નવજીવન ન્યૂઝ.ઉત્તર પ્રદેશઃ તે અચાનક નજર સામેથી આવી રહેલી મહિલા પોલીસની ટુકડી અને રાષ્ટ્ર ધ્વજ સાથેના માહોલને જોઈ ખુશ ખુશાલ થઈ ગયો, પોતાની ગરીબી, તકલીફો જાણે થોડી ક્ષણો માટે ભુલી ગયો, નાચવા લાગ્યો અને જાણે પોતાની સુરક્ષા માટે તૈનાત પોલીસનો આભાર વ્યક્ત કરવા લાગ્યો. આ એક માત્ર થોડી જ સેકન્ડ માટે ઘટેલી ઘટના છે છત્તાં હૃદયમાં કેટલો આવકારો લઈ જાય છે. આપણે નવરાત્રી ઉજવી રહ્યા છીએ, મહિલાઓના સન્માનની વાતો વચ્ચે ખરી રીતે આ છોકરો તેમની શક્તિનું સન્માન કરી ગયો હોય તેવું વીડિયો જોતા લાગી રહ્યું છે.
આ વીડિયો ઉત્તર પ્રદેશ કેડરના 2011 બેચના એક આઈપીએસ અધિકારી અજય પાલ શર્મા કે જેમને એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અને રિયલ સિંઘમ જેવા નામથી પણ લોકો જાણે છે તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે. તેમણે સોશિય્લ મીડિયા પર જે વીડિયો શેર કર્યો છે તેમાં જોઈ શકાય છે કે કેટલીક મહિલા પોલીસ કર્મચારીઓની ટુકડી ટુ-વ્હીલર પર રાષ્ટ્ર ધ્વજ સાથે નીકળી છે, દરમિયાન ડિવાઈડર પર ઊભા રહી એક બાળક કે જેણે ચડ્ડી અને ટીશર્ટ પહેરી છે તે આ માહોલ જોઈ અત્યંત ખુશ થઈ જાયે છે અને તે ત્યાં તેમની સામે નાચવા લાગે છે. તેમણે આ પોસ્ટ મુકતા લખ્યું છે કે દિલને સ્પર્શી જનારો વીડિયો, જય હિન્દ. તેમણે શેર કરેલા આ વીડિયોને આ લખાય છે ત્યાં સુધી 1.26 લાખ વ્યૂ મળી ચુક્યા છે. 580થી વધુ વખત તેને રિટ્વીટ કરાયો છે અને 6000થી વધુ લાઈક્સ મળ્યા છે.
તેમણે પોસ્ટ કરેલા આ વીડિયો પર લોકોએ પ્રતિક્રિયા આપતા ઘણું લખ્યું છે. એક યૂઝરે લખ્યું છે કે, ગરીબ તમે બધું કહી રહ્યા છો, આ બાળકની ભાવના અને ખુશી જુઓ, ક્યાંક તો રાજનીતિ છોડીને વિચાર કરી લો… સૈમ બાબા. કોઈ એ લખ્યું છે કે, આ બાળકને કોઈ ટેકો મળશે તો જરૂર આ બાળકનું ચંચલ મન તૂફાન મચાવી શકે છે. કોઈ એ લખ્યું છે કે એક સાચ્ચી ખુશી છે. એક યુઝરે લખ્યું છે કે, બાળકનું ભોળપણ, સાવ નિશ્છલ ખુશી અને ચહેરાના હાવભાવ દિલને ગમી જાય છે, સટીક આંકલન








