Saturday, October 12, 2024
HomeGujaratAhmedabadગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કાંડમાં બોટની વિભાગના કર્મચારીની ધરપકડ

ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવહી કાંડમાં બોટની વિભાગના કર્મચારીની ધરપકડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: થોડા દિવસો અગાઉ NSUIએ ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં 14 જેટલા 4 વર્ષની નર્સિંગની વિદ્યાર્થીઓની ઉત્તરવહી ગુમ થઈ હતી. બાદમાં પોલીસે નર્સિંગ વિભાગના વિદ્યાર્થીઓની ઉત્તરવહી કાંડ મામલે પહેલી ધરપકડ કરી હતી. હવે ગુજરાત યુનિવર્સિટી પોલીસે સાયબર ક્રાઇમની મદદથી બોટની વિભાગના વર્ગ 4ના કર્મચારી સંજય ડામોરની ધરપકડ કરી છે. ફરીયાદને એક મહિનાથી વધુ સમય વિતી ગયા બાદ પહેલા આરોપીની ઘરપકડ થઈ છે. જોકે મુખ્ય આરેપી હજી પોલીસ પકડથી દૂર છે. એક વિદ્યાર્થી પાસેથી કોરી રખાયેલી ઉત્તરવહી લખવાના 50 હજાર આરોપી વસૂલતા હતા.

વિવાદોથી ધેરાયેલી ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં કાર્યરત નર્સિંગની પરીક્ષાના એસેસમેન્ટ સેન્ટરમાંથી 14 ઉત્તરવહી ગુમ થઈ હતી અને મોટો વિવાદ થયો હતો. NSUIએ ઉત્તરવહી કૌભાંડનો પર્દાફાશના અંતે ગુજરાત યુનિવર્સિટીએ 12 જુલાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના એક મહીના બાદ હવે યુનિવર્સિટી પોલીસે બોટની વિભાગમાં વર્ગ 4ના કર્મચારી તરીકે કામ કરતા સંજય ડામોરની કરી છે. સંજય ઉત્તરવહી કાંડના મુખ્ય આરોપી સન્ની ચૌધરી અને અમિત સિંઘને મદદ કરતો હતો. આરોપી સંજય ડામોર બોટની વિભાગમાં જ રહેતો હતો, જે કારણોસર ઉત્તરવહી લાવવા અને લઈ જવાની પ્રક્રિયાથી તે વાકેફ હતો.

- Advertisement -

મુખ્ય બે આરોપી સાથે મળીને સંજયના થયેલા સોદા પ્રમાણે ઉત્તરવહીને સગેવગે કરવામાં ભૂમિકા ભજવતો હતો. પોલીસ ફરિયાદ થયા બાદ બોટની વિભાગમાં કામ કરતા તમામ કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા તે વખતથી આરોપી સંજય ફરાર થઇ ગયો હતો. દરમિયાન વધુ તપાસ કરતાં પોલીસે જેમની ઉત્તરવહી ગુમ થઈ હતી તેમને બોલાવીને નિવેદન પણ લીધા હતા, જેમાં મુખ્ય આરોપી સની ચૌધરી અને અમિત સિંહનું નામ સામે આવ્યું હતું. આ કૌભાંડના મુખ્ય આરોપીઓ વિદ્યાર્થીઓ પાસે પરીક્ષામાં ઉત્તરવહી કોરી રખાવ્યાં બાદ એસેસમેન્ટ સેન્ટરમાંથી રાતના સમયે તેમની ઉત્તરવહી વિદ્યાર્થીઓને પહોંચાડતા અને જ્યાં તેના જવાબ લખાતા હતા. એક વિદ્યાર્થી પાસે રૂપિયા 50 હજાર વસૂલવામાં આવતા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular