Sunday, April 19, 2026
HomeGujaratGandhinagarરાતોરાત જંત્રીના દર બમણા થતા બિલ્ડર એસોસિએસન પહોંચ્યું મુખ્યમંત્રીને રજૂઆત કરવા

રાતોરાત જંત્રીના દર બમણા થતા બિલ્ડર એસોસિએસન પહોંચ્યું મુખ્યમંત્રીને રજૂઆત કરવા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: રાજ્ય સરકારે અચાનક જ જંત્રીના દર બમણા કરવાનો ધડાકો કરતા રાજ્યભરમાં રોષ જોવા મળી રહ્યો છે. સામાન્ય નાગરિકોથી માંડી બિલ્ડરો સુધી આ નિર્ણયનો વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે બિલ્ડર એસોસિએસન (gujarat builders association) આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendrabhai Patel) ને રજૂઆત કરવા પહોંચ્યા છે.

ગુજરાતમાં રાજ્ય સરકારે જંત્રીના દર બમણા કરી દેવાનો નિર્ણય જાહેર કરતા જ વિવાદ શરૂ થયો છે. જંત્રીના ભાવ વર્ષ 2011 બાદ વધાર્યા બાદ હવે તેને સીધા બમણા કરી દેવામાં આવતા મકાન ખરીદવા ઈચ્છતા લોકોને બમણી રકમ જંત્રી પેટે ચૂકવણી કરવી પડશે. જેના કારણે ઘરના ઘર લેવા ઈચ્છતા લોકોને મોટો ઝાટકો લાગ્યો છે. સાથે જ આ નિર્ણયને કારણે રિયલ એસ્ટેટના વ્યવસાયને પણ ધક્કો લાગી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ તકે નારાજ થયેલા બિલ્ડર એસોસિએસનના પ્રમુખ પરેશ ગજેરા અને સેક્રેટરી સુજીત ઉદાણી સહિતના આગેવાનો આજરોજ મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.

- Advertisement -
Builders Association President Paresh Gajera

રજૂઆત કરવા પહોંચેલા બિલ્ડર એસોસિએસનના પ્રમુખ પરેશ ગજેરાએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘સરકારે જંત્રીના ભાવમાં વધારો કરતા પહેલા સર્વે કરાવવો જોઈએ તેમજ લોકોના વાંધા અને સૂચનો મેળવવા જોઈએ. બાદમાં નોટિફિકેશન મારફતે જંત્રીના દરમાં તબક્કાવાર વધારો કરવો જોઈએ.’

આ પણ વાંચો: લઈ લો 156નો લ્હાવો ! જંત્રીના ભાવ બમણા થતા ઘરના ઘર લેવાના સપના રોળાશે

મહત્વની વાત છે કે, રાજ્ય સરકારે જંત્રીના ભાવ બમણા કરવાનો નિર્ણય તાત્કાલીક અમલમાં પણ મુકી દીધો છે. મતલબ નિર્યણ જાહેર થયાની સાથે જ હવે જંત્રીના ભાવ બમણા ચૂકવવા પડશે. આમ રાતોરાત થયેલા આ નિર્યણને પગલે બાંધકામ ક્ષેત્રની સાથે સામાન્ય લોકોને ફટકો પડ્યો છે. ઉપરાંત આગામી સમયમાં રિયલ એસ્ટેટ માર્કેટ પણ રોકાણકારોના અભાવે મંદીમાં ગરકાવ થાય તેવી સંભાવના રહેલી છે. જે તમામ બાબતોને ધ્યાને રાખી બિલ્ડર એસોસિએસન મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ પણ જો યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં વિરોધની રણનીતિ તૈયાર કરશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular