નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ ભાવનગરમાં (Bhavnagar) ઘરકંકાસમાં એક યુવાને આત્મવિલોપન કરીને દુનિયાની અલવિદા કરી દીધું છે. બે દિવસ અગાઉ ભાવનગરના નારી ગામમાં એક યુવકે પત્નીના ત્રાસથી વરતેજ પોલીસ સ્ટેશન (Vartej Police Station) જઈને પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પેટ્રોલ છાંટીને પોતાને આગ ચાંપી દીધી હતી. યુવકે આત્મવિલોપન કરતા પોલીસકર્મીઓએ આગથી રેસ્ક્યુ કરીને સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલો યુવાન પોતાના બાળકોને જોવા માટે વલખા મારતો હતો. તેવામાં ગઈકાલે તેમના દિકરાના જન્મદિવસે જ સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો : ભાવનગરમાં યુવકે પોલીસ સ્ટેશન જઈને પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો કર્યો પ્રયાસ
શું હતો સમગ્ર મામલો
ભાવનગરના નારી ગામે રહેતા જીતેશભાઈ રાઠોડના લગ્ન 14 વર્ષ અગાઉ સમાજની રીતરિવાજ મુજબ થયા હતા. દંપતિના લગ્ન જીવન દરમિયાન બે સંતાનો પણ હતા. લગ્નના બે વર્ષ બાદ જીતેશ અને તેની પત્ની વચ્ચે અવાર નવાર ઝધડા થતાં હતા. જીતેશનો ઘર સંસાર બચાવવા માટે પરિવારજનો સમજાવાતા હતા. પરંતું પત્ની દ્વારા અવાર-નવાર માનસીક અને શારીરિક ત્રાસ આપવામાં આવતા જીતેશે અગાઉ પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
જીતેશ અને તેમના પત્ની વચ્ચે અવાર-નવાર ઝધડા થતાં બાળકોની શાળાના એલ. સી. લઈને પત્ની પિયરમાં જતી રહી હતી. જીતેશને બાળકોને મળવું હતું, પરંતું પત્ની મળવા દેતી ન હતી અને ફોન પર પણ વાત કરાવતી ન હતી. જે અંગે પોલીસમાં પણ જાણ કરીને અરજી આપી હતી. પોલીસે પણ પત્ની મીત્તલને સમજાવી હતી. પરંતું પત્ની માની ન હતી. ગત 10 તારીખે રાત્રે 3 વાગ્યે જીતેશે પોલીસ સ્ટેશન જઈને પોતાના પર પેટ્રોલ છાંટીને આંગ ચાંપી દીધી હતી. ઈજાગ્રસ્ત જીતેશને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતો. જ્યાં બે દિવસની સારવાર બાદ મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે વરતેજ પોલીસ સ્ટેશનમાં પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








