Thursday, April 30, 2026
HomeGujaratBhavnagarબ્રેકિંગ ન્યૂઝ: ગુજરાતી યાત્રાળુઓની બસને ગંગોત્રી નજીક અકસ્માત નડ્યો, ૭ ના મોત

બ્રેકિંગ ન્યૂઝ: ગુજરાતી યાત્રાળુઓની બસને ગંગોત્રી નજીક અકસ્માત નડ્યો, ૭ ના મોત

- Advertisement -

નવજીવન ન્યુઝ ભાવનગર: તાજેતરમાં અહેવાલ મળી રહ્યા છે કે ગંગોત્રીથી (Gangotri) પરત ફરી રહેલા યાત્રાળુની બસને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતની ઘટનામાં કુલ 7 લોકોના મોત થયા હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. હાલ કેટલાક યાત્રાળુ સારવાર હેઠળ હોય મૃતકોની સંખ્યામાં વધારો પણ થઈ શકે છે. ત્યારે માહિતી મળી રહી છે કે ભાવનગરના એજન્ટ દ્વારા યોજવામાં આવેલી આ યાત્રામાં મોટેભાગે યાત્રાળુ ભાવનગર (Bhavnagar) શહેર અને જિલ્લાના યાત્રાળુઓ જોડાયા હતા.

Bhavnagar pilgrims accident near Gangotri breaking news
Bhavnagar pilgrims accident near Gangotri breaking news

આજરોજ બપોરના ચાર વાગ્યા આસપાસ ગંગોત્રીથી ઉત્તરકાશી જઈ રહેલા યાત્રાળુની બસને અકસ્માત નડ્યો હતો. મળતી વિગતો અનુસાર ભાવનગરના શ્રી હોલીડે (Shree Holidays) દ્વારા આયોજિત ચારધામની યાત્રા (Chardham yatra) ની બસની અકસ્માત નડ્યો છે. આ ઘટનામાં સાત જેટલા લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. અકસ્માત પાછળનું કોઈ સ્પષ્ટ કારણ હાલ સુધી જાણવા મળ્યું નથી.

- Advertisement -
Bhavnagar pilgrims accident near Gangotri breaking news
Bhavnagar pilgrims accident near Gangotri breaking news

આ યાત્રાળુઓની બસ શ્રી હોલીડે દ્વારા દિલ્હી ખાતેથી બાંધવામાં આવી હતી. જેમાં મોટેભાગે ભાવનગર જિલ્લા અને ભાવનગર શહેરના યાત્રાળુ ચારધામનો પ્રવાસ કરી રહ્યા હતા. દરમિયાન ગંગોત્રીથી પરત ફરતી વેળાએ બસનો અકસ્માત થયો હતો.

પ્રવાસીઓની યાદી:

  1. કેતનભાઇ રાજ્યગુરુ
  2. દિપ્તીબેન કેતનભાઇ રાજ્યગુરુ
  3. રેખાબેન શેખડીયા
  4. દેવ કુંવરબેન કેવડિયા
  5. મિરલબેન કેવડીયા
  6. સુરેશભાઈ કેવડીયા
  7. કમલેશભાઈ ઉપાધ્યાય
  8. મીનાબેન ઉપાધ્યાય
  9. હેતલબેન રાજ્યગુરુ
  10. દીપ્તિબેન ત્રિવેદી
  11. મનીષ પડધરીયા
  12. નયના પડધરીયા
  13. વિવેક પડધરીયા
  14. ગણપત રાય મહેતા
  15. દક્ષા મહેતા
  16. રાજેશ મેર
  17. અશોકસિંહ ગોહિલ
  18. બ્રિજરાજસિંહ ગોહિલ
  19. ભરતભાઈ પ્રજાપતિ
  20. સંજય મકવાણા
  21. ધીરુભાઈ રાઠોડ
  22. હરેન્દ્રસિંહ ઝાલા
  23. ઘનશ્યામ જોશી
  24. અનિરુદ્ધ જોશી
  25. ગીગાભાઈ ભમ્મર
  26. નીરજ દવે
  27. ગોડાભાઈ કામળિયા
  28. જીતેન્દ્રકુમાર ગોહિલ
  29. વિજય રાઠોડ
  30. કરણજીત ભાથી
  31. જતીન ભાથી
Bhavnagar pilgrims accident near Gangotri breaking news
Bhavnagar pilgrims accident near Gangotri breaking news

અકસ્માત ગંગોત્રી નેશનલ હાઈવે પર મુનેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હોવાની માહિતી મળી રહી છે. સાથે જ માહિતી મળી રહી છે કે મુનેર પોલીસની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને ખાઈમાં ખાબકેલી બસમાંથી લોકોને રેસ્ક્યુ કર્યા હતા. જ્યારે ગંગોત્રી થી ઉત્તર કાશી જઈ રહેલી બસ અકસ્માતનો ભોગ બની ત્યારે બસ ભાગીરથી નદીની ખાઈમાં ખાબકી હતી.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular