Wednesday, April 29, 2026
HomeGujaratGandhinagarઆંતરરાજ્યની અવર જવર કરતી ST બસમાં થતી દારૂની હેરાફેરીને રોકવાનો આદેશ

આંતરરાજ્યની અવર જવર કરતી ST બસમાં થતી દારૂની હેરાફેરીને રોકવાનો આદેશ

- Advertisement -

નવજીનવ ન્યૂઝ. ગાંઘીનગર: ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં અવર-જવર કરતી ST બસમાં ખાનગી રીતે થતી દારૂની હેરાફેરીને રોકવા હવે ST નિગમે લાલ આંખ કરતાં ગુનાહિત ભુતકાળ ધરાવતા કર્મચારીઓને આંતરરાજ્યની અવર જવર કરતી બસમાં વર્ધી આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે. તેમજ તમામ વિભાગના નિયામકો તેમજ ડેપોના મેનેજરોને આંતરરાજ્યની બસોનું આકસ્મિક ચેકિંગ કરવાનું રહેશે. સાથે બસમાં ફરજ ઉપર જતા અને આવતા કર્મચારીઓને બ્રીથ આલ્કોહોલ એનાલાઇઝર મશીનથી ચેક કરવાની જવાબદારી રહેશે. તેમજ આવી ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા કર્મચારીઓની સામે ST નિગમ નિયમ અનુસાર પગલાં ભરશે.

ગુજરાતમાં ઘણાં સમયથી આંતરરાજ્ય દોડતી બસોના કર્મચારીઓ દ્વારા ગેર-કાયદેસર દારૂની હેરાફેરી કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. આંતરરાજ્ય દોડતી બસોના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી આવી કામગીરીથી ST નિગમની પ્રતિષ્ઠા ખરડાય છે અને સવાલો પણ ઉભા થાય છે. થોડા સમય પહેલા રાજકોટ વિભાગ સંચાલિત રાજકોટ નાથદ્વારા બસની રાજસ્થાન પોલીસે ચેકિંગ કરતા તેમાંથી જુદી-જુદી બિયર તેમજ દારૂની બોટલો મળી આવી હતી. તેથી રાજસ્થાન પોલીસે કાર્યવાહી કરતાં બસને ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે ST નિગમ દ્વારા કડક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

- Advertisement -

જેના ભાગરૂપે આંતરરાજ્ય બસ સર્વિસના કર્મચારીઓની આવી પ્રવૃત્તિને રોકવા માટે ST નિગમે ગુજરાતના તમામ વિભાગના નિયામકો તેમજ ડેપોના મેનેજરોને સુચના આપી છે કે, ડેપોના જે કોઈ કર્મચારી ગુનાહિત ભુતકાળ ધરાવતા હોય તેને આંતરરાજ્યની બસમાં ફરજ આપવી નહી. તેમજ રાજ્યના તમામ ડેપોમાંથી સુપરવાઇઝરી સ્ટાફ અને ડેપો મેનેજરે આંતરરાજ્ય સંચાલિત બસોની આકસ્મિક સમયાંતરે ચકાસણી કરવાની રહેશે અને આંતરરાજ્ય સર્વિસના કર્મચારીઓ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પકડાય તો નિયમ અનુસાર કડક પગલાં લેવાની સુચના આપી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular