Wednesday, September 2, 2026
HomeGeneralબિહારઃ રોડ પર ભરાયેલા પાણીમાં કરંટ લાગતા યુવક ઝપેટમાં, માતા-પિતાની નજર સામે...

બિહારઃ રોડ પર ભરાયેલા પાણીમાં કરંટ લાગતા યુવક ઝપેટમાં, માતા-પિતાની નજર સામે ઘરનો દીવો ઓલવાઈ ગયો

- Advertisement -




નવજીવન ન્યૂઝ. મુઝફ્ફરપુર: મુઝફ્ફરપુરના સ્ટેશન રોડ પર વીજ કરંટ લાગવાથી એક યુવકનું મોત થયું છે. અકસ્માતમાં યુવકના માતા-પિતાનો આબાદ બચાવ થયો હતો. આ પરિવાર હમસફર એક્સપ્રેસ દ્વારા દિલ્હીથી મુઝફ્ફરપુર પરત ફર્યો હતો. પરિવારને દરભંગા જવાનું હોવાથી સ્ટેશનથી નીકળ્યા બાદ તે બસ સ્ટેન્ડ તરફ જવા નીકળ્યો. પરંતુ રસ્તાની વચ્ચોવચ પાણી ભરાઈ ગયું હતું. પાણીની વચ્ચેથી યુવક બહાર આવી રહ્યો હતો. માતા-પિતા બાજુમાંથી જઈ રહ્યા હતા, ત્યારે યુવાનને કરંટ લાગ્યો હતો.

પુત્રને કરંટ લાગતા પિતાએ નજીકમાં પડેલા બાસની મદદથી પુત્રને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો અને માતાએ તેને રોડની બીજી બાજુ ખેંચવાનો પ્રયાસ કર્યો. કોઈક રીતે માતા તેના પુત્રને પાણીમાંથી ખેંચીને બહાર લાવી. આ દરમિયાન નજીકમાં ઉભેલા લોકો દર્શકો બની રહ્યા હતા. કોઈએ તેને મદદ કરી નહીં. તેને સારવાર માટે સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ગયું.



જણાવી દઈએ કે સ્માર્ટ સિટી સ્કીમ હેઠળ સ્ટેશન સહિત ઘણા વિસ્તારોમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સોમવારે સવારે વરસાદના કારણે સ્ટેશન રોડ પર પાણી ભરાયા હતા. મહાનગરપાલિકાની સ્ટ્રીટ લાઇટનો વાયર તૂટીને પડી ગયો હતો. તેમાં કરંટ ચાલતો હતો. ઘટનાની જાણ થતા શહેર પોલીસ મથકની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરિજનોએ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાનો ઇનકાર કર્યો હતો. તેઓ મૃતદેહ લઈને દરભંગા ગયા હતા.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular