લક્ષ્યાંકને તોડી નાંખશે ભાવને ૧૧.૩૧ ડોલર સુધી નીચે જવાનો માર્ગ મોકળો થઈ જશે. છેલ્લા સાત સત્રમાં નવેમ્બર વાયદો ૫.૭ ટકા ઘટ્યો હતો.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ, માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796