Saturday, May 23, 2026
HomeGujaratAhmedabadભુજનું સ્મૃતિવન હવે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલયોમાંથી એક, દુનિયાના ટોચના 3 સંગ્રહાલયમાં...

ભુજનું સ્મૃતિવન હવે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલયોમાંથી એક, દુનિયાના ટોચના 3 સંગ્રહાલયમાં મળ્યુ સ્થાન

- Advertisement -

આસીફ કાદરી (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): UNESCO દ્વારા પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને (Smritivan Earthquake Memorial and Museum) વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં ત્રીજુ સ્થાન આપવામાં આવ્યું છે. ભુજનું સ્મૃતિવન એ ભારતનું એક માત્ર સંગ્રહાલય છે, જેણે વૈશ્વિક સ્તરે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 2001ના ભૂકંપમાં જીવ ગુમાવનારા વ્યક્તિઓની સ્મૃતિમાં આ સંગ્રહાલય બનાવવાનો વિચાર તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આવ્યો હતો.

યુનેસ્કો દ્વારા PrixVersailles2024 અવોર્ડ માટે દુનિયાના સાત સુંદર સંગ્રહાલયો પંસદ કરવામાં આવ્યા છે, જેમા ભુજના સ્મૃતિવનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સંગ્રહાલયની દિવાલોમાં સ્થાનિક બેસાલ્ટિક ખડકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને તેમાં એવી કલાકૃતિઓ બતાવવામાં આવી છે કે, જેમાંથી તે સમયે ભુકંપની તીવ્રતા કેટલી હતી તે જાણી શકાય છે. આ સંગ્રહાલયને એક ટેકરી પર બનાવવામાં આવ્યું છે.

- Advertisement -

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાના સોશ્યલ મીડીયામાં જાણકારી આપતા કહ્યું હતુ કે, “મને એ જણાવતા આનંદ થાય છે કે, ભુજના સ્મૃતિવન ભૂકંપ સંગ્રહાલય અને સ્મારકને પ્રિકસ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ ફોર ઇન્ટિરિયર્સ સાથે વિશ્વના સૌથી સુંદર મ્યુઝિયમ તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે. આપણું સ્મૃતિવન વિશ્વના સૌથી સુંદર 3 સંગ્રહાલયોમાં સ્થાન મેળવી શક્યું છે, આ ભારતમાં પહેલી વખત બન્યું છે. આ ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ છે.”

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular