Saturday, June 13, 2026
HomeGujaratબોટાદ લઠ્ઠાકાંડમાં એક બુટલેગરનું પણ મોતઃ બુટલેગરે પણ પીધો હતો ઝેરી દારુ

બોટાદ લઠ્ઠાકાંડમાં એક બુટલેગરનું પણ મોતઃ બુટલેગરે પણ પીધો હતો ઝેરી દારુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.બોટદઃ બોટાદમાં બરડવાળા વખાતે ધડાધડ લોકોના મોત થઈ રહ્યા છે અને તેની પાછળનું કારણ બરવાળાના દેશી દારુના અડ્ડા પરથી ઝેરી દારુ પીધા પછી લોકોની તબીયત લથડી તેનું છે. તબીયત લથડવાના કારણે લોકોના મોત નિપજ્યા અને હવે મૃતકાંક વધીને 29 પહોંચી ગયો છે. આ દરમિયાનમાં વિગતો મળી રહી છે કે મૃતકો પૈકીનો એક બુટલેગર પણ હતો. બુટલેગર વિપુલ કાવડિયા કે જેની તબીયત દારુ પીધા પછી બગડી હતી તેનું પણ મોત નિપજ્યું છે.

વિપુલ કાવડિયાનું મોત થયું હોવાની વિગતો મળી રહી છે ત્યારે તેના પિતા વીનુ કાવડિયા અને અન્ય એક શખ્સ શક્તિ કાવડિયા ફરાર થઈ ગયા છે. પોલીસે આ મામલે સૂત્રો પાસેથી મળતી જાણકારી પ્રમાણે ગજુબેન વડદરિયા, રહેવાસી – રોજીંદ, બરવાળા, પીન્ટુ દેવીપૂજક, રહે. ચોકડી , બરવાળા, વિનોદ કુમારખાણીયા, રહે. નભોઈ, સંજય કુમારખાણીયા, રહે. નભોઈ, હરેશ આંબલિયા, રહે. ધંધુકા, જટુભા લાલુભા, રહે. રાણપરી, વિજય પઢિયાર, રહે. રામપરા, ભવાન નારાયણ, રહે. વેયા, સન્ની રતિલાલ, રહે. પોલારપુર, નસીબ છના, રહે. ચોકડી, રાજુ, રહે. અમદાવાદ, અજીત કુમારખાણીયા, રહે. ચોકડી, ભવાન રામુ, રહે. નભોઈ, યમન રસીક, રહે. ચોકડીની પોલીસે ધરપકડ કરી છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular