Friday, December 1, 2023
HomeGujaratદલિત આગેવાનની હત્યાના સાક્ષીની પણ હત્યા, પરિવારની 13 માગો ન સ્વીકારાય ત્યાં...

દલિત આગેવાનની હત્યાના સાક્ષીની પણ હત્યા, પરિવારની 13 માગો ન સ્વીકારાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બોટાદ: Botad News: સમાનતાની વાતો વચ્ચે દલિત લોકો સાથે આજે પણ અણછાજતું વર્તન કરવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે બોટાદ (Botad) જીલ્લાના રાણપુર તાલુકાના બગડ ગામે આજથી 4 વર્ષ અગાઉ થયેલી દલિત આગેવાનની (Dalit Leader) હત્યાના સાક્ષીની પણ હત્યા કરવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહિત મુજબ, બોટાદ જીલ્લાના રાણપુર તાલુકા ખાતે આવેલા બગડ ગામે દલિત આગેવાન માનજી સોલંકીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના કેસમાં આરોપીઓ સામે નિવેદન આપવા બગડ ગામના દલિત યુવાન રાજેશ મકવાણા સાક્ષી થયા હતા. માનજી સોલંકીની હત્યા કરનારા આરોપીઓ દ્વારા દલિત યુવાન રાજેશ મકવાણાના પરિવારને અવાર-નવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. જેથી રાજેશ મકવાણાએ પોતાના તથા પરિવારના રક્ષણ માટે જીલ્લા પોલીસ વડા પાસે રક્ષણ આપવાની માગણી કરી હતી. પરંતુ રાજેશ મકવાણાની માગણીની પોલીસ દ્વારા અવગણના કરવામાં આવી હતી. જેના કારણે 4 વર્ષ પહેલા માનજી સોલંકીની હત્યા કરનારા આરોપીઓએ સાક્ષી રહેલા રાજેશ મકવાણા પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ કરેલા જીવલેણ હુમલામાં રાજેશ મકવાણાને ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી રાજેશ મકવાણાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ગઈકાલે ગુરુવારે રાજેશ મકવાણા સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા.

- Advertisement -

જે આરોપીઓએ માનજી સોલંકીની હત્યા કરી હતી, તે જ આરોપીઓ દ્વારા રાજેશ મકવાણાની હત્યા કરવાનું કારણ પોતે કેસના સાક્ષી બન્યા હતા તે હતું. રાજેશ મકવાણાની પત્ની રેણુકાબેન તથા ભાઈ નટવર મકવાણાએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી. રાજેશ મકવાણાના પત્ની અને ભાઈના આક્ષેપ મુજબ પોલીસ પાસે રક્ષણ માગ્યું હોવા છતાં પોલીસે રક્ષણ પૂરું ન પાડતા રાજેશ મકવાણાની હત્યા કરવામાં આવી છે. ત્યારે પોતાની 13 શરતોએ જ રાજેશભાઈનો મૃતદેહ સ્વીકારવામાં આવશે તેમ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરિવારની તેર શરતોમાં માનજી સોલંકી તથા પોતાના પરિવારમાંથી શૈક્ષણીક લાયકાત મુજબ એક-એક સભ્યને નોકરી આપવામાં આવે સાથે જ 5-5 એકર જમીન પણ જીવન નિર્વાહ માટે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે. આરોપીઓના ભયથી પરિવાર ગામ છોડે છે તો અન્ય જગ્યાએ રહેવા રહેઠાણ અને રેશન પણ પૂરું પાડવામાં આવે. પરિવારના તમામ પુખ્ત વ્યક્તિઓને સ્વ રક્ષણ માટે હથિયાર રાખવાનો પરવાનો આપવામાં આવે. વધુમાં જીલ્લા પોલીસ વડા અને પ્રાંત અધિકારી સામે બેપરવાહી રાખવા બદલ કાયદાકીય પગલાં લેવામાં આવવા જોઈએ તથા સુજાતા મજમુદાર, સુધા પાંડે જેવા અધિકારીઓની નિમણૂંક કરવામાં આવવી જોઈએ. પરિવારની તેર શરતોમાં ધ્રાગંધ્રામાં ફરજ બજાવતા DySP જે. ડી. પુરોહિતને આ કેસની તપાસ સોંપવામાં આવે. સાથે જ બાળકોને સ્કૂલમાં મફત પ્રવેશ આપવામાં આવે. હત્યા કરનાર આરોપીઓ સામે ડે ટુ ડે કેસ ચલાવી સત્વરે સજા આપવામાં આવવી જોઈએ. રાજેશ મકવાણાની હત્યાના કેસમાં સાક્ષી અને પાંચ તરીકે રહેલા તમામ સાહેદોને પોલીસ રક્ષણ આપવાની પણ શરત પરિવાર દ્વારા મૂકવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી પાસે દલિતો સાથે આ છેલ્લો બનાવ હોવાની બાયધરી પણ પરિવાર દ્વારા માગવામાં આવી છે.

ઘટનાને પગલે કોંગ્રેસ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ (Jignesh Mevani) પણ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગુજરાત દલિતો માટે નર્ક સમાન છે. પરિવાર દ્વારા પોલીસ રક્ષણ માગવામાં આવ્યું હોવા છતાં પોલીસે રક્ષણ પૂરું ન પાડ્યું જેથી સરકાર દલિતો પ્રત્યે દુર્લક્ષ સેવે તેવું સાબિત થાય છે તેમ પણ જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular