Friday, May 1, 2026
HomeGujaratઅમદાવાદઃ વિનોદ સિંધિના લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે SMCએ દારુનો જથ્થો ઝડપ્યો, એક...

અમદાવાદઃ વિનોદ સિંધિના લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે SMCએ દારુનો જથ્થો ઝડપ્યો, એક ઝડપાયો આ 8 શખ્સો વોન્ટેડ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદમાં દારુની રેલમછેલ કરવા છેલ્લા ઘણા સમયથી બુટલેગર એક્ટિવ જોવા મળી રહ્યા છે ત્યારે પોલીસ પણ તેમને પકડવા સતત મથામણ કરતી જોવા મળે છે. અવારનવાર અમદાવાદમાં દારુનો જથ્થો ઝડપાયો છે. શુક્રવારની રાત્રે આવી જ એક ટ્રકમાં દારુનો જથ્થો આવવાનો હોવાની વિગતો મળતા સ્ટેટ મોનિટરિંગ સેલે તુરંત કાર્યવાહી હાથ ધરી 27 લાખના મુદ્દામાલ સાથે દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રારંભીક તપાસમાં વિનોદ સિંધી સહિતના 8 શખ્સોની સંડોવણી હોવાનું સામે આવતા તે તમામને વોન્ટેડ દર્શાવ્યા છે.

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલા ગ્રેવિટિ ત્રણ રસ્તા પાસેથી SMC પોલીસે દારુનો જથ્થો ઝડપ્યો છે. પોલીસે આ રેડમાં 18959 નંગ દારુ જેની કિંમત અંદાજીત રૂપિયા 22,07,780 થવા જાય છે તે અને તેની સાથે એક આઈસર ટ્રક જેની અંદાજીત કિંમત 5 લાખ ઉપરાંત રોકડ રકમ રૂપિયા 6870 જપ્ત કરી છે. પોલીસે સાથે જ આરોપી પાસેથી એક મોબાઈલ પણ જપ્ત કર્યો છે જેની અંદાજીત કિંમત 5000 છે.

- Advertisement -

પોલીસને વિગતો મળી હતી તે પ્રમાણે પોલીસે રેડને અંજામ આપ્યો હતો. જેમાં ગુરુદીપસિંગ ઓમકાર સિંગ ઠાકુર (રહે થાણા)ને ઝડપી પાડ્યો હતો. મહત્વની વાત એ છે કે આ દારુ વિજય મુરલીધર ઉદવાણી ઉર્ફે વિજુ ઉર્ફે વિનોદ સિંધીનો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં પોલીસે વિનોદ ઉપરાંત સુનિલ, ભવરલાલ દરજી, લક્ષમણ રબારી (રાજસ્થાન), ગણપત ચરણ, (રાજસ્થાન), હેપ્પી ભાઈ કે જેણે દારુ મોકલ્યો હતો તે, દેવેન્દ્ર ઉર્ફે બંસી, સહિત અન્ય એક વ્યક્તિને વોન્ટેડ દર્શાવ્યો છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular