નવજીવન ન્યૂઝ. અમદાવાદ: વર્ષ 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Elections 2022) ધાંધલીનો મામલો હાઈકોર્ટ (Gujarat High Court) સુધી પહોંચ્યો છે. જેમાં ભાજપ (BJP)અને કોંગ્રેસના(Congress) ચૂંટણી હારેલા 4 ઉમેદવારોએ (Losing Candidates) હાઈકોર્ટના દ્વાર ખખડાવી ન્યાયની માગણી કરી છે. આ અરજીમાં અરજદારે આરોપ કર્યા છે કે, જીતેલા ઉમેદવારના ઉમેદવારી ફોર્મમાં ક્ષતિ હોવા છતાં પણ તેમના ફોર્મ ચૂંટણીના રિટર્નિંગ ઓફિસર દ્વારા સ્વિકાર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હારેલા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હવે હાઈકોર્ટના દ્વારે પહોંચ્યા છે. જેમાં ટંકારા બેઠક પરથી કોંગ્રેસના હારેલા ઉમેદવાર લલિત કગથરા રાધનપુરથી હારેલા રઘુ દેસાઈ અને વિસાવદર બેઠક પરથી હારેલા ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડીયા તેમજ ડેડીયાાપાડ બેઠક પરથી ભાજપના હારેલા ઉમેદવાર હિતેષ વસાવા હાઈકોર્ટ સમક્ષ પહોંચ્યા છે.
મળતી વિગતો અનુસાર ભાજપ-કોંગ્રેસના હારેલા ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી જણાવ્યું છે કે, તેમની સામે જીતેલા ઉમેદવારોના ઉમેદવારી ફોર્મમાં ક્ષતિ હોવા છતાં પણ રિટર્નિંગ ઑફિસરે તેમના ફોર્મ સ્વિકાર કર્યા છે. માટે આ અરજીમાં રિટર્નિંગ ઑફિસર અને ચૂંટણી પંચને પણ પક્ષકાર બનાવવામાં આવે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796